Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 111
________________ સૂગ-ર૯ ૨૦૩ ભાગ તુલ્ય ગણવી. મુકત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત ઔદારિક પ્રમાણે અનંત ગણવા. આહારક શરીરનું વકતવ્ય બેઈન્દ્રિય પ્રમાણે જાણવું આથતિ તિર્યંચ પંચેન્દ્રિયોને બદ્ધ આહાક શરીર હોતા નથી. મુકત આહારક શરીર અનંત છે. બદ્ધ-મુક્ત વૈજસ-કામણ શરીર તેના જ બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. • વિવેચન-ર૯૯/૧૪ : આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના પાંચે શરીરના બધેલક મુશ્કેલગનું વર્ણન છે. તેમાં તેના ઔદારિક શરીરના બદ્ધેલક મુશ્કેલગ બેઈન્દ્રિયની સમાન કહ્યા છે. લોકમાં બેઈન્દ્રિય જીવ પંચેન્દ્રિયથી વિશેષાધિક છે માટે પંચેન્દ્રિયના બદ્ધલક શરીર બેઈન્દ્રિયથી કંઈક ન્યૂન સમજવા. પંચેન્દ્રિયના આહાક, તૈજસ, કામણ શરીરના બદ્ધેલક મુશ્કેલગ સૂત્રથી જ સ્પષ્ટ છે અર્થાત્ તે પણ બેઈન્દ્રિયની સમાન છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈક્રિય શરીર હોય છે. બેઈન્દ્રિયમાં તે હોતું નથી. તે બદ્ધ વૈક્રિય શરીરના પરિમાણનું સ્પષ્ટીકરણ સૂત્રમાં આ પ્રમાણે કર્યું છે. તિર્યંચ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર પ્રતરના અસંખ્યાત ભાગની અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. તે શ્રેણીઓ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. • સૂત્ર-૨૯/૧૫ - પ્રશ્ન :- હે ભગવન ! મનુષ્યોને કેટલા ઔદાકિ શરીર હોય છે ? ઉત્તર હે ગૌતમ! મનુષ્યોમાં ઔદાકિ શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે • બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત અસંખ્યાત હોય. જઘન્ય પદે સંખ્યાત હોય છે તે સંખ્યાત ક્રોડાકોડી અથતિ ર૯ આંક પ્રમાણ હોય છે. તે ૨૯ આંક ત્રણ યમલથી વધુ અને ૪ યમલથી ઓછા પ્રમાણમાં છે અથવા પંચવર્ષથી ગુણિત છા વગપમાણ હોય છે. અથવા ૯૬ છેદનક રાશિ જેટલા હોય છે. મનુષ્ય ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત છે. કાલથી સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી-કાલથી તેનો પહાર થાય. ક્ષેત્રથી એક મનુષ્ય અધિક હોય તો શ્રેણીનો પાર થાય. શ્રેણીનો ઉપહાર કાલ અને હોમની અપેક્ષાએ રીતે સમજવો. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીથી તેનો ઉપહાર થાય છે. ફોગથી ગુલપદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વમૂિલથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તેટલા ક્ષત્રમાં એક એક મનુષ્યને રાખે તો એક શ્રેણી પૂરિત થાય અને એક મનુષ્યની જ બાકી રહે તેટલા ઉત્કૃષ્ટ મનુષ્ય જમવા અથવા તેટલા પ્રદેશોથી એક એક મનુષ્યનો અપહાર થાય તો શ્રેણી પ્રદેશોમાં એક મનુષ્યના પ્રદેશ બાકી રહે ત્યારે મનુષ્યોનો અપહાર પૂર્ણ થઈ જાય. મુક્ત ઔદાકિ શરીર મુકd ઔધિક ઔદારિક શરીર પ્રમાણ જાણવા. પ્રથન • હે ભગવાન ! મનુષ્યોને કેટલા પૈક્રિય શરીર હોય છે ? ઉત્તર ૨૦૪ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન - હે ગૌતમ! મનુષ્યોને બે પ્રકારના વૈક્રિય શરીર કહl છે. બદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધ વૈકિય શરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે અપહત કરતાં, સંખ્યાતકાળમાં અપહત થાય છે પણ તેમ કોઈ અપહૃત કરતું નથી. મુક્ત વૈક્રિય શરીર, મુક્ત ઔદારિક પ્રમાણે જાણાવા. પ્રવન - હે ભગવન્! મનુષ્યોને કેટલા આહાક શરીર હોય છે ? ઉત્તર • હે ગૌતમ / મનુષ્યોને આહારક શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ ક્યારેક હોય ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક-બેત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર (બે હજારથી નવ હજાર) હોય છે. મુક્ત આહારક શરીર મુક્ત ઔદાકિની જેમ અનંત હોય છે. મનુષ્યના બદ્ધ-મુક્ત તૈજસ, કામણ શરીર, મનુષ્યોના બદ્ધ મુક્ત દારિક શરીર પ્રમાણે જાણવા. વિવેચન-૨૯૯/૧૫ - મનધ્યને ભવ સ્વભાવથી ઔદારિક શરીર છે. મનુષ્યના બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. મનુષ્ય બે પ્રકારના છે. (૧) ગર્ભજ મનુષ્ય (૨) સંમૂચ્છિમ મનુષ્ય. સંમૂચ્છિમ મનુષ્યનો ઉત્પત્તિ વિરહકાળ ૨૪ મુહૂર્તનો હોય છે. જ્યારે વિરહકાળ હોય ત્યારે એક પણ સંમૂચ્છિમ મનુષ્ય ન હોય. તે સમયે એકલા ગર્ભજ મનુષ્યો હોય ત્યારે તે સંખ્યાત હોય છે. તેથી બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય તેમ કહ્યું છે અને સંમૂસ્કિમ મનુષ્યનો વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યના ઔદારિક શરીર અસંખ્યાત હોય છે. સંપૂમિ મનુષ્યો એક શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. ગર્ભજ અને સંમૂછિમ બંને મનુષ્યો મળીને અસંખ્યાત હોય માટે બંનેના મળીને બદ્ધ ઔદારિક શરીર પણ અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે. (3) મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર જઘન્યપદે ૯૬ છેદનકદાયીરાશિ તુલ્ય હોય છે. અંક રાશિના અર્ધભાણ કરવામાં આવે તે છેદનક કહેવાય છે. એકવાર અભાણ થાય તો એક છેદનક કહેવાય. બે વાર અર્ધભાગ કરી એક પર્વત પહોંચાય તો તેના બે છેદનક કહેવાય અને ત્રણ અર્ધભાગ થાય તો તેના 3 છંદનક કહેવાય. જેમકે પ્રથમ વર્ગ ૪ છે. તેના બે છેદનક થશે. પહેલો અર્ધભાગ-૨ થશે અને તે બેનો પાછો અર્ધભાગ કરતાં એક થશે. માટે ૪ આંકના બે છેદનક કહેવાય. બીજો વર્ગ ૧૬ છે તો તેના ૪ છેદનક થાય. પ્રથમ છેદનક ૮, બીજો છેદનક-૪, બીજો છેદન-૨ અને ચોથો છેદનક એક થશે. તૃતીય વર્ગ ૫૬ના આઠ છેદનક છે. ચોથા વર્ગના ૧૬, પંચમવર્ગના 3૨ અને છઠા વર્ગના ૬૪ છેદનક છે. પાંચમા છઠા વર્ગના છેદનકને જોડવાથી ૯૬ છેદનક થશે. આ ૯૬ છેદનક કરનારી રાશિ છે અથવા એક અંકને સ્થાપિત કરી ઉત્તરોત્તર ૯૬ વાર બમણા-બમણા કરતાં જે રાશિ

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146