________________
સૂત્ર-૨૭૦
શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની છે.
પ્રશ્ન ઃ હે ભગવન્ ! ત્રૈવેયક દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃહે ગૌતમ ! ત્રૈવેયક દેવોને એક માત્ર ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથની છે.
૧૬૭
પ્રશ્ન ઃ હે ભગવન્ ! અનુત્તરોપપ્પાતિક દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દેવોને એક ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હાથની છે.
• વિવેચન-૨૩૦/૨ :
દેવોના ચાર પ્રકાર-નિકાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિક, તેમાંથી પ્રથમ ત્રણ નિકાયમાં ઈન્દ્ર, સામાનિક વગેરે ભેદ છે. ઈન્દ્રાદિ ભેદ જ્યાં હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. પ્રથમ ત્રણ નિકાયના દેવ અવશ્ય કલ્પોપન્ન હોવા છતાં ‘કલ્પ' શબ્દ પ્રયોગ વૈમાનિક દેવો માટે રૂઢ થયો છે. સૌધર્મથી લઈ અચ્યુત સુધીના ૧૨ દેવલોકમાં ઈન્દ્રાદિ ભેદ હોવાથી તે કલ્પોપપન્ન કહેવાય છે. જ્યારે ત્રૈવેયક અને અનુત્તર-વિમાનવાસી દેવોમાં ઈન્દ્રાદિ ભેદ નથી. ત્યાંના બધા જ દેવો અહમેન્દ્ર છે.
તેથી તે કલ્પાતીત કહેવાય છે.
વૈમાનિક દેવોમાં સૌધર્મથી અચ્યુત સુધી ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી છે. તે સૂત્રથી સ્પષ્ટ છે. બાર દેવલોક સુધીના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તેઓના ઉત્તવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ત્રૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી માટે તેઓની માત્ર ભવધારણીય અવગાહના જ દર્શાવી છે. ચારે નિકાયના દેવો લબ્ધિથી પર્યાપ્તા જ હોય છે અર્થાત્ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થઈ જ જાય છે, માટે તેના પર્યાપ્તા અપર્યાપ્તા એવા ભેદ કરી અવગાહના બતાવી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બાર દેવલોકના દેવો ઉત્તર વૈક્રિય કરે ત્યારે તેની અવગાહના જઘન્ય ગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ચૈવેયક-અનુત્તર વિમાનવાસીદેવ ઉત્તર વૈક્રિય કરતાં નથી.
• સૂત્ર-૨૭૦/૩ :
તે ઉત્સેધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) સૂયંગુલ, (૨) પતરાંગુલ (૩) ધનાગુંલ. એક ગુલ લાંબી એક-એક આકાશપદેશની શ્રેણિને સૂરયંગુલ કહે છે, સૂચ્યુંગુલને સૂયંગુલથી ગુણતાં પતરાંગુલ નિષ્પન્ન થાય છે અને પતરાંગુલને સૂયંગુલ દ્વારા ગુણતાં ધનાંગુલ નિષ્પન્ન થાય છે.
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
પ્રશ્ન :- સૂયંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર ઃ- સર્વથી થોડા સૂયંગુલ છે. તેથી પતરાંગુલ અસંખ્યાતગુણા છે અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે.
• વિવેચન-૨૭૦/૩:
૧૬૮
માનવીની અંગુલની પહોળાઈના માપને એક ગુલ (માપ) કહે છે. આ સૂત્રમાં ઉત્સેધાંગુલનો પ્રસંગ છે તેથી અહીં (આઠ જવના મધ્યભાગ પ્રમાણ) ઉત્સેધાંગુલ પ્રમાણ એક પ્રદેશી લાંબી શ્રેણી સૂચ્ચગુલમાં ગ્રહણ થાય છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ ગ્રહણ થાય છે અને ધનાંગુલમાં લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ ત્રણેનું
ગ્રહણ થાય છે.
• સૂત્ર-૨૭૦/૪ ઃ
પ્રશ્ન :- પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યંત અર્થાત્ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સુવર્ણ પ્રમાણ, છ તલવાળું, બાર કોટિ અને આઠ કર્ણિકાઓથી યુક્ત સોનીની એરણના સંસ્થાન-આકારવાળું કાકિણી રત્નની પ્રત્યેક કોટિ ઉત્સેધાંગુલ પ્રમાણ વિકેંભ-પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રત્નની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના અધગુલ પ્રમાણ છે. તે અધગુલથી અર્થાત્ ઉત્સેધાંગુલથી હજારગણું એક પ્રમાણાંગુલ હોય છે.
• વિવેચન-૨૭૦/૪ --
પ્રમાણાંગુલ :- પરમ પ્રકર્ષરૂપ પરિમાણને પ્રાપ્ત-સૌથી મોટા અંગુલને પ્રમાણાંગુલ કહેવામાં આવે છે. ઉત્સેધાંગુલ કરતાં પ્રમાણાંગુલ હજાર ગણો મોટો છે. કાકિણીરત્ન સમઘનચોરસ રૂપ હોય છે. તેની બાર કોટિ એક-એક ઉત્સેધાંગુલ પ્રમાણ હોય છે. તે કાકિણી રત્નની કોટિ કરતાં ભગવાન મહાવીર સ્વામીનો આત્માંગુલ બમણો હોય છે. તેથી બે ઉત્સેધાંગુલ બરાબર ભગવાન મહાવીરનો એક આત્માંગુલ થાય અથવા એક ઉત્સેધાંગુલ બરાબર મહાવીર સ્વામીનો અર્થ અંગુલ થાય છે તેમજ હજાર ઉત્સેધાંગુલ = એક પ્રમાણાંગુલ થાય છે. તેથી ઉત્સેધાંગુલના માપથી થતાં હજાર યોજન બરાબર પ્રમાણાંગુલનો એક યોજન થાય છે.
૫૦૦ ધનુષ્યની ઊંચાઈ-અવગાહનાવાળા ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી આદિના અંગુલને પ્રમાણાંગુલ કહે છે.
- સૂત્ર-૨૭૦/૫ ઃ
આ પ્રમાણાંગુલથી છ ગુલનો એક પાદ, બે પાદ અથવા બાર અંગુલની એક વિતસ્તિ-વૈત, બે વેંતનો એક હાથ (રત્નિ), બે રત્નિની એક કુક્ષિ અને ને કુક્ષિનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય છે.
પ્રશ્ર્વ :- આ પ્રમાણાંગુલનું પ્રયોજન શું છે ? ઉત્તર :- આ પ્રમાણાંગુલથી રપા વગેરે પૃથ્વીઓ, રત્નકાંડ વગેરે કાંડો, પાતાળકળશો, ભવનો, ભવન