Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 125
________________ સૂ-૩૧૧ નામગોત્ર શંખ કહેવામાં આવે છે. • સૂત્ર-૩૧૧/૬ - પ્રથન - હે ભગવન ! એક ભાવિક શંખ ‘એક ભવિક’ રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર : * એક ભવિક જીવ એક ભવિક રૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ પર્યત રહે છે. - વિવેચન-૩૧૧/૬ : આ સૂત્રમાં એક ભવિક દ્રવ્યશંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની કહી છે. પૃથ્વી આદિ ભવમાં અંતર્મુહૂર્ત રહી, મૃત્યુ પામી શંખરૂપે ઉત્પણ થાય ત્યારે તે જીવ અંતર્મુહૂર્ત સુધી એકબવિક દ્રવ્યશંખ કહેવાય છે. કોઈપણ ગતિમાં જીવનું ઓછામાં ઓછું અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય જ માટે એકભવિકની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત કહી છે. ક્રોડપૂર્વના આયુષ્યવાળા મસ્યાદિ મરીને શંખપણે ઉત્પન્ન થવાના હોય, તે અપેક્ષાએ એક ભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ કહી છે. ક્રોડપૂર્વથી વધુ આયુષ્ય હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેવા જીવ નિશ્ચયથી દેવરૂપે ઉત્પન્ન થાય. ક્રોડપૂર્વથી વધુ આયુષ્યવાળા શંખાદિ રૂપે ઉત્પન્ન થતા નથી. તેથી એકભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કોડપૂર્વની છે. • સુત્ર-૩૧૧/ક : બહદ્ધાયુક જીવ ભદ્રાયુકરૂપે કેટલો કાળ રહે છે ? જઘન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડપૂર્વના ત્રીજા ભાગ સુધી બદ્ધાયુક રૂપે રહે છે. • વિવેચન-૩૧૧/: કોઈ જીવ વર્તમાન આયુષ્ય ભોગવતાં ભોગવતાં પરભવનું આયુષ્ય બાંધી લે ત્યારથી તે બદ્ધાયુક કહેવાય છે. બદ્ધાયુક દ્રવ્યશંખના વિચારમાં (૧) કોઈ જીવ વર્તમાન ભવનું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી હોય અને શંખાયુગનો બંધ કરે તો તે અપેક્ષાઓ બદ્ધાયક દ્રવ્યસંખની જઘન્ય સ્થિતિ અંતર્મુહર્ત જાણવી. (૨) કોઈ જીવનું વર્તમાન યુગ પૂર્વકોડનું હોય અને તેનો ત્રીજો ભાગ શેપ હોય ત્યારે . શંખાયુગનો બંધ કરે તો તે અપેક્ષાએ બદ્ધાયુક દ્રવ્યશંખની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોડના ત્રીજા ભાગ જેટલી જાણવી. • સૂત્ર-૩૧૧/૮ - ધન :- ભતે અભિમુખ નામનોત્ર દ્રવ્યશંખ, અભિમુખ નામનોત્ર દ્રવ્યસંખરૂપે કેટલો કાળ રહે છે ? ઉત્તર :- તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત કાળ સુધી અભિમુખનામ ગોત્રરૂપે રહે છે. વિવેચન-૩૧/૮ - જે જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પછી બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવાના હોય તે જીવ અભિમુખ કહેવાય છે. અંતમુહર્તથી વધારે સમય પછી જે જીવ બેઈન્દ્રિય શંખ થવાનો હોય તો તે અભિમુખ ન કહેવાય. તે જીવ ૨૩૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બદ્ધાયુક અથવા એક ભવિક કહેવાય છે. (૧) આ વર્તમાન ભવ પછી જે શંખ થવાનો છે તે એક ભવિક (૨) જે જીવે શંખનું આયુષ્ય બાંધી લીધું છે તે બદ્ધાયુક (૩) જેણે બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ સાંતમુહૂર્ત બાકી છે તે ‘અભિમુખ’ કહેવાય છે. • સૂત્ર-૩૧૧/૯ - ધન :- કયો નય કયા શંખને માન્ય કરે છે ? ઉત્તર :નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એક ભવિક, બહામુક અને અભિમુખ નામગમ આ ત્રણે પ્રકારના દ્રવ્યofખને સંબરૂપે સ્વીકારે છે. ઋજુસૂઝનય ભદ્રાયુક અને અભિમુખ નામનોત્ર આ બે પ્રકારના શંખનો સ્વીકાર કરે છે, મણે શબ્દનય મx અભિમુખનામગોત્ર શંખને જ શંખરૂપે માને છે. આ જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ છે. • વિવેચન-૩૧૧/૯ : સાત નયમાંથી સ્થલ દષ્ટિવાળા પ્રથમના ત્રણ નય એકમવિક, બદ્ધાયુક અને અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના શંખને શંખરૂપે માન્ય કરે છે. ભવિષ્યમાં થનાર કાર્યનો કારણમાં ઉપચાર કરી વર્તમાનમાં તેને કાર્યરૂપ સ્વીકારે છે. જેમ ભવિષ્યમાં રાજા બનનાર રાજકુમારને રાજા કહેવામાં આવે છે તેમ એકભવિક, બદ્ધાયુક, અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખ વર્તમાને ભાવશંખ નથી પરંતુ ભવિષ્યમાં ભાવશંખ બનવાના છે. તેથી આ ત્રણે નયો તેને શંખરૂપે સ્વીકારે છે. • સૂત્ર-૩૧૧/૧૦ : પ્રશ્ન :- ઔપભ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉપમા આપી કોઈપણ વસ્તુનો નિર્ણય કરવામાં આવે તો તેને ઔપભ્ય સંખ્યા કહે છે. તેના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) સત્ વસ્તુને સર્વ વસ્તુની ઉપમા આપવી. (૨) સત વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી. (૩) અસત્ વસ્તુને સતુ વસ્તુની ઉપમા આપવી. (૪) અસત્ વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી. વિવેચન-૩૧૧/૧o : આ સૂત્રમાં ‘સંખ' પ્રમાણના આઠ ભેદમાંથી ચોથા ભેદ ‘ઉપમાસંખ્યા'નું વર્ણન છે. અહીં ઉપમાના સતુ અસની ચોભંગી દ્વારા ચાર પ્રકાર બતાવ્યા છે. ચાર ભંગ મૂલપાઠ અને ભાવાર્થથી જ સ્પષ્ટ છે. તેનું સ્પષ્ટીકરણ સૂત્રકાર સ્વયં કરશે. • સૂગ-૩૧૧/૧૧, ૩૧૨ : સદ્ વસ્તુને સદ્ વસ્તુથી ઉપમિત કરાય છે તે આ પ્રમાણે - સદરૂપ અરિહંત ભગવાનના પ્રશસ્ત વક્ષસ્થલને સરૂપ શ્રેષ્ઠ નગરના સત્ કપાટ (દરવાજા)ની ઉપમા આપવી. સવ ચોવીસ તીકરો ઉત્તમ નગરના દરવાજ સમાન વક્ષ:સ્થલવાળા, અગતા સમાન ભુજાવાળા, દેવદુંદુભિ તથા મેઘના અવાજ જેવા સ્વરવાળા અને

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146