Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 122
________________ સૂ-૩૧૦ ૨૫ સંગ્રહનયના મતે ‘વસતિ-વસે છે', શબ્દનો પ્રયોગ ગર્ભગૃહ આદિમાં રહેવાના અર્થમાં ન કરી શકાય. વસતિ-વસવાનો અર્થ છે નિવાસ. નિવાસ રૂપ અર્થ સંતારકપથારીમાં હોય ત્યારે જ ઘટિત થાય છે. સંતાકગત-પથારીમાં શયન કરે ત્યારે જ ચાલવાદિ ક્રિયાથી રહિત હોય છે અને ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. સંગ્રહનય સામાન્યવાદી છે તેથી તેના મતે બધી શય્યા એક જ છે, પછી તે શય્યા ગમે તે સ્થાનમાં હોય. બાજુમૂત્ર નયના મતે સંતારક-શમ્યા પર આરૂઢ થઈ જવાથી ‘વસતિ' શબ્દનો અર્થ ઘટિત ન થાય, આખી પથારીમાં નિવાસ કરી ન શકાય. માટે સંસ્તારકના જેટલા આકાશપ્રદેશ વર્તમાનમાં અવગાહ્યા હોય, વર્તમાનમાં જેટલા આકાશપદેશ ઉપર સ્થિત હોય તેટલા પર જ ‘વસે છે' તેમ કહેવાય. હજુસુત્ર વર્તમાનગ્રાહી છે માટે વર્તમાનમાં પથારીના જેટલા ભાગ ઉપર તે વ્યક્તિ હોય તેટલામાં જ વસે છે તેમ કહેવું જોઈએ. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતના મતે આકાશદ્રવ્ય પર દ્રવ્ય છે. તેમાં રહેવું તે ‘વસતિ' શબ્દનો અર્થ નથી. કોઈપણ દ્રવ્ય પર દ્રવ્યમાં રહી ન શકે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં વસે છે. માટે પ્રત્યેક દ્રવ્ય પોતાના આત્માભાવમાં જ નિવાસ કરે છે. આ રીતે ‘વસતિ’-નિવાસના દૃષ્ટાંતે સાત નયોનું સ્વરૂપ જાણવું. • સૂત્ર-૩૧૦/ક : ધન :- પ્રદેશના ટાંત દ્વારા નયોનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે ? ઉત્તર :નૈગમનયના મતે છ દ્રવ્યોને પ્રદેશ હોય છે. જેમકે (૧) ધમસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કંધનો પ્રદેશ અને (૬) દેશનો પ્રદેશ. આ પ્રમાણે કથન કરdi નૈગમનયને સંગ્રહનય કહે કે - તમે જે આ છ દ્રવ્યના પ્રદેશ છે' તેમ કહ્યું તે ઉચિત નથી. શા માટે? કારણ કે છઠો ભેદ જે દેશનો પ્રદેશ કહો, તે દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય માટે પાંચ પ્રદેશ છે, તેમ કહેવું જોઈએ. તેના માટે કોઈ દષ્ટાંત છે. હા જેમ કે મારા દાસે ગધેડો ખરીધો. દસ મારો છે તેથી તે ગધેડો પણ મારો છે. દેશ દ્રવ્યનો છે માટે દેશનો પ્રદેશ પણ દ્રવ્યનો જ કહેવાય, માટે છ પ્રદેશ છે, તેમ ન કહો પણ પાંચ પ્રદેશ છે તેમ કહેવું જોઈએ. તે આ પ્રમાણે – (૧) ધમસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (3) કારાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કંધનો પ્રદેશ. આ રીતે પાંચ પ્રદેશનું કથન કરતાં સંગ્રહનયને વ્યવહારનય કહે કે - તમે જે કહો છો પાંચ પ્રદેશ છે તે સિદ્ધ નથી. શા માટે ? વ્યવહારનયવાદી કહે કે - જેમ પાંચ ગોઠીયા મિત્રો વચ્ચે ચાંદી, સોનું, ધન, ધાન્ય જેવી