Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 104
________________ સૂગ-૨૮ ૧૮૯ ૧૯૦ “અનુયોદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઝવદ્રવ્ય અને આજીવ દ્રવ્ય. પ્રશ્ન :- હે ભગવન! આજીવ દ્રવ્યના પ્રકાર કેટલા છે ? ઉત્તર - હે ગૌતમઅજીવ દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - અરૂપી અજીવ દ્રવ્ય અને રૂપી અજીવ દ્રવ્ય. ધન - હે ભગવાન ! આરૂપી અજીવ દ્રવ્યાના કેટલા પ્રકાર છે ? ઉત્તરહે ગૌતમાં અરૂપી અજીવદ્ધાના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧). ધમસ્તિકાય, (૨) ધમસ્તિકાયનો દેશ, (3) ધમસ્તિકાયનો પ્રદેશ, (૪) આદધમસ્તિકાય, (૫) અધમસ્તિકાયનો દેશ, (૬) અધમસ્તિકાયનો પ્રદેશ, () આકારઅસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયનો દેશ, (૯) આકાશmસ્તિકાયનો પ્રદેશ, (૧૦) અદ્ધાસમય.. પ્રશ્ન :- હે ભગવન ી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર : હે ગૌતમ રૂપી જીવ દ્રવ્યના ચાર પ્રકાર છે, જેમકે (૧) અંધ, (૨) સ્કંધ દેશ, (3) સ્કંધ પ્રદેશ, (૪) પરમાણુ યુગલ. પન :- ભગવન્! આ સ્કંધ વગેરે રૂપી અજીવ દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર + હે ગૌતમ ! તે સ્કંધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રથમ હે ભગવાન ! તેનું શું કારણ છે કે સ્કંધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે ? ઉત્તર * હે ગૌતમ ! પરમાણુ યુદ્ગલ અનંત છે, દ્વિપદેશી કંધ અનંત છે, શપદેશી કંધણી લઈ અનંતપદેશ સ્કંધ અનંત છે. તે કારણથી જ હે ગૌતમ / એમ કહેવાય છે કે અંધ વગેરે દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. • વિવેચન-૨૯૮/૧ : વિશ્વમાં મુખ્ય બે જ દ્રવ્ય છે. (૧) જીવ દ્રવ્ય (૨) અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય ચેતન અને જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે અજીવ દ્રવ્ય અચેતન અને જડ સ્વરૂપ છે. આ બંને દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ યુક્ત છે. અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં મૂળગુણ-ધર્મથી ક્યારેય ચુત થતાં નથી. જીવ દ્રવ્ય ચેતન સ્વભાવ છોડીને ક્યારેય અચેતનરૂપે પરિવર્તન પામતું નથી અને અજીવ દ્રવ્ય સહકારી અનેક કારણો મળવા છતાં પણ જડત્વનો ત્યાગ કરતું નથી, તેથી તે દ્રવ્ય કહેવાય છે. આ બેમાંથી અાવકતવ્ય હોવાથી પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન સરકારે કર્યું છે. અજીવ દ્રવ્યના મુખ્ય પાંચ ભેદ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય. અહીં સૂત્રકારે અરૂપી જીવ અને રૂપી અજીવ એવા બે ભેદ કર્યા છે. આ પાંચ અજીવ દ્રવ્યમાંથી પુદ્ગલાસ્તિકાય એક રૂપી છે અને શેષ ચાર અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત હોય તે રૂપી કહેવાય છે અને તેનાથી વિપરીત અસ્થતિ જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અરૂપી કહેવાય છે. સૂત્રકારે અરૂપી અજીવના ૧૦ પ્રકાર વર્ણવ્યા છે. તેમાં વમસ્તિકાય, ધમસ્તિકાય દેશ અને ધમસ્તિકાય પ્રદેશ. તે જ રીતે અધમસ્તિકાયના ત્રણ અને આકાશાસ્તિકાયના ત્રણ ભેદ અને કાળ એમ ૧૦ ભેદ કર્યા છે. જો કે ધમસ્તિકાય, ધમસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય એક અખંડ દ્રવ્ય રૂપ જ છે પરંતુ નયવિવક્ષાથી તેના ત્રણ-ત્રણ ભેદ કર્યા છે. રૂપી અજીવના ચાર ભેદ કહ્યા છે. પરમાણુના સમુદાયને સ્કંધ કહેવામાં આવે છે, બે પરમાણુ મળવાથી બનતા દ્વયણુકથી લઈ, અનંત પરમાણુ ભેગા મળવાથી બનતા અનંતાણુક પર્વતના અનંત સ્કંધો છે. સ્કંધનો બુદ્ધિ કથિત વિભાગ દેશ કહેવાય છે અને સ્કંધનો નિર્વિભાગ અંશ, જેના કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાગ ન થઈ શકે, તેને પ્રદેશ કહેવામાં આવે છે અને તે પ્રદેશ-નિર્વિભાગ અંશ સ્કંધણી જુદો થઈ જાય ત્યારે પરમાણુ કહેવાય છે. • સૂગ-૨૯૮/ર : હે ભગવન ! | જીવદ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? હે ગૌતમ! જીવદ્ધવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશન :- હે ભગવાન ! તેનું શું કારણ છે કે જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે ? ઉત્તર:હે ગૌતમ ! નાસ્કી અસંખ્યાત છે, અસુકુમાર વગેરે સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો અસંખ્યાત છે. પૃવીકાયથી લઈ વાયુકાય પર્વતના ચારે સ્થાવર જીવો અસંખ્યાત છે, વનસ્પતિકાય જીવ અનંત છે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અસંખ્યાત છે, તિચિ પંચેન્દ્રિયો અસંખ્યાત છે, મનુષ્યો અસંખ્યાત છે, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવો તથા વૈમાનિક દેવો અસંખ્યાત-અસંખ્યાત છે, સિદ્ધ અનંત છે. આ કારણથી છે ગૌતમ ! એમ કહેવાય છે કે જીવ સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. • વિવેચન-૨૯૮/ર : આ સૂત્ર દ્વારા જીવની અનંતતાનું વર્ણન કર્યું છે. જીવ સંખ્યાત કે અસંખ્યાત નથી પરંતુ અનંત છે, જીવ બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. સંસારી જીવમાં પણ બસ અને સ્થાવર એવા બે ભેદ છે. બસ :- ત્રણનામ કર્મના ઉદયથી જે જીવ પોતાના સુખ-દુઃખાદિના કારણે ગમનાગમન કરી શકે તે બસ. તેમાં બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે. સ્થાવર - સ્થાવર નામકર્મના ઉદયે જે જીવ પોતાના સુખ દુ:ખાદિના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકતા નથી, તે સ્થાવર કહેવાય છે. તેમાં એક ઈન્દ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવોનો સમાવેશ થાય છે. સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવો અનંત છે. શેષ અસંખ્યાત છે. સિદ્ધ - સિદ્ધ જીવો પણ અનંત છે.

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146