________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૩
મહોત્સવની ઉજવણી - તેઓના પવિત્ર જીવનના ઉઘાપન નિમિત્તે શ્રીસંઘે હાજા પટેલની પોળમાં એક મોટો મહોત્સવ ઉજવ્યો હતો. ઉપાશ્રયની સામેની તે વખતની વિશાશ્રીમાળીની વાડીમાં શ્રી શત્રુંજય ગિરિરાજની ભવ્ય તાદશ રચના, ચંડકૌશિક સર્પનો ભગવાન મહાવીરદેવને ઉપસર્ગ, પ્રભુ શ્રી પાર્શ્વનાથ સ્વામિને કમઠનો ઉપસર્ગ, ઈત્યાદિ આબેહુબ રચનાઓ જોનારને તે તે પ્રસંગોનું સાક્ષાત્ સરખું ભાન કરાવતી હતી. તે ઉપરાંત ઉપાશ્રયમાં સુવર્ણમય ગઢોની રચના વિગેરે અનુપમ કોટિનાં દશ્યો રચ્યાં હતાં. એ દશ્યોને જોવા રાત્રિના દશ વાગ્યા સુધી માત્ર શહેરના જ નહિ, સેંકડો ગાઉ દૂર દૂરથી પણ રેલ્વે દ્વારા હજારો મનુષ્યો આવતા હતા. દરરોજ ભવ્ય અંગ રચના, સેંકડો શ્રાવકોની હાજરીમાં સર્વ સામગ્રી સહ પૂજા ભણાવવી, વિગેરે દરેક પ્રસંગો જોનારના ચિત્તને આશ્ચર્ય સાથે આનંદ પેદા કરતા હતા. એ સ્મશાન યાત્રા-મહોત્સવ વિગેરેને જોનારાઓ એમ માને છે કે સો વર્ષમાં આવું દશ્ય જોવામાં આવ્યું નથી. ખરેખર !
સ્વર્ગત પૂ.ગુરૂદેવના આત્માની પવિત્રતાનાં એ દશ્યો હતાં એમ કહી શકાય. દેશ-પરદેશમાં પણ તેઓશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ભાવુક આત્માઓએ મહોત્સવો ઉજવવાના સમાચાર મળતા હતા. એમ એ પુણ્યાત્મા ૨૬ વર્ષની વયે દીક્ષિત થયા અને ૪૧ વર્ષ ચારિત્રની નિર્મળ આરાધનાથી સ્વ-પર કલ્યાણ સાધીને ૬૭ વર્ષની ઉમ્મરે સ્વર્ગવાસી થયા. વન્દન હો ! કોડો એ પરમ ઉપકારી ગુરૂદેવને! તેઓના પવિત્ર ચારિત્રને !!!
વિ.સં. ૨૦૧૨ વી.સં. ૨૪૮૨ જેઠ સુદ ૧૦ સોમવાર જૈન વિદ્યાશાળા, અમદાવાદ
લી. પૂજ્ય આચાર્યમહારાજ શ્રીવિજયમનોહરસૂરીશ્વરજી શિષ્ય
મુ.ભદ્રંકરવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org