________________
સૂઝ-૨૦
“અનુયોદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
પ્રધાનકારણ ભાવ આવશ્યક છે. પ્રધાન અર્થમાં ‘દ્રવ્ય’ શબ્દ પ્રયુક્ત થાય છે. સ્નાનાદિ દૈનિક આવશ્યક કૃત્ય મોક્ષમાર્ગમાં અપ્રધાન છે. તેથી દ્રવ્ય કહેલ છે. તેમાં આગમ રૂપતા નથી, તેથી તેને “નોઆગમતઃ'ના ભેદમાં કહેલ છે.
• સૂત્ર-૨૧ -
કુપાવચનિ દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જેઓ ચરક, ચીરિક, ચમખંડિક, ભિક્ષોદંડક, પાંડુરંગ, ગૌતમ, ગોવંતિક, ગૃહસ્થ, ધર્મચિંતક, વિનયવાદી, અક્રિયાવાદી, વૃદ્ધ શ્રાવક વગેરે વિવિધ વ્રતધાક પાખંડીઓ રાત્રિ વ્યતીત થઈ પ્રભાત કાળે સૂર્ય ઉદય પામે ત્યારે ઈન્દ્ર, સ્કંધ, રુદ્ર, શિવ, વૈશ્રમણદેવ અથવા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આયદિની, કોક્રિયાદેવી વગેરેની પ્રતિમાને ઉપલેપન, સમાન, પ્રક્ષાલન, ધૂપ, પુષ, ગંધ, માળા વગેરે દ્વારા પુજા કરવા રૂપ દ્વવ્યાવશ્યક કરે છે, તે કુપાવયનિક દ્રવ્યાવશ્યક છે.
• વિવેચન-૨૧ -
મોક્ષના કારણભૂત સિદ્ધાન્તોથી વિપરીત સિદ્ધાન્તોની પ્રરૂપણા તેમજ આચરણ કરનાર ચક વગેરે કુપાવયનિકોના આવશ્યકને કુપાવચનિક દ્રવ્યઆવશ્યક કહે છે. તેઓ ઈન્દ્રાદિની પ્રતિમાને ઉપલેપન કરવા રૂપ આવશ્યક કૃત્ય કરે છે, તેથી આવશ્યકપદ કહ્યું છે. આ ક્રિયામાં મોક્ષના સાધનભૂત ભાવ આવશ્યકની અપધાનતા હોવાથી દ્રવ્ય છે. તેમાં જ્ઞાનની અપેક્ષાનો સર્વથા અભાવ છે અને પ્રવૃત્તિની પ્રમુખતા છે તેથી તેને નોઆગમતઃ કહ્યું છે.
• સૂત્ર૨૨ -
પ્રથન • લોકોત્તરિક દ્રવ્ય આવશયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે સાધુ શમણગુણોથી રહિત હોય, છકાયજીવ પ્રત્યે અનુકંપા રહિત હોવાથી જેની ચાલ અaની જેમ ઉદ્દામ હોય, હાથીની જેમ નિરંકુશ હોય, સ્નિગ્ધ પદાર્થના માલિશ દ્વારા આંગચંગને કોમળ રાખતા હોય, પાણીથી વારંવાર શરીરને ધોતા હોય અથવા તેલથી વાળ-શરીરને સંસ્કારિત કરતા હોય, હોઠોને મુલાયમ રાખવા માખણ-ઘી લગાડતા હોય, પહેરવા-ઓઢવાના વસ્ત્રને ધોવામાં આસકત હોય, જિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરી. સ્વચ્છેદપણે વિચરનાર હોય તેવા સાધુ ઉભકાળ આવશ્યક કરવા તત્પર થાય ત્યારે તેની તે કિયા લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક, નોઆગમથી દ્રવ્ય આવશ્યક અને દ્રવ્ય આવશ્યક કહેલ છે.
