Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ સૂત્ર-૨૫૧ ૧૪૫ છે જેમકે મરુદેવાના પુત્ર-મારુદેવેય અર્થાત્ ઋષભદેવ, તે અપત્યનામ કહેવાય. તે જ રીતે ચક્રવર્તીમાતા સુમંગલાનો પુત્ર-સૌમંગલેય અર્થાતુ ભરત ચક્રવર્તી. બલદેવમાતારોહીણીનો પુખ-રોહિણેય-બલદેવ. વાસુદેવમાતા-દેવકીનો પુત્ર-દૈવકેય-કૃષ્ણવાસુદેવ. રાજમાતા-રોલસાનો પુત્રનૌલણેય-કુણિક રાજા. મુનિમાતા-ધારિણીનો પુત્ર-ધારિણેયમેઘમુનિ, વાચકમાતા-રૂસોમનો પુત્ર-રૌદ્રયોમેય-વાચક આર્યરક્ષિત. • સૂત્ર-૨૫૧/૯ : પ્રશ્ન :- ધાતુ જ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ધાતુજ નામના ઉદાહરણ-પરૌપદી સત્તા અર્થક ‘જૂ' ધાતુ, વૃદ્ધિ અર્થક ‘gs' ધાતુ, સંઘર્ષ અર્થક સદ્ધ ધાતુ, પ્રતિષ્ઠા, લિસા અને સંચય અર્થક ગાથું ધાતુ તથા વિલોડન અર્થક '7' ધાતુથી નિષ્ણ ભવ, ઓધમાન વગેરે. • વિવેચન-૨૫૧/૯ : વ્યાકરણ શાસ્ત્રમાં જેને ક્રિયાપદના પ્રત્યય લાગે તે ધાતુ કહેવાય છે. આ ધાતુ ઉપરથી જે શબ્દ બને તે ધાતુજ નામ કહેવાય છે. વૃદ્ધ ધાતુ વૃદ્ધિ અર્થમાં છે તેના ઉપરથી ‘વર્ધમાન' નામ બને તે ધાતુજ નામ કહેવાય. અહીં જે ઉદાહરણ આપ્યા છે તે સંસ્કૃત વ્યાકરણાનુસાર આપ્યા છે. મૂળપાઠમાં જે ધાતુઓ બતાવી છે, તેના ઉપરથી જે નામ નિષ્પન્ન થાય તે ધાતુજ નામ કહેવાય. • સૂત્ર-૨૫૧/૧૦ : પ્રશ્ન :- નિતિજ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિરુક્તિથી નિux નામ નિરુક્તિ નામ કહેવાય છે. જેમકે પૃdી ઉપર શયન કરે તે ભેંસ (પાડો), ભ્રમણ કરતાં-કરતાં અવાજ કરે ભ્રમર, જે વારંવાર ઊંચ-નીચું થાય તે મુસળ, વાંદરાની જેમ વૃક્ષની શાખા પર ચેષ્ટા કરે તે કપિત્થ, પણ સાથે જે ચોંટી જાય તે ચિખલ-કીચડ, કાન ઊંચા હોય તે ઉલૂક-ઘુવડ, મેઘની માળા તે મેખલા. આ નિરુક્તિજ નામ જાણવા. આ સાથે ભાજપમાણ, પ્રમાણનામ, દસનામ અને નામ પ્રકરણની વક્તવ્યતા પૂર્ણ થાય છે. - વિવેચન-૫૧/૧૦ - શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવે તે નિયુક્તિ કહેવાય છે અથવા કિયા, કાક, ભેદ, પયિવાચી શબ્દ દ્વારા શબ્દાર્થનું કથન તે નિરુક્તિ કહેવાય. નિરુક્તિ નિપજ્ઞ નામ નિતિજ કહેવાય. ઉદાહરણમાં આવેલ ‘મહિષ' વગેરે નામ સંસ્કૃત વ્યાકરણના પૃપોદાદિ ગણથી સિદ્ધ થાય છે. • સૂઝ-૨૫૨ - પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે - (૧) દ્વવ્યાપમાણ, (૨) ટ્રોગપ્રમાણ, (3) કાળધમાણ અને (૪) ભાજપમાણ. • વિવેચન-૨૫ર : પ્રમાણનો વ્યુત્પત્તિ અર્થ બતાવતા શાસ્ત્રકારો કહે છે પ્રમાણ=પ્રમાણ. આ બે શબ્દથી પ્રમાણ શબ્દ બને છે, માણ એ માધાતુ પરથી બનેલ શબ્દ છે. તે અવબોધ 4િ1/10]. ૧૪૬ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (જ્ઞાન) અને માન અર્થ સૂચવે છે. “પ્ર” ઉપસર્ગ વિશેષ અર્થમાં પ્રયુક્ત થયો છે. આ રીતે પ્રમાણનો અર્થ થયો વિશેષ પ્રકારે જ્ઞાન, માપ અથવા