Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ સૂત્ર-૬૬ થી ૬૯ વસ્તુનું કથન કર્યું છે. જે છ વસ્તુ કરણીય છે, તેનો બોધ, આ અર્થ દ્વારા થાય છે માટે તેને અધિકાર કહેવામાં આવે છે. (૧) સાવધ યોગ વિરતિ :- પ્રથમ સામાયિક નામના આવશ્યકનો અર્થ છે સાવધયોગથી વિરમવું. હિંસા-અસત્ય વગેરે સાવધયોગ છે - પાપકારી કાર્યો, નિંદનીય કાર્યો છે, તેનો ત્યાગ કરવો, તેનાથી વિરત થવું. હિંસાદિ કાર્યથી થતી મલિના માનસિક વૃતિઓની સન્મુખ ન થવું, તે સાવધયોગ વિરતિ અધિકાર છે. (૨) ઉકીર્તન : સાવધયોગ વિરતિ દ્વારા જેઓ સ્વયં સિદ્ધ-બુદ્ધ મુક્ત થવા અને આત્મશુદ્ધિ માટે સાવધ યોગ ૫ પ્રવૃત્તિના ત્યાગનો જેઓએ લોકોને ઉપદેશ આપ્યો, તેવા ઉપકારી તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તે બીજા ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકનો ઉકીર્તન અધિકાર છે. (3) ગુણવપતિપતિ :- વંદના નામના બીજા આવશ્યકનો અર્થ છે - સાવધયોગ વિરતિની સાધનામાં ઉધમવંત ગુણવાન, મુળગુણ-ઉતર ગુણના ધારક સંયમી શ્રમણોની પ્રતિપતિ એટલે આદર-સન્માન ભાવ રાખવો. ગુણવાન પ્રત્યે આદરભાવ ગુણવત્પતિપતિ અર્વાધિકાર છે. (૪) ખલિતનિંદા - પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો અર્થ છે, સંયમ સાધના દરમ્યાન પ્રમાદથી થયેલ ખલના-લાગેલા અતિચાર અને દોષોની નિંદા-ગઈ કરવી. આ ખલિતનિંદા અધિકાર છે. (૫) ઘણચિકિત્સા :- કાયોત્સર્ગ નામના પાંચમાં આવશ્યકનો અર્થ છે, અતિચારજન્ય દોષરૂપી ભાવવ્રણ-ઘાનું પ્રાયશ્ચિત રૂપ ઔષધોપચારથી નિરાકરણ કરવું. આ વ્રણચિકિત્સા અર્વાધિકાર છે. (૬) ગુણધારણા:- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકનો અર્થ છે, પ્રાયશ્ચિત દ્વારા દોષોનું પ્રમાર્જન કરી, મૂળગુણો, ઉત્તરગુણોની નિર્દોષ ધારણા કરવી. આ ગુણધારણા અધિકાર છે. અહીં પ્રતિજ્ઞા વાક્ય છે. આવશ્યકોના જે અર્થ સંક્ષેપમાં કહ્યા છે, તેનું વિશદ વર્ણન કરવા અહીં તે અધ્યયનોના પૃથક પૃથક નામ બતાવ્યા છે. • સૂઝ-૬૯૨ - આ છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક અધ્યયન છે, તેના આ ચાર અનુયોગદ્વાર છે - (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (3) અનુગમ (૪) નય. • વિવેચન-૬૯/ર : આ સૂત્રમાં સામાયિકના ચાર અનુયોગદ્વાર બતાવ્યા છે. આ આગમનો વર્ણ વિષય ‘આવશ્યકનો અનુયોગ છે' તે આવશ્યકતા અનુયોગનો પ્રારંભ તેના પ્રથમ અધ્યયન સામાયિકથી પ્રારંભ કરે છે. સૂત્રકાર ચાર અનુયોગથી આવશ્યકના પ્રથમ અધ્યયનની વિચારણાનો પ્રારંભ કરે છે. તાત્પર્ય એ છે કે પ્રતિજ્ઞાનુસાર ક્રમ પ્રાપ્ત અધ્યયનના નિફોપ માટે જ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિકનું વિસ્તૃત વ્યાખ્યાન ચાર અનુયોગદ્વારોથી પ્રારંભ કરાય છે. ૪૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સામાયિક