________________
સૂત્ર-૨૪૯
૧૪૬
• વિવેચન-૨૪૯/૩ :
જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ- વિશેષ્યનો સંબંધ હોય તે કર્મધારય સમાસ કહેવાય છે. સમાન અધિકરણવાળો તપુરુષ સમાસ જ કર્મધારય સમાસ કહેવાય છે. સૂત્રમાં ઉદાહરણ આપ્યા છે તે વિશેષણ-વિશેષ્યરૂપે છે. ધવલ-સફેદ એ બળદનું વિશેષણ છે અને વૃષભ એ વિશેષ્ય છે. ઉપમા અપાય ત્યારે ઉપમાનઉપમેયમાં કર્મધારય સમાસ થાય જેમકે ધન (વાદળો) જેવા શ્યામ (કાળા) તે ઘનશ્યામ.
• સૂત્ર-૨૪૯/૪ -
પ્રશ્ન :- દ્વિગુ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્વિગુ સમાસાના ઉદાહરણ છે - ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ શિકટક, ત્રણ મધુર વસ્તુઓનો સમૂહ શિમધુર, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ, ત્રણ પુર-નગરોનો સમૂહ તે દિપુરત્રણ સ્વરનો સમૂહ મિસ્વર, ત્રણ પુષ્ક+સ્કમળોનો સમૂહ તે ત્રિપુકર, ત્રણ બિંદુઓનો સમૂહ તે વિભિન્દુ, ત્રણ પથરસ્તાઓનો સમૂહ તે ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ તે પંચનદ, સાત ગજ-હાથીઓનો સમૂહ સતગજ, નવ ઘોડાઓનો સમૂહ તે નવતુરંગ, દસ ગામોનો સમૂહ તે દસ ગામ, દસ પુરોનો સમૂહ તે દસપુર. આ દ્વિગુણમાસ છે.
- વિવેચન-૨૪૯૪ -
જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને જેના દ્વારા સમાહાર-સમૂહનો બોધ થાય તે દ્વિગુ સમાસ કહેવાય છે. આમાં બીજુપદ પ્રધાન હોય છે. તેનાથી જણાય છે કે આટલી વસ્તુઓનો સમાહાર (સમૂહ) થયો છે. સૂત્રોક્ત ઉદાહરણ સ્પષ્ટ છે. દ્વિગુ સમાસમાં નપુંસક લિંગ અને એકવચનનો જ પ્રયોગ થાય છે.
• સૂત્ર-૨૪૯/૫ :
પ્રસ્ત • તપુરુષ સમાસનું સ્વરૂપ કેવું છે? ઉત્તર + તપુરુષ સમાસના ઉદાહરણ છે - તીર્થમાં કાગ તે તીકણ, વનમાં હસ્તી-વનહdી, વનમાં વરાહ વનવરાહ, વનમાં મહિષ-વનમહિષ, વનમાં મસૂવનમચૂર
• વિવેચન-૨૪૯/૫ -
તપુરુષ સમાસમાં અંતિમપદ પ્રધાન હોય છે અને પ્રથમ પદ પ્રથમા વિભક્તિ સિવાય અન્ય દ્વિતીયાણી સપ્તમી પર્વતની છ વિભક્તિમાંથી કોઈપણ વિભકિતપરક હોય છે. સૂત્રોક્ત ઉદાહરણ સપ્તમી વિભક્તિ પરક છે.
જે વ્યક્તિ તીર્થમાં કાગડાની જેમ ગ્રાહ્ય-અગ્રાહાના વિવેકથી રહિત થઈને રહે તેને ‘તીર્થકાગ' કહેવામાં આવે છે. આ તીર્થકાગ’ નામ સપ્તમી તપુરુષ સમાસથી બન્યું છે માટે તે તપુરુષ સામાસિક ભાવપ્રમાણ નિપજ્ઞ નામ કહેવાય છે.
