________________
સૂત્ર-૧૬
૩૧
સર્વથા નિષેધ અને એકદેશ નિષેધ બંને અર્થમાં પ્રયુક્ત છે. પ્રથમ બે ભેદ જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકમાં સર્વથા જ્ઞાનનો અભાવ છે, તેથી નોઆગમથી કહ્યું છે. ભૂત-ભાવિનું કારણ હોવાથી દ્રવ્ય કહેલ છે. ઉભય વ્યતિરિક્ત નોઆગમ દ્રવ્ય આવશ્યક રૂપ ત્રીજા ભેદમાં આવશ્યક શબ્દ અન્ય જે જે અર્થમાં, પ્રવૃત્તિમાં પ્રયુક્ત હોય, તે સર્વનું ગ્રહણ કર્યું છે. શાસ્ત્રકાર આ ત્રણે ભેદનું ક્રમથી વર્ણન હવે પછીના સૂત્રોમાં કરે છે.
• સૂઝ-૧૭ -
પ્રશ્ન :- જ્ઞાયક શરીર દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવશ્યક એ પદના અlધિકાર જણનારના પગત, યુત-ચ્ચાવિત, યકd, જીવરહિત શરીરને શસ્ત્રાગત, સંસ્કારગત, સિદ્ધશિલાગd-જે સ્થાન પર સંથારો કર્યો હોય તે સ્થાન પર (મૃત શરીર)ને સ્થિત જોઈ, કોઈ કહે, અહો ! શરીરરૂપ પુદગલ સમુદાયે જિનોપદિષ્ટ ભાવ અનુસાર આવશ્યકપદનું ગુરુ પાસેથી અદયયન કર્યું હતું, શિષ્યોને પજ્ઞાપિત કર્યું હતું, વિશેષ રૂપે સમજાવ્યું હતું. પોતાના આચરણ દ્વારા શિષ્યોને બતાવ્યું હતું, અક્ષમ શિષ્યોને “આવશ્યક’ પદના અર્થ ગ્રહણ કરાવવા પ્રયત્ન કર્યો હતો, નય-યુક્તિઓ દ્વારા શિષ્યોને અવધારણ કરાવ્યું હતું. તેવું આ મૃત શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે.
પ્રથન :- આ વાતને સમર્થન આપતું કોઈ દ્રષ્ટાંત છે ? ઉત્તર :- આચાર્ય ઉત્તર આપે છે. હા, ‘આ ઘીનો ઘડો હતો, ‘આ મધનો ઘડો હતો.' આ રીતે જ્ઞાયક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ જાણવું.
• વિવેચન-૧૭ :
જેણે પહેલા વિધિપૂર્વક ‘આવશ્યક સૂત્ર'નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અત્યારે તેનું આ મૃત શરીર આવશ્યકસૂત્રના જ્ઞાનથી સર્વથા રહિત છે, વર્તમાનમાં આ મૃત શરીરમાં ચેતના-જ્ઞાન નથી પરંતુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ ભૂતકાલીન આવશ્યક પર્યાયનું છે કારણ હતું. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. લોક વ્યવહાર પણ તેવો છે. તે ટાંત દ્વારા સૂચવ્યું છે. પહેલા જે ઘડામાં મધ કે ઘી ભરવામાં આવતું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ન ભરવા છતાં ‘આ મધનો ઘડો છે,” “આ ઘીનો ઘડો છે, તેવો પ્રયોગ વ્યવહારમાં જોવા મળે છે. તે જ રીતે આ નિર્જીવ શય્યાગત શરીર ભૂતકાલીન આવશ્યકજ્ઞાન પર્યાયનું કારણ હોવાથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે.
• સૂત્ર-૧૮ -
ધન :- ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનમાંથી બહાર નીકળી જમને ધારણ કર્યો છે તેનું બાળક, તે પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર આવશ્યકપદ ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખતો નથી, જીવના તે શરીરને ભવ્યશરીર દ્રવ્ય આવક કહે છે. તે માટે કોઈ ટાંત છે ? ઉત્તર :- મધુકુંભ થશે, આ
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધૃતકુંભ થશે. આવું ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ જાણવું.
