Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 115
________________ સૂ-૩૦૧ ૨૧૧ છે. સાઘનથી સાધ્યનું જે જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ કહેવાય છે. સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ રાખનાર હેતુને સાધન કહેવામાં આવે છે. દા.ત. ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. અવિનાભાવ સંબંધ એટલે આના વિના આ ન જ હોય-અગ્નિ વિના ધૂમાડો ન જ હોય, વાદળ વિના વરસાદ ન જ હોય તો અગ્નિ અને ધૂમાડા વચ્ચે, વરસાદ અને વાદળ વચ્ચે અવિનાભાવ સંબંધ કહેવાય. • સૂત્ર-3૦૨ : પ્રશ્ન :- પૂર્વવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂર્વે જોયેલ લrણના આધારે પદાર્થ-વસ્તુનો નિશ્ચય કરાય, તેનું જ્ઞાન થાય તેને પૂર્વવત્ અનુમાન કહે છે. જેમકે બાલ્યકાળમાં ખોવાઈ ગયેલ અથવા પરદેશ ગયેલ, યુવાન બની પાછા આવતા પુત્રને જોઈને માતા પૂર્વનિશ્ચિત કોઈ ચિહથી ઓળખી હે કે “મારો પણ છે. શરીર પર શઆદિ લાગવાથી પડેલા ઘા, વ્રણપ્રાણીઓના કરડવાથી થયેલા ઘા, લાબુ વગેરે લાંછન અથવા ડામ વગેરેના ચિલ, મસા-dલ વગેરે દ્વારા અનુમાન કરવામાં આવે તે પૂવવ અનુમાન છે. • વિવેચન-30ર : પૂર્વજ્ઞાત કોઈ લિંગ કે ચિલ દ્વારા પૂર્વ પરિચિત વસ્તુનું જ્ઞાન થાય તો તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે થશે. આ મારો પુત્ર છે કારણ કે તેના શરીર પર અમુક ચિહ્ન છે અથવા ક્ષતાદિ વિશિષ્ટ લિંગવાળો છે. બાળપણથી જે પુત્ર માતાથી વિખૂટો પડી ગયો હોય, તેવા પુત્રને વરસો પછી જૂએ, માતા તેના યુવાન શરીરને જોતાં ઓળખી ન શકે પરંતુ પૂર્વે પુગના શરીર પર વિશિષ્ટ ચિહ્ન પોતે જોયેલ છે, તેનું સ્મરણ થતાં, તે ચિલ પ્રત્યક્ષ થતાં, આ મારો પુત્ર છે તેવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય તે પૂર્વવત્ અનુમાન. • સૂત્ર-૩૦૩ થી ૩૦૫/૧ - પ્રશ્ન :- શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શેષવત અનુમાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કાર્યશી, () કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી, (૫) આશ્રયથી. ધન :- કાલિંગ જન્ય શેવત અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :કાર્ય જોઈ કારણનું જ્ઞાન થાય તેને કાર્યલિંગજન્ય શેવત અનુમાન કહે છે. દા.ત. શંખનો ધ્વનિ સાંભળી શંખનું જ્ઞાન, ભેરીનો શબ્દ સાંભળી ભેરીનું જ્ઞાન, ભાંભરવાના અવાજ પરથી બળદનું, કેકારવ સાંભળી મયુરનું, હણહણાટ સાંભળી ઘોડાનું, ચિંઘાડવાનો અવાજ સાંભળી હાથીનું, રઝણાટ સાંભળી રથનું જ્ઞાન થાય તે શેષવ4 અનુમાન કહેવાય છે. અહીં શંખ-બળદ વગેરે. પ્રત્યક્ષ નથી, તેમાંથી જે જે અવાજ ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. શંખ વગેરે કારણ છે અને તેના શબ્દ વગેરે કાર્ય છે. કાર્ય પ્રત્યક્ષ છે તેના ઉપરથી કારણનું અનુમાન