૧૪૨
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન • વિવેચન-૨૪૯/૬ -
અવ્યયીભાવ સમાસમાં પૂર્વપદ અવ્યયરૂપ અને ઉત્તરપદ નામ રૂપ હોય છે. આ સમાસમાં નપુંસકલિંગ અને પ્રામા વિભક્તિનું એકવચન જ હોય છે. સૂત્રમાં અનુ” શબ્દ સમીપ અથવા લઘુ અર્થમાં પ્રયુક્ત છે.
• સૂત્ર-૨૪૯/ક :
પ્રશ્ન :- એકશેષ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેમાં એકાદ શેષ રહે (અન્ય પદોનો લોપ થાય) તે એકશેષ સમાસ કહેવાય છે. જેમકે - જેવો એક પુરુષ તેવા અનેક પુરુષ અને જેવા અનેક પુરુષ તેવો એક પુરુષ જેવો એક કષઈપણ (સુવર્ણમુદ્રા) તેવા અનેક કાષfપણ, જેવા અનેક કાપણ તેવો એક કાષપણ, જેવો એક ચોખો તેવા અનેક ચોખા, જેવા અનેક ચોળ તેવો એક ચોખો વગેરે રોકશેષ સમાસના ઉદાહરણ છે. આ એકશેષ સમાસ છે.
• વિવેચન-૨૪૯/s :
સમાન રૂપવાળા બે કે બેથી વધુ પદમાંથી સમાસ થતાં એક પદ શેષ રહે અને અન્ય પદોનો લોપ થઈ જાય, તેને એક શેષ સમાસ કહેવામાં આવે છે. જે પદ શેષ રહે તેમાં બે હોય તો દ્વિવચન અને અનેક હોય તો બહુવચનનો પ્રયોગ કરાય છે. જેમકે – પુરુષa પુરુષa-પુરુ, પુરુષa-પુરુષશ-પુરુષશ-પુરુષાઃ |
સમાનાર્થક વિરૂપ પદોમાં પણ એક શેષ સમાસ થાય છે. વશ થઇ શંવાહી સગત ઉદાહરણમાં એક વ્યક્તિની વિવક્ષા :પુરુષ: અને ઘણી વ્યક્તિઓની વિવક્ષામાં વ: પુરુષા: પ્રયોગ થાય છે. બહુવચનમાં એક પુરુષપદ શેષ રહે છે, બાકીના પુરુષ પદોનો લોપ થઈ જાય છે. આજ રીતે કાષfપણ વગેરે પદોમાં પણ જાણવું.
આ પદ કે નામ એક શેષ સામાસિક ભાવપમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. • સૂત્ર-૨૫૦,૫૧/૧ :
પન :- તદ્રિત નિષ્પક્ષ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) કર્મ, (૨) શિલ્પ, (૩) શ્લોક, (૪) સંયોગ, (૫) સમીપ, (૬) સંયૂથ, (૭) ઐશ્વર્ય (૮) અપત્ય. આ તદ્ધિત નિષ્ણ નામના આઠ પ્રકાર જાણવા.
પન :- કમનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કમનામ તદ્ધિતના ઉદાહરણ છે • દૌષ્યિકવાના વેપારી, સૌકિક-સૂતરના વેપારી, કાસિક-કપાસના વેપારી, સુવૈચાલિક-સૂતર વેચનાર, ભાંડવૈચાલિક-વાસણ વેચનાર, કૌલાલિક-માટીના વાસણ વેચનાર આ સર્વ તદ્ધિત કર્મનામ છે. • વિવેચન-૨૫૧/૧ -
ગત કર્મ શબ્દનો પ્રયોગ પશ્ચ-વેચવા યોગ્ય પદાર્થના અર્થમાં થયો છે. પણ અર્થમાં તદ્ધિત પ્રત્યય ‘ઠ’ લાગવાથી જે શબ્દ બને તે કર્મનામ. પૂણે પથતિ હળવી વાને વેચનાર. તે જ રીતે સૂગ વેચનાર સૌગિક વગેરે.
• સૂત્ર-૨૪૯/૬ :
પ્રશ્ન : અવ્યયીભાવ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવ્યયીભાવ સમાસના ઉદાહરણ છે - અનુગ્રામ, અનુનદી, અનુફરિહા, અનુચરિત.