સમસ્ત ચાત્રિગુણોનો આધાર છે. દુ:ખોનો નાશ કરનાર અને મુક્તિનું પ્રધાન કારણ છે. તેથી પ્રથમ અધ્યયન રૂપે ઉપન્યાસ કરેલ છે. સામાયિકનો નિતાર્થ :- સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૈષ્ટિ સંપs, રાગવેષ રહિત આત્માના પરિણામને સમ કહે છે. તે સમની ‘આ’ એટલે પ્રાપ્તિ તે સમાય કહેવાય અથવા જ્ઞાનાદિ ગુણોત્કર્ષનો લાભ તે સમાય. તે જેનું પ્રયોજન છે. તેને સામાયિક કહે છે. આ સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. અધ્યયનના અર્થનું કથન કરવાની વિધિનું નામ છે અનુયોગ અથવા સૂત્ર સાથે તેના અનુકૂળ અર્થને સ્થાપિત કરવા-જોડવા તે છે અનુયોગ. તેના ચાર દ્વારો - (૧) ઉપક્રમ - વસ્તુને નિક્ષેપયોગ્ય બનાવવાની રીતને ઉપક્રમ કહે છે અથવા જે વચન દ્વારા વસ્તુ નિક્ષેપ યોગ્ય બને અથવા વિનીત શિષ્યના જે વિનયાદિ ગુણોથી વસ્તુ નિફોપ યોગ્ય બને તે ઉપકમ કહેવાય છે. (૨) નિક્ષેપ:- નિક્ષેપ એટલે ન્યાસ, રાખવું કે સ્થાપન કરવું. નામ, સ્થાપના, દ્રવ્ય વગેરે ભેદોથી સૂગગત પદોનું વ્યવસ્થાપન કરવું તે નિક્ષેપ કહેવાય છે. જેમાં અથવા જેના વડે વસ્તુમાં નિક્ષેપ કરાય, વસ્તુનું પ્રતિપાદન કરાય તે નિફ્લોપ. એક શબ્દના અનેક અર્થ થતાં હોય તેમાંથી અપસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થમાં વસ્તુનું સ્થાપન કરવું તેનું નામ છે નિક્ષેપ. (૩) અનુગમ:- સૂત્રોનો અનુકૂળ અર્થ કરવો તે છે અનુગમ અથવા સૂગને અનુકૂળ-ચોગ્ય અર્થ સાથે જોડવા તે છે અનુગમ. (૪) નય :- પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. વસ્તુમાં અનંત ગુણો છે. તે અનંત ધર્મોમાંથી શેષ ધર્મોને ગૌણ કરી મુખ્યરૂપે એકને ગ્રહણ કરે તે નય. • સૂર-૩૦/૧ - પ્રશ્ન - ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉપકમના છ ભેદ છે, તે આ પ્રમાણે છે - (૧) નામોયક્રમ, (૨) સ્થાપનોપક્રમ, (૩) દ્રવ્યોપકમ, (૪) હોમોપકમ, (૫) કાલોપક્રમ, (૬) ભાવોપક્રમ. • વિવેચન-૩૦/૧ : આ સત્રમાં ઉપક્રમના પરિચયાત્મક છ ભેદોનું કથન છે. તે પછી પાંચમા પ્રકરણમાં ફરીથી અનુક્રમે બીજી રીતે છ ભેદોનું કથન કરી ઉપક્રમનું વિસ્તૃત વ્યાખ્યાન વિવિધ ભેદાનભેદથી કરવામાં આવશે. • સૂત્ર-Bo/૨ + વિવેચન : નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, નામસ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું અથતિ કોઈ સચેતન કે અચેતન વસ્તુનું ઉપક્રમ એવું નામ રાખવું નામ ઉપક્રમ અને કોઈ પદાર્થમાં “ ઉપક્રમ છે' તેવો આરોપ કરવો તે સ્થાપના ઉપક્રમ છે. • સૂત્ર-૭૦/૩ : ધન :- દ્રવ્યઉપકમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યઉપકમના બે પ્રકાર છે. (૧) આગમત દ્રવ્ય ઉપક્રમ (૨) નોઆગમતઃ દ્રવ્યઉપક્રમ ચાવતુ જ્ઞાયક શરીર,

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146