કોઈ વસ્તુ સહિયારી હોય છે, તેમ પશે દ્રવ્યોના પ્રદેશ સામાન્ય હોત તો તમારું કથન 4115 ૨૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યુક્તિ સંગત કહેવાય કે પાંચેના પ્રદેશ છે. પરંતુ વસ્તુ સ્થિતિ તેવી નથી. તેથી પાંચના પ્રદેશ છે' તેમ ન કહો પણ એમ કહો કે પ્રદેશ પાંચ પ્રકારના છે. (૧) ધમસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ (૫) સ્કંધનો પ્રદેશ. વ્યવહારનયના આ કાન સામે ઋજુત્ર નય કહે કે તમે જે પાંચ પ્રકારના પ્રદેશ કહો છો, તે પણ ઉચિત નથી. જે પાંચ પ્રકારના પ્રદેસ કહેશો તો, એક એક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તેથી પાંચ દ્રવ્યના પચ્ચીશ પ્રકારના પ્રદેશ થશે, માટે પાંચ પ્રકારના પ્રદેશ છે, તેમ નહીં પરંતુ પ્રદેશ ભજનીય છે તેમ કહેવું જોઈએ. (૧) ચાતુ ધમસ્તિકાયનો પ્રદેશ, () ચાવ અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) ચાતું આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) સ્યાત જીવનો પ્રદેશ, (૫) ચાત્ સ્કંધનો પ્રદેશ. આ પ્રમાણે કહેતાં ઋજુનનયને શબ્દનાયે કહે કે “પ્રદેશ ભજનીય છે? તેમ કહેવું યોગ્ય નથી. પ્રદેશને ભજનીય માનવાથી ધમસ્તિકાયનો પ્રદેશ અધમસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો, જીવાસ્તિકાયનો અને કંધનો પણ પ્રદેશ કહેવાશે. તે જ રીતે ધમસ્તિકાયનો પ્રદેશ ધમસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને સંકધનો પણ પ્રદેશ કહેવાશે. આકાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, જીવાસ્તિકાય અને સ્કંધનો પ્રદેશ કહેવાશે. જીવાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કંધનો પ્રદેશ કહેવાશે. સ્કંધનો પ્રદેશ પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનો પ્રદેશ કહેવાશે. આ રીતે તમામ મતથી પ્રદેશના વીકામાં અનવસ્થા થશે માટે પ્રદેશ ભજનીય છે કેમ નહીં પણ એમ કહેવું જોઈએ કે ધમસ્તિકાયનો પ્રદેશ છે, તે જ પ્રદેશ ધમસ્તિકાયાત્મક છે. અધમસ્તિકાયનો જે પ્રદેશ છે, તે અધમસ્તિકાયાત્મક છે. આકાશાસ્તિકાયનો જે પ્રદેશ છે, તે પ્રદેશ આકાશાસ્તિકાયાત્મક છે. એક જીવનો જે પ્રદેશ છે, તે પ્રદેશ નોજીવ છે, જ રીતે કંધનો જે પ્રદેશ છે, તે જ પ્રદેશ નોસ્કંધાત્મક છે. આ પ્રમાણે કહેતા શબ્દનયને સમભિરૂઢનય કહે કે તમે જે કહો છો કે ધમસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયાત્મક (ધમસ્તિકાય રૂપ છે). ચાવત્ સ્કંધનો પ્રદેશ નોસ્કંધાત્મક છે, તમારું આ કથન યુક્તિ સંગત નથી. ‘ને ’ = ધમપદેશમાં તપુરુષ અને કર્મધારય આ બે સમાસ થાય છે. અહીં સંદેહ થાય છે કે આ બે સમાસમાંથી તમે કયા સમાસથી “ધર્મોપદેશ'

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146