• વિવેચન-૧૮ -
ભવિષ્યમાં આવશ્યક પદને જે શીખવાના છે તેવા જીવનું-શરીર ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ બાળકનું શરીર ભવિષ્યમાં આવશ્યકજ્ઞાન પ્રાપ્તિનું કારણ બનવાનું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. જેમ ભવિષ્યમાં કોઈ ઘડામાં મધ કે ઘી ભરવાનું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ભર્યું ન હોવા છતાં વર્તમાનમાં તે ઘડા માટે “આ મધનો ઘડો છે', ‘આ ઘી નો ઘડો છે' તેવો વ્યવહાર થાય છે, તેમ ભવિષ્યમાં આવશ્યક પદને શીખશે, તેવા આ બાળકાદિના શરીરને ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક કહે છે.
• સૂત્ર-૧૯ -
ધન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિષ્ઠિત નોઆગમતઃ દ્રવ્યઆવશયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકd દ્રવ્ય આવશ્યકની ત્રણ પ્રકાર છે. (૧) લૌક્કિ (૨) કુપાવચનિક (3) લોકોત્તરિક.
• વિવેચન-૧૯ :
નોઆગમચી દ્રવ્ય આવશ્યકતા આ ત્રીજા ભેદમાં, ભૂત અને ભાવિની અપેક્ષા સિવાય જેટલા નોઆગમચી દ્રવ્ય આવશ્યક હોય, તે સર્વનો સમાવેશ કર્યો છે. તે સર્વને ત્રણ ભેદમાં વિભાજિત કર્યા છે (૧) લૌકિક આવશ્યક ક્રિયાઓ (૨) કપાવચનિક આવશ્યક ક્રિયાઓ (3) વીતરાગમાર્ગની આવશ્યક ક્રિયાઓ.
• સૂત્ર૨૦ :
લૌકિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જે આ રાજ, ઈશ્વર, તલવર, માડુંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે શનિવ્યતીત થાય
ત્યારે, પ્રભાતકાલીન કિંચિત્માત્ર પ્રકાશ થાય, પહેલાની અપેક્ષાએ વધુ ફૂટ પ્રકાશ થાય, વિકસિત કમળો તેમજ મૃગની નયનોના ઈષદ્ ઉમીલનયુકત, યથાયોગ્ય રીતનિશ્ચિત ક્ષેતવણયુક્ત, પ્રભાત થાય ત્યારે તથા ત અશોકવૃક્ષ, પલાશપુષ, પોપટની ચાંચ, ચણોઠીના અધભાગ સમાન રક્ત, સરોવરd કમળવનોને વિકસિત કરનાર પોતાના હજારો કિરણોથી દિવસવિધાયક તેજથી દેદીપ્યમાન સુર્ય ઉદિત થાય ત્યારે મુખધોવું, દંતાક્ષાલન, સ્નાન, વાળ ઓળવા, મંગલ માટે સસ્સવ, દુર્વા વગેરેનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જોવું, ધૂપ દ્વારા વચાને સુવાસિત કરવા, પુષ્પ અને પુષ્પમાળાને ધારણ કરવી, પાન ખાવું સ્વચ્છ વસ્ત્ર પહેરવા વગેરે દ્રવ્ય આવશ્યક કરી રાજસભા, દેવાલય, આરામ ગૃહ, ઉધાન, સભા તરફ જાય છે. તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે.
• વિવેચન-૨૦ :
સંસારી લોકો દ્વારા આવશ્યક કૃત્ય રૂપે જે અવશ્ય કરવા યોગ્ય છે કે, સર્વ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. દંતપ્રક્ષાલન, સ્નાન વગેરે આવશ્યક કૃત્યોને મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ આવશ્યકની અપધાનતાની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે. મોક્ષાનું