________________
સૂમ-૩ થી ૫
૨૪
o અનુયોગ (સૂગના અર્થ કરવા) વિષયક વકતવ્યનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) નિક્ષેપ :- નામ, સ્થાપના વગેરે રૂપે વસ્તુને સ્થાપી પછી અનુયોગનું કથન કરવું.
(૨) કાર્ય :- અનુયોગના પર્યાયવાચી શબ્દ કહેવા, જેમકે અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક આ અનુયોગના સમાનાર્થક પર્યાયવાચી નામ છે.
(3) નિયુક્તિ - શબ્દગત અક્ષરોના નિર્વચન કરવા અથ િતીર્થકર પ્રરૂપિત અર્થનો ગણધરોક્ત શબ્દસમૂહ રૂપ સૂત્ર સાથે અનુકૂળ અને નિયત સંબંધ પ્રગટ કરવો.
(૪) વિધિ - સત્રના અર્થ કરવાની અથવા અનુયોગ કરવાની પદ્ધતિને વિધિ કહે છે. તે આ પ્રમાણે છે. સર્વ પ્રથમ ગુરુએ શિષ્ય માટે સૂઝના અર્થ કરવા જોઈએ, ત્યારપછી તે કથિત અને નિયુક્તિ કરી સમજાવવા જોઈએ અને બીજીવાર પ્રસંગ, અનુપ્રસંગ સહિત જે અર્થ થતાં હોય તેનો નિર્દેશ કરવો. સામાન્ય રીતે આ અનુયોગની વિધિ છે. વૃત્તિકારે આ ભાવ દર્શાવતા કહ્યું છે.
અનુયોગ શ્રવણના અધિકારી :- શ્રોતા સમુદાય ત્રણ પ્રકારનો હોય છે. (૧) જ્ઞાયક, (૨) અજ્ઞાયક, (૩) દર્વિદગ્ધ.
(૧) જ્ઞાયક પરિષદ - જે પરિષદ-જે શ્રોતા સમુદાય ગુણ અને દોષને જાણે છે, કુશાસ્ત્રના મતનો આગ્રહ નથી, તે જ્ઞાયક પરિષદ કહેવાય છે.
(૨) અજ્ઞાયક પરિષદ - જે પરિષદના સભ્ય કોઈ પણ વિષયના ગુણ કે દોષને જાણતા નથી પરંતુ સ્વભાવથી ભદ્ર અને સરળ હોય, સમજાવવાથી સન્માર્ગે આવી જાય તેવો શ્રોતા સમુદાય અજ્ઞાયક પરિષદ કહેવાય છે.
() દર્વિદગ્ધ પરિષદ - જે પરિષદના સભ્ય કોઈપણ વિષયમાં નિષ્ણાત ન હોય અને સરળતાના અભાવે તેમજ પ્રતિષ્ઠાના ભયથી નિષ્ણાતને પૂછતા પણ ન હોય, જ્ઞાનના સંસ્કારથી રહિત હોય, તેમની સભા દુર્વિદગ્ધ પરિષદ છે.
આ ત્રણ પ્રકારની પરિષદમાંથી આદિની બે પરિષદ અનુયોગનો બોધ પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે.
