Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 119
________________ સૂત્ર-૩૦૯ (૧) ચતુદર્શનીનું ચતુદર્શન ઘટ, પટ, કટ, રથ વગેરે પદાર્થમાં હોય છે. (૨) અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન આત્મભાવમાં હોય છે અર્થાત્ ઘટાદિ પદાર્થ સાથે સંશ્લેષ થવા પર થાય છે. (૩) અવધિદર્શનીનું અવધિદર્શન સર્વ રૂપી દ્રવ્યોમાં હોય છે પણ તેની સર્વ પર્યાયમાં નથી. (૪) કેવળદર્શનીનું કેવળદર્શન સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયમાં હોય છે. આ દર્શન ગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થાય છે. • વિવેચન-૩૦૯/૫ ઃ ૨૧૯ પ્રત્યેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક હોય છે. સર્વ દ્રવ્યમાં સમાન રૂપે જે ગુણ રહે તે સામાન્ય કહેવાય છે અને અસાધારણ ગુણને વિશેષ કહેવામાં આવે છે. દ્રવ્યગત સામાન્યનો બોધ દર્શન ગુણ દ્વારા થાય છે અને દ્રવ્યગત વિશેષનો બોધ જ્ઞાનગુણ દ્વારા થાય છે. જીવના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું વિશેષરૂપે નામ, સંજ્ઞાદિ વિકલ્પપૂર્વક ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું નામ, સંજ્ઞાદિ વિકલ્પ વિના, સત્તામાત્રનું ગ્રહણ થાય તે દર્શન કહેવાય છે. આંખથી પદાર્થને જોઈ, આ કાંઈક છે, તેવો બોધ તે દર્શન છે અને આ શુક્લ છે, આ કૃષ્ણ છે, તેવો બોધ થાય તેને જ્ઞાન કહે છે. ૧. ચક્ષુદર્શન :- આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન કહેવાય છે. ભાવચક્ષુરિન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમ અને ચક્ષુરૂપ દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુદર્શન લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેવા ચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન જીવોને ચક્ષુના આલંબનથી મૂર્ત દ્રવ્યોનો વિકલ્પ વિના એકદેશથી સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુદર્શન કહે છે. ૨. અચક્ષુદર્શન :- આંખ સિવાયની શેષ ચાર ઈન્દ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે અયક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શન થવા માટે ભાવ અચક્ષુરિન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપસમ અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી પ્રાપ્ત અયક્ષુદર્શન લબ્ધિની આવશ્યકતા રહે છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ પામ્યા વિના, દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે પરંતુ શેષ ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ કે ગાઢ સ્પર્શ થાય ત્યારે જ વિષયને ગ્રહણ કરે છે. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને પદાર્થને વિકલરૂપે-આંશિકરૂપે ગ્રહણ કરે છે. ૩. અવધિદર્શન :- અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી ઈન્દ્રિયની સહાયતા વિના સમસ્ત રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય તેને અવધિદર્શન કહે છે. અવધિદર્શન લબ્ધિવાળો જીવ પરમાણુથી લઈ અચિત્ત મહાકંધ પર્યંતના સર્વ રૂપી દ્રવ્યને સામાન્ય રૂપે જોઈ શકે છે. તેનો વિષય સર્વ રૂપી દ્રવ્ય હોવા છતાં તે પ્રત્યેક પદાર્થની સર્વપર્યાયને ગ્રહણ કરી શકતો નથી. ૪. કેવળદર્શન :- સમસ્ત રૂપી-અરૂપી પદાર્થને સામાન્ય રૂપે જાણનાર પરિપૂર્ણ દર્શનને કેવળદર્શન કહે છે. કેવળદર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રાપ્ત કેવળદર્શન “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન લબ્ધિ દ્વારા જીવ રૂપી-અરૂપી સમસ્ત દ્રવ્યને તેની સર્વ પર્યાય સાથે સામાન્ય રૂપે ગ્રહણ કરે છે. ૨૨૦ • સૂત્ર-૩૦૯/૬ yoot : -- ચારિત્રગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જીવના ચાસ્ત્રિગુણના જ્ઞાનને યાત્રિગુણ પ્રમાણ કહે છે, તેના પાંચ પ્રકાર છે – (૧) સામાયિક ચાસ્ત્રિ (૨) છેદોપસ્થાપનીય ચાસ્ત્રિ (૩) પરિહારવિશુદ્ધ સાત્રિ (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર (૫) યથાખ્યાત ચાસ્ત્રિ (૧) સામાયિક રાત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ઈત્વકિ અને યાવત્કથિત. (ર) છેદોપસ્થાપનીય ચાસ્ત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – સાતિચાર અને નિરતિચાર. (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. (૪) સૂક્ષ્મસંપરાય ચાસ્ત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – સંક્વિશ્યમાન અને વિશુદ્ધયમાન. (૫) યથાખ્યાત ચાસ્ત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે - પ્રતિપાતિ અને પતિપાતિ અથવા છાાસ્થિક અને કેવલિક. ચારિત્રગુણ પ્રમાણનું આવું સ્વરૂપ છે. • વિવેચન-૩૦૯/૬ : ચાસ્ત્રિ :- ચાત્રિ એ જીવનો સ્વભાવ, ધર્મ, ગુણ છે. સ્વરૂપમાં રમણ કરવું, સ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે ચાસ્ત્રિ કહેવાય છે. તે સર્વસાવધવિરતિ રૂપ છે. સંસારના કારણભૂત બાહ્ય અને આંતરિક ક્રિયાઓથી નિવૃત્ત થવારૂપ ચાસ્ત્રિ એક જ છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપસમ કે ઉપશમથી પ્રાપ્ત વિશુદ્ધિની અપેક્ષાએ પણ ચાસ્ત્રિ એક જ છે પરંતુ વિભિન્ન દૃષ્ટિકોણથી ચાસ્ત્રિના ભેદ કરવામાં આવે છે. ૧. સામાયિક ચારિત્ર :- સર્વ સાવધ કાર્યોથી, સર્વ પાપકારી કાર્યથી નિવૃત્ત થવા રૂપ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓનું ચાસ્ત્રિ તે સામાયિક ચાત્રિ. સામાયિક ચાત્રિના ભેદ :- સામાયિક ચાસ્ત્રિના ઈવરિક અને યાવત્કથિક એવા બે ભેદ છે. (૧) ઈવરિક એટલે અલ્પકાલિક. ભરત અને ઐવત ક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પ્રથમ સામાયિક ચાસ્ત્રિ આપવામાં આવે અને પછી મહાવ્રત આરોપણ કરવામાં આવે, જે વડીદીક્ષાના નામે પ્રસિદ્ધ છે. મહાવ્રતમાં સ્થાપિત ન કર્યા હોય તેવા નવદીક્ષિત-શૈક્ષ સાધુનું સામાયિક ચાસ્ત્રિ ઈત્વસ્કિ સામાયિક છે અથવા બે ઘડીની કે ચાર ઘડીની શ્રાવકની નિયતકાલની સામાયિક ઈવરિક સામાયિક ચાત્રિ છે. (૨) ચાવટ્કથિક :- યાવત્કથિત સામાયિક એટલે જીવનભર, ચાવજીવનનું ગ્રહણ કરાતું ચાસ્ત્રિ. ભરત-ઐવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરોના સાધુઓને મહાવત આરોપણાની બીજી વાર દીક્ષા અપાતી નથી. તેઓને ચાવજીવનનું સામાયિક ચાસ્ત્રિ જ હોય છે. તે યાવત્કથિત

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146