નાપ, પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ચાર રીતે કરવામાં આવે છે. (૧) પ્રમurોત પ્રમ્ - કાંસાધન વ્યુત્પત્તિ અનુસાર પ્રમાણ એટલે જે સારી રીતે માન કરે છે-વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કરે છે તે આત્મા. (૨) પ્રથૉનૈન પ્રHTTમ્ - કરણ સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે જેના દ્વારા માન કરાય છે. (3) fitતમા પ્ર મ્ :- કિયા સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે માન કરવું તે પ્રમાણ અર્થાત્ વસ્તુ સ્વરૂપને જાણવું. (૪) પ્રયતે થાત્ પ્રણાઓ :- કર્મ સાધન વ્યુત્પત્તિ અનુસાર જે મમાય તે પ્રમાણ, જાણવું માત્ર તે પ્રમાણ અથવા માપવું તે પ્રમાણ. પ્રમિતિ તે પ્રમાણનું ફળ છે. જેમ ફળને પ્રમાણ રૂપે માનવામાં આવે છે તેમ વસ્તુને જાણવાના, માપવાના જે સાધનો તે પણ પ્રમાણરૂપ મનાય છે. દર્શન શાસ્ત્રોમાં આગમ, અનુમાન, ઉપમાન વગેરે બે, ચાર કે છ પ્રમાણમાં જ પ્રમાણના અર્થને સીમિત કરી દીધો છે. તેટલો સીમિત અર્થ જ ગ્રહણ ન કરતાં અહીં પ્રમાણનો અતિ વિસ્તૃત અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. યથાર્થ જ્ઞાનને પ્રમાણ કહ્યું છે, જેના દ્વારા યથાર્થજ્ઞાન થાય તે પ્રમાણ. જ્ઞાન અને પ્રમાણનો વ્યાપકવ્યાપ્યભાવ સંબંધ છે. જ્ઞાન વ્યાપક છે, પ્રમાણ વ્યાપ્ય છે. જ્ઞાન યથાર્થ, અયથાર્થ બંને પે સંભવે છે. સમ્યક્ નિર્ણાયક જ્ઞાન યથાર્થ હોય જ્યારે તેનાથી વિપરીત જ્ઞાન અયથાર્થ હોય છે. પરંતુ પ્રમાણ તો યથાર્થ રૂપજ હોય છે. • સૂત્ર-૫૩/૧ - ધન દ્રવ્યપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યપમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પ્રદેશ નિuઝ અને વિભાગ નિum. પ્રથમ • પ્રદેશ નિum દ્રવ્યપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પરમાણુ પુગલ, બે પ્રદેશો, ચાવતુ દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ નિug દ્રવ્યપમાણ કહેવાય છે. • વિવેચન-૨૫૩/૧ : દ્રવ્ય વિષયક યથાર્થ જ્ઞાનને દ્રવ્ય પ્રમાણ કહેવામાં આવે છે. જેના દ્વારા દ્રવ્યોનું યથાર્યજ્ઞાન (પ્રમાણ) થાય તે પ્રમાણ અથવા જે દ્રવ્યોનું યથાર્યજ્ઞાન (પ્રમાણે) કરાય તે દ્રવ્યપ્રમાણ. તેમાં એક, બે, ત્રણ વગેરે પ્રદેશોથી જે દ્રવ્ય નિપન્ન થાય તે પ્રદેશ નિષ્પક્ષ દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આ પ્રદેશ નિપજ્ઞ દ્રવ્યપ્રમાણમાં પરમાણુથી અનંત પ્રદેશીસ્કંધ સુધીના બધા જ દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે. પરમાણુથી બે, ત્રણ, ચાર યાવત્ અનંત પમાણુઓના સંયોગથી નિષ્પન્ન સ્કંધ પ્રમાણદ્વારા ગ્રાહ્ય હોવાથી પ્રમેય છે. છતાં તેને પ્રમાણ માનવામાં આવે છે. ‘‘yવતે વત્ તત્ પ્રHT '' જે મપાય તે પ્રમાણ. પ્રમાણની કર્મસાધન વ્યુત્પતિ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146