અનુયોગ કર્તાની યોગ્યતા :- શાસ્ત્રમાં અનુયોગ કરવાના અધિકારીકતની યોગ્યતા આ પ્રમાણે બતાવી છે. (૧) આર્યદેશમાં જન્મેલો હોય, (૨) કુળપિતૃવંશ વિશુદ્ધ હોય, (3) જાતિ-માતૃવંશ વિશુદ્ધ હોય, (૪) સુંદર આકૃતિ, રૂપ આદિથી સંપન્ન હોય, (૫) શારીરિક શક્તિ સંપન્ન હોય, (૬) પરિષહ ઉપસર્ગ સહન કરવામાં સમર્થ હોય, (૩) સકાર, સમ્માન આદિના આકાંક્ષી ન હોય, (૮) વ્યર્થ ભાષણ કરનાર ન હોય, (૯) નિકપટી હોય, (૧૦) અભ્યાસ દ્વારા ચાનુયોગ કરનારા સ્થિર અભ્યાસી હોય, ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન સંપન્ન હોય, (૧૧) આદેય વચન બોલનાર હોય, (૧૨) સભાને પ્રભાવિત કરનાર અને ક્ષભિત થનાર ન હોય, (૧૩) શાસ્ત્રીય અધ્યયન-ચિંતન-મનન સમયે નિદ્રાને વશ થનાર ન હોય, (૧૪) નિષ્પક્ષ હોય, (૧૫) દેશ, કાળ, ભાવના જ્ઞાતા હોય, (૧૬) પ્રતિવાદીને પરાસ્ત
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કરવાની પ્રતિભા સંપન્ન હોય, (૧૩) અનેક દેશોની ભાષાના જ્ઞાતા હોય, (૧૮) જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારના પાલક હોય, (૧૯) સૂત્ર, અર્થ અને ઉભય (માર્ચ) વિધિના જાણકાર હોય, (૨૦) ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયદષ્ટિના મર્મજ્ઞ હોય, (૨૧) શિષ્યોને તવગ્રહણ કરાવવામાં કુશળ હોય, (૨૨) સ્વ અને પર સિદ્ધાન્તમાં નિષ્ણાત હોય, (૨૩) ગંભીર, ઉદાર, સ્વભાવવાળા હોય, (૨૪) પરવાદીઓ પરાસ્ત ન કરી શકે તેવા તેજસ્વી હોય, (૨૫) જનકલ્યાણ કરવાની ભાવનાથી ભાવિત હોય, (૨૬) શાંત સ્વભાવવાળા હોય, (૨૭) દયા, દાક્ષિણ્ય વગેરે સેંકડો ગુણોથી યુક્ત હોય, આ ગુણોથી યુક્ત વ્યક્તિ જ અનુયોગ કરવામાં સમર્થ હોય છે. તે જ અનુયોગ કરવાના અધિકારી છે.
• સૂત્ર-૬ -
ધન - જે આયકનો અનુયોગ કરવાનો છે તો આવશ્યક સૂત્ર એક ગરૂપ છે કે અનેક અંગરૂપ ? એક શ્રુતસ્કંધ રૂપ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે ? એક અધ્યયનરૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે ? ઉત્તર :- આવશ્યક સૂત્ર એક આંગરૂપ પણ નથી, અનેક માંગરૂપ પણ નથી. આવશ્યક સૂત્ર એક શ્રુત સ્કંધરૂપ છે, અનેક શુતસ્કંધરૂપ નથી. તે એક અધ્યયનરૂપ નથી, અનેક અધ્યયનરૂપ છે. આવશ્યકમાં ઉદ્દેશક નથી માટે તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી.
વિવેચન-૬ :
આ સુગમાં આઠ પ્રણોત્તર દ્વારા આવશ્યક સૂત્રનો પરિચય કરાવ્યો છે. આવશ્યક સત્ર અંગસણ નથી ગબાહ્ય છે. તેથી તે એક કે અનેક રંગરૂપ નથી. તે છ અધ્યયનામક એક શ્રુતસ્કલ્પરૂપ છે. તેથી તે અનેક અધ્યયન અને એક શ્રુતસ્કંધ રૂપ છે. શેષ છ પ્રશ્નો અગ્રાહ્ય છે. અનાદેય છે.
• સૂત્ર-૭,૮ :
() આવશ્યક સૂત્ર સુતસ્કંધ અને અધ્યયન રૂપ છે. તેથી આવાચકનો, શ્રતનો, સ્કંધનો અને અધ્યયનનો નિક્ષેપ કરીશ.
(૮) જે નિક્ષેપ કરનાર વ્યક્તિ સમસ્ત નિક્ષેપને જાણતા હોય તો, તેને તે જીવાદિ વસ્તુનો સર્વ પ્રકારે નિક્ષેપ કરવો જોઈએ. જે સર્વ નિક્ષેપ જાણતા ન હોય તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ ચાર નિક્ષેપ કરવા જોઈએ.
• વિવેચન-૭,૮ :
આ બે સત્રમાં આવશ્યક વગેરે પદોનો નિક્ષેપ કરવાની પ્રતિજ્ઞા કરી સુકારે વધુ અને ઓછા નિક્ષેપ કરવાનું કારણ દર્શાવી, નિક્ષેપ કર્તાની યોગ્યતાનો નિર્દેશ કર્યો છે. આ અનુયોગદ્વાર સૂત્રનો વિષય “આવશ્યકનો અનુયોગ' છે. સૂત્રના અનુકળ અર્થ કરવા તે અનુયોગ છે. આવશ્યક સૂત્રનું સ્પષ્ટરૂપથી વિવેચન ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના પદોનો નિક્ષેપ કરાય. તેથી સૂત્રમાં આવશ્યકાદિ પદનો નિપ કરવાની પ્રતિજ્ઞા કરી છે.