Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ૧૦|-|-/૩૬૪ થી ૩૭૧ • હવે અષ્ટપ્રદેશી કંધ - પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. ઉત્તર સૂત્ર-આઠ પ્રદેશી સ્કંધ કદાચ ચરમ હોય ઈત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છો, પંદરમો, સોળમો, સત્તરમો અને અઢારમો એ આઠ ભંગો ત્યાગ કરવા અને બાકીના ગ્રહણ કરવા. એ સંબંધે આગળ પણ સંગ્રહણી ગાથામાં કહેવામાં આવશે. બાકીના ભંગો સપ્તપદેશી સ્કંધ થકી બીજા અષ્ટપ્રદેશી વગેરે બધાં સ્કંધોમાં જાણવા. બીજા આચાર્યો એ ગાથાનો ઉત્તરાદ્ધ આ પ્રમાણે કહે છે – એ ભાંગાને વર્જીને, તેથી આગળના બાકીના ભાંગા અવસ્થિત જાણવા. ૫૩ પહેલાથી છવીશ સુધીના અઢાર ભાંગાઓ વિચારણાથી અને સ્થાપનાથી પૂર્વની માફક વિચારવા. પણ એક ચરમ, બે અચરમ અને બે અવક્તવ્ય - એ પ્રકારનો બાવીશમો ભંગ સ્થાપના વડે આ પ્રમાણે છે - આઠ આકાશપ્રદેશમાં આઠ ઈત્યાદિ. (પ્રશ્ન) દ્વિપ્રદેશી કંધમાં બે અવક્તવ્યરૂપ છટ્ઠા ભંગનો નિષેધ કેમ કરો છો? કેમકે તે યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણે – જ્યારે એક પરમાણુ એક આકાશપ્રદેશમાં અને બીજો વિશ્રેણીમાં રહેલા બીજા આકાશપ્રદેશમાં હોય ત્યારે એક અવક્તવ્ય અને બીજો પણ અવક્તવ્ય એમ બે અવક્તવ્યરૂપ છઠ્ઠો ભંગ સંભવે છે. ત્રિપ્રદેશી કંધના વિચારમાં એક પ્રદેશમાં એક પરમાણુ અને વિશ્રેણીમાં રહેલા બીજા પ્રદેશમાં બે, એમ ચતુઃપ્રદેશી કંધના વિચારમાં પ્રત્યેકમાં બબ્બે પરમાણુઓ હોય. (સમાધાન) તમારી શંકા બરોબર છે, પણ જગમાં એવા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો નથી. એમ આ ભંગોના પ્રતિષેધથી જણાય છે. જેમ અષ્ટપ્રદેશી ભાંગાના પ્રતિષેધ કર્યો અને તેઓનું વિધાન કર્યુ તેમ પ્રત્યેક સંખ્યાપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી કંધના ભંગો કહેવા. તે આ રીતે – સખ્યાતપ્રદેશી આદિ, પાઠ સિદ્ધ છે. પણ દરેક સ્થળે આ વિચાર જાણવો - એકાદિ આકાશપ્રદેશમાં અષ્ટપ્રદેશી વગેરે કંધો રહી શકે છે. માટે ઉપરોક્ત બધાં ભાંગા ઘટે છે. (પ્રશ્ન) ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી કંધો એક આકાશપ્રદેશમાં કેમ રહી શકે? [સમાધાન] તેવા પ્રકારની શક્તિથી રહી શકે. તે આ રીતે – અનંતાનંત દ્વિપદેશી સ્કંધો યાવત્ અનંતાનંત સંખ્યાતપ્રદેશી કંધો, અનંતાનંત અસંખ્યાતપ્રદેશી કંધો, અનંતાનંત અનંતપ્રદેશી કંધો છે. લોક બધો મળીને પણ અસંખ્યપ્રદેશાત્મક છે. તે બધાં સ્કંધો લોકમાં જ રહેલા છે, તેથી નિશ્ચય થાય છે કે એક આકાશપ્રદેશમાં ઘણાં પરમાણુઓ, ઘણાં દ્વિપદેશી યાવત્ અનંતપ્રદેશી સ્કંધો રહેલા છે. અહીં પૂર્વાચાર્યો દીવાનું દૃષ્ટાંત કહે છે, જે વૃત્તિકારે નોંધેલ છે. - x - Xx - હવે પરમાણુ આદિમાં જે ભંગો ગ્રાહ્ય છે, તેને સંગ્રહ કરનાર સંગ્રહણી ગાથા કહે છે, તે પાઠસિદ્ધ છે. અહીં સ્કંધોની ચરમાચરમાદિ વક્તવ્યતા કહી, સ્કંધો યથાયોગ્ય પરિમંડલાદિ ૫૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંસ્થાનવાળા હોય છે, તેથી સંસ્થાન કથન– • સૂત્ર-૩૭૨ : ભગવન્ ! સંસ્થાનો કેટલા છે ? પાંચ – પરિમંડલ, વૃત્ત, ય, ચતુરય, આયત... ભગતમ્ ! પરિમંડલ સંસ્થાનો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે આયત સંસ્થાનો સુધી જાણવું... ભગવન્ ! પરિમંડલ સંસ્થાન સંખ્યાપદેશી છે, અસંખ્યાત્મપદેશી છે કે અનંતપદેશી ? કદાચ સંખ્યાત પ્રદેશી, કદાચ અસંખ્યાત પ્રદેશી, કદાચ અનંતપદેશી. આ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાતપદેથી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત-પ્રદેશમાં, અનંતપ્રદેશમાં અવગાઢ હોય ? સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, અસંખ્યાત કે અનંતપ્રદેશમાં નહીં. ભગવન્ ! અસંખ્યાતાપદેશી પમિંડલ સંસ્થાન સંખ્યાતાં અસંખ્યાત કે અનંતપદેશમાં રહેલ હોય ? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાત પ્રદેશમાં હોય, પણ અનંતપ્રદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! અનંતપદેશી પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંતપ્રદેશમાં રહેલ હોય? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાતપ્રદેશમાં રહેલ હોય, પણ અનંતપ્રદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાતપ્રદેશમાં રહેલ અને સંખ્યાતપદેશી પમિંડલ સંસ્થાન શું ચરમ, અચરમ, ચરમો, અચરમો, ચરમાંત પ્રદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ ! તે ચરમ યાવત્ અચરમાંત પ્રદેશરૂપ એકે નથી. પણ અવશ્ય અચરમ, ચરમો, ચરમાંત અને અચરમાંત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાતા પ્રદેશાવાઢ, અસંખ્યાત્મપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે ? આદિ પૃચ્છા – તે સંખ્યાતાપદેશી માફક જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! અસંખ્યાતા પ્રદેશાવાઢ, અસંખ્યાત્મપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે ઈત્યાદિ પૃચ્છા તે સંખ્યાતાપદેશ અવગાઢની માફક જાણવું, એ રીતે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવના સંપદેશમાં રહેલ અનંતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, ઈત્યાદિ પ્રશ્નન - ઉપર કહ્યા મુજબ છે, આયત સંસ્થાન સુધી આ જાણવું. અસંખ્યાતપ્રદેશમાં રહેલ અનંત પ્રદેશી પરિમંડલ સંસ્થાન, સંખ્યાતા પ્રદેશ સ્થિત પરિમંડલ સંસ્થાન માફક જાણવું, એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. ભગવન્ ! સંખ્યાદેશી, સંખ્યાતપ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના -

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104