Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 87
________________ ૧૫૫ સૂત્ર-૨૬૩ પ્રતરાંગુલ કહેવાય છે. પ્રતરાંગુલમાં અસંખ્યાત આકાશપદેશ હોય છે. (૩) ધનાંગુલ:- ગણિતશાસ્ત્રના નિયમાનુસાર એક સંખ્યાને ત્રણવાર સ્થાયી પરસ્પર ગુણવાથી જે સંખ્યા થાય તે ધન કહેવાય છે અર્થાત્ જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આ ત્રણે હોય તે ધન કહેવાય છે. સૂત્રમાં કહ્યું છે કે પ્રતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ધનાંગુલ નિષ્પન્ન થાય છે. આ ધનાંગુલ એક અંગુલ લાંબી, એક ગુલ પહોળી અને એક અંગુલ જાડી આકાશપદેશની શ્રેણિરૂપ છે. તેમાં અસંખ્યાત આકાશપદેશ હોય છે. સૂટ્યગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પ્રતરાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ અને પહોળાઈ, ધનાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ માપી શકાય છે. • સૂત્ર-૨૬3/3 - પ્રથન :હે ભગવન્ ! આ સૂટ્યગુલ, પતરાંગુલ અને ધનાંગુલમાંથી કોણ કોનાથી અત્ય, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર * સર્વશી અભ સુરટ્યગુલ છે. તેથી પતરાંગુલ અસંખ્યાતગુણા અધિક છે અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણ અધિક છે. આ રીતે આત્માંગુલની વકતવ્યા પૂર્ણ થાય છે. વિવેચન-૨૬૩/૩ : સૂટ્યગુલ વગેરે ગણે અંગુલનો અવા બહુત્વ સ્પષ્ટ છે. સૂર્યંગુલમાં માત્ર લંબાઈ હોવાથી અન્ય બે અંગુલની અપેક્ષાથી તે અા છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ ળો હોવાથી તે સૂટ્યગુલ કરતાં અસંખ્યાત ગુણ અધિક છે અને ઘનાંગુલમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણે હોવાથી તે પ્રતરાંગુલ કરતાં અસંખ્યાતગુણા અધિક છે. અહીં અધિકતા પ્રદેશોની અપેક્ષા છે. • સૂત્ર-૨૬૩/૪,૨૬૪ - પ્રથન • ઉસેધાંગુલનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉન્મેધાંગુલ અનેક પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે છે – પરમાણુ, ત્રસરેણુ, થરેણુ, વાલાણ, લીંબ, જ જવું. આ પ્રત્યેકને ક્રમશઃ આઠ-આઠ વૃદ્ધિ કરતાં ઉોધાંગુલ પ્રાપ્ત થાય છે અતિ આઠ કરેણની એક રથરેણુ, આઠ રેણુનો એક વાલાઝ, આઠ વાલાની એક લીંબ, આઠ લીંખની એક જ આઠ જૂ નો એક જવ અને આઠ જવ બરાબર એક ઉન્મેધાંગુલ બને છે. • વિવેચન-૨૬૩/૪,૨૬૪ - આ સૂત્ર ઉભેઘાંગુલના સ્વરૂપ વર્ણનની પૂર્વભૂમિકારૂપ છે. ઉલ્લેધ એટલે વઘવું. જે અનંત સૂક્ષમ પરમાણુ, ત્રસરેણુ વગેરે ક્રમથી વધે છે, તે ઉસેધાંગુલ કહેવાય છે અથવા ચારેગતિના જીવોના શરીરની અવગાહના ઊંચાઈ જે અંગુલી માપવામાં આવે ઉત્સુઘાંગુલ કહેવાય છે. સૂત્રમાં ઉભેંઘાંગુલના અનેક પ્રકાર બતાવ્યા છે. તે ઉત્સધાંગુલનું માપ બતાવતા એકમોની અપેક્ષાએ સમજવું. ઉલ્લેધાંગુલ પોતે તો એક જ છે. પરમાણુ, સસરેણુ વગેરે સ્વયં ઉત્સધાંગુલ નથી. ઉલ્લેઘાંગુલનું પ્રમાણ બતાવવા ઉપયોગી સાધન છે. ૧૫૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂત્ર-૨૬૫/૧, ૨૬૬ - પ્રથન • પરમાણુનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- પરમાણુ બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે છે - (૧) સૂક્ષ્મ પરમાણુ (૨) વ્યવહાર પરમાણ. બે પ્રકારના પરમાણમાંથી સમ પરમાણુનો અહીં અધિકાર ન હોવાથી તે સ્થાપનીય છે અથતિ તેનું વર્ણન ન કરતાં વ્યવહાર પરમાણુનું વનિ શાસ્ત્રકાર કરે છે. ધન :- વ્યાવહારિક પરમાણુનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અનંતાનંત સક્સ પરમાણુઓના સમુદાયના સમાગમથી-એકીભાવ૫ મિલનથી એક વ્યાવહારિક પરમાણુ નિય/થાય છે. પન - વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારને અવગાહિત કરે છે ? ઉત્તર * હા, અવગાહિત કરી શકે છે, ધાર પર રહી શકે છે. પ્રથમ - શું તલવારની ધાર વ્યાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકે છે ? ઉત્તર :- ના, તે અર્થ સમર્થ નથી અથ¢ તલવારની ધાર આ વ્યવાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકતો નથી. પ્રથન - હે ભગવન્! શું આ વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી પસાર થઈ શકે છે ? ઉત્તર :- હા, તે પસાર થઈ શકે છે. ધન :- શું અનિ વચ્ચેથી પસાર થતાં તે બળી જાય છે ? ઉત્તર : ના, તે અર્થ સમર્થ નથી. અનિરૂપ શસ્ત્ર તેને બાળી શકતું નથી. પ્રશ્ન :- શું આ વ્યાવહારિક પરમાણુ યુદ્ધર સંવતક નામના મહામેઘની મધ્યમાંથી પસાર થઈ શકે છે ? ઉત્તર : હા, તે પસાર થઈ શકે છે. પ્રશ્ન :- મહામેઘમાંથી પસાર થતાં શું તે પાણીથી ભીંજાય જાય? ના, તે અર્થ સમર્થ નથી આથતિ તે પાણી તેને ભીંજવી શકતું નથી. અપકાયરૂપ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. પન હે ભગવન ! શું વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસોતમાં, વિપરીત પ્રવાહમાં ગમન કરી શકે છે ? હા, તે પ્રતિસોતમાં ગમન કરી શકે. પ્રશ્ન :- પ્રતિયોતમાં ગમન કરતાં શું તે વિનાશ પામે છે ? ઉત્તર :- ના, તે અસમર્થ નથી. પ્રતિયોતરૂપ શસ્ત્ર તેના પર કાર્ય કરી શકતું નથી. પ્રવન - હે ભગવન્! શું તે વ્યાવહાકિ પરમાણુ પાણીના વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરી શકે છે ? ઉત્તર : હા, તે વમળમાં અને જલબિંદુમાં અવગાહન કરી શકે છે. પ્રશ્ન :- શું તે ભીનો થઈને કુલ્લિત થાય છે ? અથતિ સડી જાય છે ? ઉત્તર :- ના, તે અર્થ સમર્થ નથી. વ્યાવહારિક પરમાણુ પર પાણીરૂપ શા કાર્ય કરી શકતું નથી. - અત્યંત તીણ શા પણ જેનું છેદન-ભેદન કરવા સમર્થ નથી તેને, સિદ્ધપુરુષ કેવળી ભગવાન પરમાણુ કહે છે. તે સર્વ પ્રમાણોનું આદિ પ્રમાણ છે અથતિ વ્યાવહારિક પરમાણુ પ્રમાણોનું આદિ એકમ છે.

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146