Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 108
________________ સૂગ-ર૯૯ ૧૯૩ મુકત ઔદારિક શરીરનું કથન ઔધિક ઔદારિક શરીર પ્રમાણે જણવું અથતિ નાસ્કીઓના મુક્ત ઔદાકિ શરીર અનંત છે. પ્રશ્ન :- હે ભગવન! નારકીઓને વૈક્રિય શરીર કેટલા છે? ઉત્તર * ગૌતમ ! નાસ્કીઓને વૈક્રિય શરીર બે પ્રકારના છે – (૧) બદ્ધ (૨) મુકત. તેમાં બદ્ધ ઐક્રિય શરીર અસંખ્યાત છે. (૧) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળના, સમય પ્રમાણ, (૨) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિÉભસુચીપહોળાઈ અંગુલuદેશના પ્રથમ વર્ગમૂળને બીજી વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ નિuઝ થાય તેટલા પ્રદેશની પહોળી હોય છે અથવા અંગુલના બીજ વમુળના નપમાણ શ્રેણીઓ જાણવી અથતિ અંગુલના બીજ વગ મુલ પ્રમાણ આકાશપદેશોને ત્રણ વાર ગુણવાથી જે રાશિ થાય તેટલી શ્રેણીઓ અને તે શ્રેણીઓના પ્રદેશ તુરા નાકીના વૈક્રિયશરીરના બઢેલક જાણાવા. મુક્ત વૈક્રિય શરીર ઔધિક મુક્ત ઔદાશ્મિ શરીર જેટલા છે. :- હે ભગવના નાફીઓને કેટલા આહાક શરીર છે? ઉત્તર :હે ગૌતમ આહાફ શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુકત. નાકીઓને બદ્ધ આહાક શરીર નથી. મુક્ત આહાક શરીરનું કથન ઔધિક મુક્ત ઔઘરિક શરીર પ્રમાણે જાણવું. નારકીના પૈક્રિય શરીરના વિષયમાં કહ્યું તે જ પ્રમાણે તૈજસ-કામણ શરીર માટે જાણવું. • વિવેચન-ર૯૯૮ :આ સૂત્રોમાં નારકીઓના બદ્ધ અને મુક્ત પાંચે શરીરનું પરિમાણ બતાવ્યું છે. નાકીના ઔદારિક શરીર :- નાસ્કીઓ વૈક્રિય શરીરધારી છે, તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ તાકીઓને ઔદારિક શરીર હોય છે. નાકીઓ પૂર્વભવમાં મનુષ્ય કે તિર્યંચ પર્યાયમાં હોય ત્યારે તેમને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક શરીરને છોડીને નાક પર્યાયમાં આવે છે, તેથી નારકીઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. તે અનંતનું કથન સામાન્ય જીવના મુક્ત ઔદારિક શરીર પ્રમાણ હોય છે. નાકીના વૈક્રિયશરીર :- નારકીઓને ભવસ્થ શરીર પૈક્રિય છે. જેટલા નાકી તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. નાચ્છીઓ અસંખ્યાત છે અને પ્રત્યેકને પોતાનું વૈક્રિય શરીર હોવાથી બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત હોય છે. આ અસંખ્યાતનું પરિમાણ કાળ અને ક્ષેત્રથી દર્શાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા નાશ્તીઓના બદ્ધ વૈક્રિય શરીર છે. નારકીને મુક્ત વૈદિયશરીર મુક્ત ઔદાકિ શરીરની જેમ અનંત છે. ૧૯૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નાકીને બદ્ધ આહાક શરીર નથી. મુક્ત આહાક શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીર, બદ્ધ-મુક્ત વૈક્રિય શરીરની સમાન છે કારણ કે આ બંને શરીર બધા જ નાસ્કીઓને હોય છે. વૈક્રિય શરીર પણ બધા નારકીને છે, તેથી તેની સમાન તૈજસ-કામણ શરીરનું વક્તવ્ય જાણવું. • સૂત્ર-૨૯/૯ : હે ભગવન! અસુકુમારોને કેટલા ઔદારિક શરીર છે ? અસુકુમારો માટે નારકીની જેમ ઔદારિક શરીરનું કથન કરવું. અથતિ બદ્ધ ઔદારિક શરીર નથી. મુકત ઔદાકિ શરીર અનંત છે, તે નારકી પ્રમાણે છે.. પ્રશન :- હે ભગવન્ ! અસુકુમારોને કેટલા વૈક્રિય શરીર છે ઉત્તર :હે ગૌતમ અસમાના સૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે. જેમકે બદ્ધ અને મુકવું. તેમાં જે બદ્ધ વૈદિક્ય છે, તે અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિÉભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગપ્રમાણ છે. મુકત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. પ્રથન - હે ભગવાન ! અસુકુમારોને કેટલા આહારક શરીર છે? ઉત્તર • હે ગૌતમ ! બે પ્રકારના કહા છે, તે આ પ્રમાણે છે, બદ્ધ અને મુકત. તે બંને અસુરકુમારના ઔદારિક શરીરની જેમ કહેતા. સુકુમારોના ઐક્રિય શરીરની જેમ તેઓના તૈજસ અને કામણ શરીર સંબંધી બદ્ધ-મુક્ત શરીરની વક્તવ્યતા જાણતી. નાગકુમારપ્પી લઈ સ્વનિતકુમાર સુધીના સર્વ ભવનવાસી દેવોના પાંચ શરીર સંબંધી કથન અસુરકુમારની જેમ જ ગણવું. • વિવેચન-૨૯/૯ : નારકીની જેમ અસુરકુમારાદિ દસે પ્રકારના ભવનપતિ દેવો ભવસ્થ વૈક્રિયશરીરવાળા છે. તેથી તેમને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વભવોમાં ઔદાકિ શરીર છોડીને આવ્યા હોવાથી તેઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. ભવનપતિ દેવોને બદ્ધ વૈકિય શરીર અસંખ્યાત છે. પ્રત્યેક ભવનપતિ દેવને એક-એક પૈક્રિય શરીર છે માટે જેટલી ભવનપતિ દેવોની સંખ્યા તેટલી બદ્ધ વૈક્રિય શરીરની સંખ્યા છે. તે અસંખ્યાત બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ-કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રયી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. અસુરકુમાર નાકોની અપેક્ષાઓ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે રતનપભાં પ્રથમ નરકના નાકીની અપેક્ષાએ સમસ્ત ભવનવાસી દેવ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેથી

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146