________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૧
તેઓને ઓળખનાર સહુને પણ અનુભવમાં છે. તે ઉપરાંત મુનિ શ્રીસુબોધવિજયજી, મુનિ શ્રીસુભદ્રવિજયજી આદિએ પણ યથાશક્ય વૈયાવચ્ચ કરી ગુરૂના અતુલ ઉપકારની કૃતજ્ઞતા દાખવી હતી.
પૂજ્યપાદું સ્વર્ગત આચાર્ય ભગવંતના નિયમનો ઉત્તમ હતા, મુખ્યમાં પરમ વાત્સલ્યવંત પોતાના જ ગુરૂદેવ વારંવાર ધ્યાનસ્થ રહેવાની પ્રેરણા આપતા હતા, તે ઉપરાંત અત્યંત લઘુતા ગુણનું ભાજન પ્રશમનિધિ પૂ. આ.મ.શ્રી વિજય કનકસૂરિજી મહારાજ, ગીતાર્થ સેવાભાવી પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ, બાજુમાં છેક નજીકમાં તેઓશ્રીના વિનીત મુખ્ય શિષ્ય પૂ.આ.મ.શ્રી વિજયમનોહરસૂરિજી મહારાજ, તેમજ પૂ.આ.ભ.શ્રી વિજયજંબૂસૂરિજી મહારાજ, આમ પાંચ-પાંચ આચાર્ય ભગવંતોના સાનિધ્યમાં તેઓશ્રી સુંદર આરાધના કરી રહ્યા હતા, બીજી બાજુ વિદ્વાન શાન્તમૂર્તિ પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજ પ્રસંગને અનુરૂપ પ્રેરણા આપતા હતા અને એ સિવાય પણ લગભગ ૫૦ જેટલો સુવિહિત સાધુવર્ગ તેઓશ્રીની સમાધિને ઈચ્છતો હાજર હતો. અંતકાળે આવા ઉત્તમ નિર્ધામકોનો સંયોગ પ્રાપ્ત થવો એ જીવનની સુંદરતાને માપવાનું મીટર છે. જેણે જીવનભર પૂજ્યભાવ અને વાત્સલ્યથી મોટા-ન્હાનાનાં હૃદયને જીત્યાં હોય છે, એવા પુણ્યાત્માને એ જીવોની હાજરીનો લાભ મળે છે. અને અંતકાળે કેળવાયેલા સદ્ભાવને પરિણામે આગામી જીવનમાં પણ પ્રાયઃ તેઓ એક સ્થાને ઉત્પન્ન થાય છે, એકબીજાની આરાધનામાં સહાયક થાય છે અને સંસારમાં રહે ત્યાં સુધી પ્રાયઃ ભવોભવ ધર્મના સાથીદાર (સંબંધી) બની છેવટે મોક્ષમાં એ સાથને શાશ્વતો બનાવે છે.
અંતિમ ક્ષણો :- એ રીતે નિર્યામકોની વચ્ચે સમાધિને સાધતા તેઓશ્રીને ૨-૫૦ મિનિટે પૂજ્ય ગુરૂદેવે પૂછ્યું-શાન્તિમાં છો ને ? તેઓશ્રીએ પ્રસન્ન ચિત્તે સંજ્ઞાથી હકારાત્મક જવાબ વાળ્યો.
મિનિટો વધવા લાગી અને શ્વાસોચ્છવાસ ઘટવા લાગ્યા, ગુરૂના ચરણમાં મસ્તક મૂકી પડખે સુતેલા એ પુણ્ય પુરુષનો આત્મા બરાબર ૨-૫૫ મિનિટે જરા પણ પીડાના અનુભવ વિના પરલોકે પહોંચી ગયો. નહિ નેત્ર કે મુખના આકારમાં વિકાર, કે નહિ અવયવોનું લાંબા ટુકાં થવું, શરીરની આકૃતિ ચેતના ગયા પછી પણ તે જ સ્વરૂપમાં ટકી રહી. ઉત્તમ આત્માઓ જીવી જાણે છે તેમ સુંદર સમાધિથી જીવનને સંકેલી પણ શકે છે.
શ્વાસ અટકતાં જ ચતુર્વિધ સંઘનાં હૈયાંને શોકે ઘેરી લીધાં. વિજળીના વેગે સમાચાર ફેલાયા, અનેક સ્થળોએ ખબરો પહોંચી ગઈ, સ્મશાન યાત્રા બીજે દિવસે કાઢવાનું નિશ્ચિત થયું અને ભક્તિવંત આત્માઓએ જીવંત દેહની જેમ મૃતક દેહને પણ ભક્તિ-પૂજા કરી સુંદર પાલખી બનાવી તેમાં પધરાવ્યો.
સ્મશાન યાત્રા :- આસો સુદ ૨ ની સવારે શહેર અને બહારથી માનવ સમૂહ આવવા લાગ્યો અને લગભગ દશ હજાર જેટલી માનવ મેદની વચ્ચે સ્મશાન યાત્રા નીકળી. તે પુણ્યાત્માના પુણ્ય પક્ષ-પ્રતિપક્ષના ભેદની જાળને તોડી નાખી, સહુને એક સરખી રીતે આકર્ષ્યા, સુરત વિગેરે બહારગામથી પણ ભાવુકો આવી પહોંચ્યા, અને પોળે પોળેથી, પરાં પરાંઓમાંથી રાજનગરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org