________________
સૂત્ર-૨૮૯
અપકાયિકોની ઔધિક-સામાન્ય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષની છે.
સૂક્ષ્મ અપકાયિકોની તથા અપર્યાપ્ત-પર્યાપ્ત અપકાયિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.
બાદર પકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૦૦૦
૧૯
વર્ષની છે.
અપર્યાપ્ત બાદર પકાયિકોની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
પ્રાપ્તિ બાદર અપકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂનાં ૭૦૦૦ વર્ષની છે.
તેજસ્કાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ
અહોરાત્રિની છે.
ઔધિક સૂક્ષ્મ તેજસ્કાયિકો તથા તેના અપતિા અને પર્યાપ્તાની જઘન્યઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદર તેજસ્કાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે.
અપતા તેજસ્કાયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તક તેજસ્કાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે.
વાયુકાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે.
સૂક્ષ્મ વાયુકાયિકોની ઔધિક, અપાતિક તથા પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
બાદર વાયુકાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે.
અપર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ આંતર્મુહૂર્તની છે. પર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ૩૦૦૦ વર્ષની સ્થિતિ છે.
વનસ્પતિકાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૧૦,૦૦૦
વર્ષની છે.
સૂક્ષ્મ વનસ્પતિકાયિકોની ઔધિક, અપર્યાપ્ત તથા પર્યાપ્તની જઘન્યઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
બાદર વનસ્પતિકાયની ઔધિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦
વર્ષની છે.
અપર્યાપ્તાબાદર વનસ્પતિકાયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
પર્યાપ્તતાબાદર વનસ્પતિકાયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂ જૂન ૧૦,૦૦૦ વર્ષની છે.
• વિવેચન-૨૮૯/૩ :
આ સૂત્રોમાં પાંચ સ્થાવરોની સ્થિતિનું નિરૂપણ છે. પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ અને બાદર બંનેના પર્યાપ્તા અપર્યાપ્તા, તેમ પ્રત્યેકના ચાર-ચાર ભેદ થાય છે.
૧૮૦
સૂત્રના ક્રમમાં સહુ પ્રથમ ઔધિક સ્થિતિ ત્યારપછી સૂક્ષ્મની ઔધિક, પર્યાપ્તા, અપર્યાપ્તાની સ્થિતિ અને ત્યારપછી બાદરની ઔધિક, પર્યાપ્ત અને અપર્યાપ્તાની સ્થિતિ વિષયક પ્રશ્નો છે. આ રીતે પ્રત્યેકમાં સાત સાત પ્રશ્નોત્તર છે.
તેમાં સૂક્ષ્મઔધિક, પર્યાપ્ત, અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે અને બાદર પર્યાપ્તાની સ્થિતિ, સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે.
ત્રણ અહોરાત્રિ એટલે ત્રણ રાત અને ત્રણ દિવસ.
• સૂત્ર-૨૮૯/૪
બેઈન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? બેઈન્દ્રિય જીવોની ઔધિક સ્થિતિ જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ છે. અપચપ્તિક બેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તક બેઈન્દ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષની સ્થિતિ છે.
તેઈન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? તેઈન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રિની છે. અપર્યાપ્ત તેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને તિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક તેઈન્દ્રિય જીવોની જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ હોરાત્રિની સ્થિતિ છે.
પ્રશ્ન :- ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર ઃ- ચતુરિન્દ્રિયોની સ્થિતિ જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની છે. અપચપ્તિક તુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂની છે. પર્યાપ્તા ચતુરેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત ન્યૂન છ મહિનાની છે.
• વિવેચન-૨૮૯/૪ --
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને વિલેન્દ્રિય કહેવામાં આવે છે. તેઓમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી બે અવસ્યા છે. અપર્યાપ્તામાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત બાદ કરવામાં આવે છે.
• સૂત્ર-૨૮૯/૫ થી ૨૯૧ :
તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.
પ્રશ્ન :- જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- (૧) જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષની સ્થિતિ છે. (૨)