કરવું, જેમકે આ પર્વતમાં ‘કેકારવ' સંભળાય છે માટે ત્યાં ૨૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન મોરનો વાસ છે. આ પર્વતમાં મોરના વાસનું જ્ઞાન થયું તે કાર્યલિંગ જન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. પ્રથન • કારણ લિંગ જન્ય શૈષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર કારણની પ્રત્યક્ષથી કાર્યનું જ્ઞાન થવું તે કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમકે તંતુઓ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી, તૃણ ચટાઈનું કારણ છે કારણ કે વિશિષ્ટ પ્રકારના ડ્રણમાંથી જ ચટાઈ બનાવવામાં આવે છે પણ ચટાઈ તૃણનું કારણ નથી. માટીનો પિંડ ઘડાનું કારણ છે પણ ઘડો માટીનું કારણ નથી. રેસમી તંતુઓના સમૂહ સાથે કાર્ય કરતાં વણકરને જઈ રેશમી વસ્ત્રનું જ્ઞાન થાય તેને કારણલિંગ જન્ય શૈષવત અનુમાન કહેવાય છે. પ્રથમ :- ગુણલિંગ જન્ય શેવત અનુમાનનું સ્વરૂપ શું છે? ઉત્તર :ગુણના પ્રત્યક્ષથી, પરોક્ષ એવા ગુણીનું જ્ઞાન થાય તે ગુણલિંગ જન્ય શેખવત અનુમાન કહેવાય છે. જેમકે નિકષ-કસોટીથી સુવર્ણનું, ગંધથી પુu, રસથી મીઠાનું, આસ્વાદ ચાખવાથી મદિરાનું અને સ્પર્શથી વાનું અનુમાન થાય તે ગુણ નિષ્પક્ષ રોપવત અનુમાન છે. પ્રથમ + અવયવરૂપ લિંગ નિષ્પન્ન શેષવત અનુમાન શું છે ? ઉત્તર :અવયની પ્રત્યક્ષ ન હોય પરંતુ અવયવની પ્રત્યક્ષથી, અવયવ-અવયવીના સંબંધનું મરણ કરી, અવયવના આધારે અવયવીનું જ્ઞાન થાય તે અવયવ નિux શેષવત અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમકે - શીંગડાથી ભેંસન, શિખાકલગીથી કુકડાનું, દાંતણી હાથીનું, દઢાથી વરાહનું, પિછાણી મોરનું, ખરીથી . ઘોડાનું, નહોથી વાઘનું, વાળના ગુચ્છાથી ચમરી ગાયનું, દ્વિપદથી મનુષ્યનું, ચતુપદથી ગાયનું, બહુપદથી ગોમિકાદિનું, કેસરાલથી સિંહનું, કકુદ-ખૂધથી બળદનું, ચૂડીવાળા હાથથી મહિલાનું. શસ્ત્ર સજજ પોશાકથી યોદ્ધાનું પહેરવેશથી સ્ત્રીનું એક દાણાના ચડી જવાથી દ્રોણપાકનું અને એક ગાથાથી કવિનું જ્ઞાન થાય તે અવયવલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. પ્રશન :- આશ્રયલિંગ જન્ય શેષવ4 અનુમાનનું સ્વરૂપ કેવું છે આશ્રયી પરોક્ષ હોય પણ તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ થવાથી આશ્રયીનું જ્ઞાન થાય, તે આશ્રય નિux શેષવત અનુમાન કહેવાય છે. જેમકે અનિના આશ્રયે ધૂમાડો હોય છે. ધુમાડાથી અનિનું જ્ઞાન થાય. પર્વત પર ધૂમાડો જોઈ અપ્રત્યક્ષ એવા અનિનું જ્ઞાન થાય તે આશ્રય લિંગ જન્ય શેખવવું અનુમાન કહેવાય. તે જ રીતે બગલાની પંક્તિથી પામીનું, મેઘવિકારથી વરસાદનું શીલસદાચારથી કુળપુત્રનું શરીર ચેષ્ટાઓ, ભાષણ, ને-મુખ વિકારથી આંતરિક મનોભાવનું જ્ઞાન થવું. આ આશ્રયજન્ય શેષવતુ અનુમાનનું સ્વરૂપ જાણવું.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146