• વિવેચન-૨૨ -
લોકમાં શ્રેષ્ઠ સાધુઓ દ્વારા આચરિત અને ઉત્કૃષ્ટ એવા જિનપ્રવચનમાં વર્ણિત હોવાથી આવશ્યકસમ લોકોરિક કહેવાય છે. લોકોતરિક અને ભાવ આવશ્યકરૂપ હોવા છતાં અહીં તેને દ્રવ્ય આવશ્યક કહ્યું છે, તેનું કારણ એ છે કે આવશ્યક કરનાર તે સાધુ શ્રમણગુણથી રહિત, સ્વછંદ વિહારી, દ્રવ્યલિંગી છે. આવશ્યક કરવાની પ્રવૃત્તિરૂપ હોવાથી તેને નોઆગમતઃ કહેલ છે. 41/3]
• સૂત્ર-૨૩ -
ભાવાવયકનું સ્વરૂપ કેવું છે ? ભાવાવચકના બે પ્રકાર છે, (૧) આગમથી ભાવ આવશ્યક (૨) નોઆગમથી ભાવાવશ્યક.
• વિવેચન-૨૩ :
વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત અર્થ, ભાવ કહેવાય છે અગત્ જે શબ્દની જે અર્થક્રિયા હોય તેનાથી યુક્ત હોય તો તે ભાવ કહેવાય છે. જેમ ઈન્દ્રપણાના ઐશ્વર્યથી યુકત હોય તે આદેશ પ્રત્યાદેશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય તે ભાવ ઈન્દ્ર કહેવાય. તેમ વિવક્ષિત ક્રિયાની સાથે ભાવસહિત જે આવશ્યક કરાય તે ભાવઆવશ્યક છે.
• સૂત્ર-૨૪ :
ધન :- આગમથી ભાવાવયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવશ્યકપદના જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગ યુક્ત હોય તે આગમથી ભાવાવશ્યક છે.
• વિવેચન-૨૪ :
આવશ્યકના અર્થજ્ઞાનથી જનિત ઉપયોગને ભાવ કહેવામાં આવે છે, ભાવથી યુકત આવશ્યકને ભાવ આવશ્યક કહેવાય છે. આગમ એટલે જ્ઞાન, આવશ્યક પદના જ્ઞાનથી યુક્ત જ્ઞાતાને અહીં આગમચી આવશ્યક કહેલ છે. તે આવશ્યકતા જ્ઞાનમાં ઉપયોગ હોય તેને ભાવ આવશ્યક કહે છે. જ્ઞાતા ગુણી અને ઉપયોગ રૂપ ગુણમાં અભેદ હોવાથી તે આગમથી ભાવાવશ્યક કહેવાય છે.
સૂત્ર-૫ :પ્રશ્ન :- નોઆગમથી ભાવાવશયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર:- નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે - લૌકિક, કુપાવચનિક અને લોકોત્તરિક.
• સૂત્ર-૨૬ -
પ્રશ્ન :- લૌકિક નોઆમથી ભાવાdયકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :પૂવલિકાળ-દિવસના પૂર્વભાગમાં મહાભારત અને અપરાહુકાળ-દિવસના પશl4 ભાગમાં રામાયણનું વાંચન, શ્રવણરૂપ સ્વાધ્યાય કરવી, તે લૌકિક ભાવાવશ્યક કહેવાય છે. આ લૌકિક ભાવ આવશ્યકનું વર્ણન પૂર્ણ થયું.
• વિવેચન-૨૬ :
લોકમાં આગમરૂપે માન્ય એવા મહાભારત-રામાયણ વગેરે ગ્રંથોનું વાંચન, શ્રવણ નિયત સમયે કરવું આવશ્યક છે, તેવો લોકવ્યવહાર જોવા મળે છે માટે તે લૌકિક આવશ્યક છે. તેના વાંચન-શ્રવણમાં વક્તા અને શ્રોતાનો ઉપયોગ હોવાથી તે ભાવ રૂપે છે. પાઠ કરવો તે પ્રવૃત્તિ રૂપ ક્રિયા હોવાથી તેને નો આગમથી કહેવાય છે. વ્યાખ્યાકારે કહ્યું છે કે ક્રિયા આગમરૂપ નથી, ક્રિયા રૂપ દેશમાં આગમતા નથી.
• સૂત્ર-૨૭ :
ધન :- કુપાવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ચરક, ચીરિકથી લઈ પાખંડથ સુધીના કુપાવયનિકો ઈજ્યાખ્યા, આંજલિ, હોમ-હવન,