________________
સૂત્ર-૨૫૩
૧૪૯
પ્રશ્ન :- આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન ? ઉત્તર ઃ- આ રસમાન પ્રમાણથી દેગડા, ઘડા, કળશ, નાના કળશ, મશક, કરોડિકા, કુંડી વગેરેમાં રહેલા પ્રવાહી પદાર્થોના પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે. • વિવેચન-૨૫૩/૪ -
ધાન્ય માપવાના સાધનો કરતા પ્રવાહી માપવાના સાધનો ચતુર્થાંગ-ચારભાગ અધિક મોટા હોય છે. ધાન્યમાન પ્રમાણ દ્વારા ધાન્યાદિ પદાર્થો મપાય છે અને તેની શિખા ઉપર હોય છે. જ્યારે રસમાન પ્રમાણ દ્વારા પ્રવાહી પદાર્થો મપાય છે. આ તરલ પદાર્થોની બહાર શિખા થઈ ન શકે તેની શિખા અંતરમુખી અંદર તરફ હોય છે. માટે સેતિકા વગેરે ધાન્ય માપ કરતાં રસમા૫ ચારભાગ મોટા હોય છે ધાન્યાદિ ટોચ સહિત ભરે અને પ્રવાહી દ્રવ્યના માપ ચતુર્ભાગ મોટા હોવાથી બંનેનું માપ સમાન થઈ જાય.
રસમાન પ્રમાણનું પ્રથમ એકમ ‘ચતુઃષષ્ઠિકા’ છે, ચતુઃષષ્ઠિકાથી માની પર્યંતના માપવાના પાત્રો પૂર્વ-પૂર્વ કરતાં બમણાં બમણાં જાણવા આ રસમાન પ્રમાણના માપ
તથા પ્રવાહી પદાર્થ રાખવાના સાધનોના ‘વાક’ વગેરે નામ તત્કાલીન મગધ દેશમાં
પ્રચલિત હતા. તે પાત્ર ચામડા અને ધાતુઓના બનતા.
• સૂત્ર-૨૫૩/૫ :
પ્રજ્ન્મ :- ઉન્માન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેનું ઉન્માન કરાય અથવા જેના દ્વારા ઉન્માન કરાય અર્થાત્ જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે
તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે માપ આ પ્રમાણે છે. અધકર્ષ, ક, અર્ધપલ, પલ, અતુલા, તુલા, અર્ધભાર અને ભાર.
બે અઘકર્ષનો એક કર્ષ બે કર્ષનો એક અપિલ, બે અર્ધ પલનો એક પલ, (એક સો પાંચ અથવા) પાંચસો પલની તુલા, દસ તુલાનો એક અર્ધભાર અને વીસ તુલા (બે અર્ધભાર)નો એક ભાર થાય છે.
--
પ્રશ્ન :- આ ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે. ઉત્તર ઃ- આ ઉન્માન પ્રમાણથી પત્ર, અગર, તગર, ચૌયક (ઔષધિ વિશેષ) કુંકુમ, ખાંડ, ગોળ સાકર વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે.
• વિવેચન-૨૫૩/૫ ઃ
જે વસ્તુનું પ્રમાણ ત્રાજવાથી તોળીને નિશ્ચિત કરવામાં આવે તે ઉન્માન કહેવાય છે. તોળવાનું નાનામાં નાનું માપ અર્ધકર્ષ છે. જેના દ્વારા તોળાય તે ઉન્માન. આ કરણ મૂલક વ્યુત્પત્તિ અનુસાર ત્રાજવાના માપ-અર્ધકર્ષ વગેરે ઉત્થાન કહેવાય છે. ઉન્માન પ્રમાણ દ્વારા સાકર-ગોળ વગેરેનું પ્રમાણ નક્કી કરાય છે.
• સૂત્ર-૨૫૩/૬ થી ૨૫૬/૧ ઃ
પ્રશ્ન - આ વમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - જેના દ્વારા અવમાન-માપ કરાય તે અથવા જેનું અવમાન-માપ કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે હાથથી, દંડથી, ધનુષ્યથી, યુગથી, નાલિકાથી,
૧૫૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
અક્ષથી અથવા મૂસલથી માપવામાં આવે છે.
દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ ચાર હાથ પ્રમાણ હોય છે. દસ નાલિકાની એક રજૂ હોય છે. આ બધા માપ અવમાન કહેવાય છે. વસ્તુગૃહભૂમિને હાથથી, ક્ષેત્રને દંડથી, માર્ગરસ્તાને ધનુષ્યથી અને ખાઈ-કૂવા વગેરેને નાલિકાથી માપવામાં આવે છે. આ બધા અવમાન પ્રમાણ રૂપે ઓળખાય છે. • સૂત્ર-૨૫૬/૨ :
પ્રશ્ન :- આ તમાન પ્રમાણનું પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- આ અવમાન પ્રમાણથી ખાઈ, પ્રાસાદ પીઠ, કકચિત-કાષ્ઠખંડ, ચટાઈ, વસ્ત્ર, દિવાલ, દિવાલની પરિધિ વગેરે સંબંધિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું જ્ઞાન થાય છે. આ અવમાન પ્રમાણનું સ્વરૂપ છે. • વિવેચન-૨૫૬/૨
જીવન નિર્વાહ માટે મનુષ્યને ધાન્ય, પાણી, સ્વાસ્થ્ય રક્ષા માટે ઔષધાદિની જરૂર રહે છે. તેનું માપ કરવા માટે ધાન્ય માન પ્રમાણ, સમાન પ્રમાણ, ઉન્માન પ્રમાણનો ઉપયોગ થાય છે. પોતાની સુરક્ષા માટે મનુષ્ય મકાન વગેરેનું તથા નગરની રક્ષા માટે ખાઈ વગેરેનું નિર્માણ કરે છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરેના પરિજ્ઞાન માટે અવમાન પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે.
• સૂત્ર-૨૫૬/૩ :
પ્રશ્નન - ગણિમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે ગણાય અથવા જેના દ્વારા ગણના કરાય તે ગતિમ પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ વગેરે.
પ્રશ્ન :- ગણિમ પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉત્તર ઃ- ગણિમ પ્રમાણથી મૃત્ય-નોકર, કર્મચારી વગેરેની વૃત્તિ-આજીવિકા, ભોજન, વેતનની, આય વ્યયથી સંબંધિત (રૂપિયા-પૈસા વગેરે) દ્રવ્યોની નિષ્પત્તિ રૂપ ગણના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. તે ગણિમ પ્રમાણનું સ્વરૂપ છે.
• વિવેચન-૨૫૬/૩ :
ગણિમ પ્રમાણ દ્વારા જે વસ્તુની ગણના થાય અથવા જે સાધન દ્વારા તે વસ્તુની ગણના થાય તે બંને ગણિમ કહેવાય છે. જે સંખ્યા દ્વારા ગણાય છે, તે એક, બે, ત્રણ, દસ, સો વગેરે સંખ્યા પણ ગણિમ શબ્દથી વાચ્ય બને છે. ગણના માટે સૂત્રમાં કરોડ સુધીની સંખ્યાનો સંકેત કર્યો છે. તેનાથી આગળની સંખ્યાઓ આ પ્રમાણે છે. દસ કરોડ, અરબ, દસ અરબ, ખરબ, દસ ખરબ, નીલ, દાનીલ, શંખ, દસ શંખ, પદ્મ, દસ પદ્મ વગેરે સંખ્યા ૧૯૪ અંક પ્રમાણ છે. સૂત્રકારે તેનો સંકેત ‘કાળપ્રમાણ”ના વર્ણન પ્રસંગે કર્યો છે.
• સૂત્ર-૨૫૬/૪ :
પ્રશ્નન :- પ્રતિમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જેના દ્વારા સુવાદિનું માપ કરાય તે પ્રતિમાન પ્રમાણ કહેવાય છે, તે આ પ્રમાણે છે – ગુંજારવી,