Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 137
________________ સૂત્ર-૩૨૯ પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમથી (૨) નોઆગમથી. ૨૫૫ પા - આગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેણે ‘આય’ પદના અર્થને શીખી લીધા છે, સ્થિર, મિત વગેરે કર્યા છે યાવત્ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યરૂપ છે યાવત્ જેટલા ઉપયોગ રહિત આત્મા તેટલા આગમ દ્રવ્ય આય જાણવા. યાવત્ આ આગમથી દ્રવ્ય આયનું વર્ણન છે. પ્રશ્ન - નોઆગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - નોઆગમત દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નાયક શરીર દ્રવ્ય આય, (૨) ભવ્યશરીર દ્રવ્ય આય, (૩) જ્ઞયક શરીર-ભવ્ય શરીર વ્યતિષ્ઠિત દ્રવ્ય આય પ્રા :- ગાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આય’ પદના અર્થ-અધિકારના જ્ઞાતા, પગત, ચુત, ચ્યાવિત, ત્યક્ત દેહ વગેરે વક્તવ્યતા દ્રવ્ય અધ્યયનની જેવી જ છે. આ જ્ઞાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે. પ્રશ્ન :- ભવ્યશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જે જીવ સમય પૂર્ણ થતાં યોનિનો ત્યાગ કરી જન્મને પ્રાપ્ત વગેરે વર્ણન ભવ્યશરીર દ્રવ્યઅધ્યયનના વર્ણનની સમાન જાણવું. આ ભવ્યશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે. જેમકે (૧) લૌકિક, (૨) કુપાવાયનિક (૩) લોકોત્તર. [ #* તદ્બતિક્તિ લૌકિક દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃલૌકિક દ્રવ્ય આયના ત્રણ પ્રકાર કહ્યા છે. સચિત, અર્ચિત્ત અને મિશ્ર. પ્રશ્ન :- સચિત્ત લૌકિક આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સચિત લૌકિક આયના ત્રણ પ્રકાર છે. જેમકે (૧) દ્વિપદ આય, (૨) ચતુષ્પદ આય, (૩) પદ આય. દાસ-દાસીઓની પ્રાપ્તિને દ્વિપદ આય, અશ્વ, હાથીની પ્રાપ્તિને ચતુષ્પદ આય અને આંબા-આંબલીના વૃક્ષ આદિની પ્રાપ્તિને પદ આય કહે છે. પ્રı :- ચિત્ત આયનું સ્વરૂપ કેવું છે ? સોના, ચાંદી, મણિ-મોતી, શંખ, શિલ, પ્રવાલ, ક્તરત્ન વગેરે સારવાન દ્રવ્યની પ્રાપ્તિ ચિત આય છે. મિશ્ર આયનું સ્વરૂપ કેવું છે ? અલંકાર તથા વાધોથી વિભૂષિત દાસ, દાસીઓ, ઘોડા, હાથીઓ વગેરેની પ્રાપ્તિને મિશ્ર આય કહે છે. Rot :- કુપાવાસનિક આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કુપાવાયનિક આયના પણ ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેનું વર્ણન લૌકિક આયના ત્રણ ભેદ પ્રમાણે જ જાણવું. આ કુપાવાસનિક આય છે. પ્રશ્ન ઃ લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે? લોકોત્તકિ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે સચિત, ચિત્ત અને મિશ્ર પ્રશ્ન :- સચિત લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે? શિષ્ય, શિષ્યાની = ૨૫૬ “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રાપ્તિ લોકોત્તકિ આય કહેવાય છે. આ સચિત્ત આયનું સ્વરૂપ છે. પ્રશ્ન :- અચિત લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પાત્ર, વસ્તુ, કંબલ, પાદપોચ્છન વગેરેની પ્રાપ્તિ તે અતિ આય છે. પ્રશ્ન :- મિશ્ર લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ભંડોપકરણ સહિત શિષ્ય-શિષ્યાઓના લાભને મિશ્ર લોકોતરિક આય કહે છે. આ મિશ્ર આયનું સ્વરૂપ છે, આ રીતે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત આય, નૌઆગમતઃ આય અને દ્રવ્ય આયનું વર્ણન પૂર્ણ થાય છે. • વિવેચન-૩૨૯/૨ : ઓઘનિષ્પન્ન નિક્ષેપનો ત્રીજો પ્રકાર આય છે આ સૂત્રોમાં તેનો વિચાર નામ, સ્થાપના અને દ્રવ્યથી કરવામાં આવ્યો છે. નામ, સ્થાપના, દ્રવ્ય આયમાં જ્ઞાયકશરીરભવ્યશરીર સુધીનું સ્વરૂપ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. ઉભયવ્યતિક્તિ નોઆગમથી દ્રવ્ય આયના લૌકિક, કુપાવયનિક અને લોકોત્તર એવા ત્રણ ભેદ કર્યા છે. પુનઃ તે ત્રણેયના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ ભેદ કર્યા છે. • સૂત્ર-૩૨૯/૩ : પ્રગ્ન :- ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ભાવ આયના બે પ્રકાર -- છે, તે આ પ્રમાણે છે (૧) આગમથી (૨) નોઆગમથી. પન :- આગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- “આય' પદના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવ આય કહેવાય છે. - પ્રશ્ન :- નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પ્રશસ્ત અને અપશસ્ત. પ્રા ઃ- પ્રશસ્ત નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃઅપશસ્ત નોઆગમથી ભાવ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાન આય, (૨) દર્શન આય, (૩) ચાસ્ત્રિ આય. પ્રશ્ન :- પ્રશસ્ત નોઆગમથી ભાવયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ અપશસ્ત નોઆગમથી ભાવયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ક્રોધ આય, (૨) માન આય, (૩) માયા આય (૪) લોભ આય. આ અપશસ્તનું ભાવ આય સ્વરૂપ છે. • વિવેચન-૩૨૯/૩ : જ્ઞાન, દર્શન, ચાત્રિની પ્રાપ્તિ મોક્ષનું કારણ બને છે, તે આત્મિક ગુણરૂપ હોવાથી પ્રશસ્ત આય કહેવાય છે અને ક્રોધાદિની પ્રાપ્તિ સંસારનું કારણ છે તથા આત્માની વૈભાવિક પરિણતિ છે માટે તે અપ્રશસ્ત આય કહેવાય છે. • સૂત્ર-૩૨૯/૪ : પન્ત :- ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષપણા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે – (૧) નામ પણા, (૨) સ્થાપના ક્ષપણા, (૩) દ્રવ્ય ક્ષપણા,

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146