Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 124
________________ સૂ-૩૧૧ ૨૨૯ દ્રવ્ય સંખ્યા, બે અનુપયુકત આત્મા હોય તો બે આગમત: દ્રવ્ય સંખ્યા અને ત્રણ અનુપયુક્ત આત્મા હોય તો ત્રણ આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. નૈગમનયની દૃષ્ટિએ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુકત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે. સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યા પે ન સ્વીકારતા, સતિ એક જ આગમત દ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે. Bત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આlમાં, એક આગમત દ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી. ગણે શબ્દનય અનુપયુક્ત જ્ઞાચકને અવસુ-અસતુ માને છે. જે જ્ઞાયક છે, તે અનપયુકત-ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુકત છે, તે જ્ઞાયક હોઈ શકે નહીં. તેથી આગમદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું.. નોઆગમત દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમકે - (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા, (૩) જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકd દ્રવ્ય સંખ્યા પ્રથન :- જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ‘સંખ્યા’ પદના જ્ઞાતાનું શરીર કે જે વ્યપગત-ચૈતન્ય રહિત થઈ ગયું છે. ટ્યુત, સાવિત ત્યકતદેહ યાવત જીવરહિત શરીર જોઈને કોઈ કહે કે અહો ! આ શરીરરૂપ પુગલ સમુદાયે ‘સંખ્યાપદ' ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું. વાચ્યું હતું યાવતું ઉપદર્શિત કર્યું હતું, સમજાવ્યું હતું. સંખ્યાપદના જ્ઞાતાનું આ નિવ શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે. પ્રશ્ન :- તેનું કોઈ દૃષ્ટાંત છે ? ઉત્તર * હા, ઘડામાં ઘી ભરતા હોય તે ઘડામાંથી બી કાઢી લીધા પછી પણ (ભૂતકાળની અપેક્ષાએ) ‘આ ઘીનો ઘડો છે' તેમ કહેવાય છે. તે જ રીતે સંખ્યાપદને જાણનાર વ્યક્તિનું મૃતક શરીર હોય તે જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે. • વિવેચન-૩૧૧/૩ : જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય સંખ્યામાં આત્માનો શરીરમાં આરોપ કરી જીવના વ્યક્ત શરીરને નોઆગમ દ્રવ્ય કહેલ છે. મૃતક શરીરમાં જ્ઞાન નથી. માટે નોઆગમતઃ કહેલ છે અને ભૂત પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે. આયુષ્ય કર્મ ભોગવાય જવાથી સહજ રીતે આયુષ્ય પૂર્ણ થતાં જીવરહિત જે શરીર હોય તે ચુત કહેવાય છે. વિષ વગેરે પ્રયોગથી આયુષ્ય તુટતાં જે નિર્જીવ શરીર હોય તે સ્ત્રાવિત શરીર કહેવાય છે અને સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાથી ૨૩૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ત્યાગવામાં આવતું શરીર ચતદેહ, ત્યક્ત શરીર કહેવાય છે. આ ત્રણ વિશેષણ કહેવાનો આશય એ છે કે આમાંથી કોઈપણ પ્રકારે મરણ પામેલા વ્યક્તિનું શરીર હોય. તેને નોઆગમતઃ જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહે છે. • સૂત્ર-૩૧૧/૪ : પન - ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જન્મ સમયે જે જીવ યોનિમાંથી બહાર આવ્યો છે અથતિ જે બાળકનો જન્મ થયો છે, તે ભવિષ્યમાં આ શરીરપિંડ દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર સંખ્યા પદને ભણશે, વર્તમાનમાં ભણતો નથી. ભવિષ્યમાં ભણનાર તેવા બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે. પ્રશ્ન :- તેનું કોઈ ટાંત છે ? ઉત્તર :- હા, ઘી ભરવા માટે ઘડો લાવવામાં આવ્યો હોય, હજુ તેમાં થી ભર્યું ન હોય છતાં પણ તે ઘડા માટે ‘ઘીનો ઘડો' તેવો શબ્દપ્રયોગ થાય છે. તેમ આ બાળકે હજુ સંખ્યાપદનું જ્ઞાન મેળવ્યું નથી પણ શરીર દ્વારા ભવિષ્યમાં સંખ્યા પદને જાણશે, માટે બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે. • વિવેચન-૩૧૧/૪ - અહીં જ્ઞાયક શરીરમાં ભૂતકાલના કારણે નોઆગમત દ્રવ્ય સંખ્યા અને ભવ્યા શરીરમાં ભવિષ્યકાલના કારણે નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા કહેલ છે. જ્ઞાયક શરીરમાં મૃત શરીરનું કથન અને ભવ્ય શરીરમાં નવજાત બાળકનું કથન છે. • સૂત્ર-૩૧૧/૫ - પ્રશન - જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાયક શરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે - (૧) એકભાવિક, (૨) ભદ્રાયુષ્ક (3) અભિમુખ નામ ગોw. • વિવેચન-૩૧૧/૫ - આ સૂત્રમાં “સંખ’ શબ્દથી બેઈન્દ્રિય જીવવાળા શંખને ગ્રહણ કર્યો છે. ‘સંg' શબ્દની સંસ્કૃત છાયા સંખ્યા અને શંખ બંને થાય છે. dવ્યતિરિક્ત નોઆગમતા દ્રવ્ય સંખ્યામાં ત્રણ પ્રકારના શંખનું ગ્રહણ કર્યું છે – (૧) એકબવિક, (૨) બદ્ધયુક, (3) અભિમુખ નામગોગ. (૧) એકભવિક-જે જીવ વર્તમાનભવનું આયુષ્ય પૂર્ણ કરી શંખ રૂપે ઉત્પન્ન થવાના જ છે, તે એક ભવિક કહેવાય છે, (૨) બદ્ધાયુક-જે જીવ વર્તમાન ભવ પછી ‘શંખ' રૂપે ઉત્પન્ન થવાના છે અને શંખ પર્યાય યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે, તે બદ્ધાયુક કહેવાય છે, (3) અભિમુખ નામગોત્ર - જે જીવ નિકટના ભવિષ્યમાં શંખપે ઉત્પન્ન થવાના છે. વર્તમાન ભવના આયુષ્યનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત જેટલો સમય જ બાકી છે. એક સમય કે અંતર્મુહર્ત પછી તે જીવને શંખાયુષ્ય, બેઈન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ ઉદયાભિમુખ થશે, તેવા જીવને અભિમુખ

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146