Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ સૂત્ર-૭૯ પ૧ પ્રશ્ન :- અપશસ્ત ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ડોડિણી બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યાદિ દ્વારા અન્યના ભાવોને જાણવા રૂપ ઉપક્રમ આપશd નોઆગમ ભાવોપકમ છે. પ્રશ્ન :- પ્રશસ્ત ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર + ગુરુ વગેરેના અભિપ્રાયને યથાવતુ જાણવા તે પ્રશસ્ત ભાવોપકમ છે. • વિવેચન-૩૯ : આ સૂત્રોમાં ભાવ ઉપક્રમનું સ્વરૂપ છે. ભાવ શબ્દના સ્વભાવ, આત્મા, સત્તા, યોનિ અને અભિપ્રાય, આ પાંચ અર્થ થાય છે. અહીં અભિપ્રાય આર્ય ગ્રહણ કર્યો છે. ભાવ અતિ અભિપ્રાયનું યથાવત્ પરિજ્ઞાન તે ભાવ ઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ શબ્દના, તેના અર્થના તથા ઉપક્રમ સંબંધી અન્ય વર્ણનના જ્ઞાતા ઉપયોગવાન હોય તો તે આગમ ભાવ ઉપક્રમ કહેવાય છે. નોઆગમથી ભાવ ઉપક્રમમાં પ્રશસ્ત અને અપશસ્ત એવા બે પ્રકાર બતાવ્યા છે. સાંસારિક ફળ જનક અન્યના અભિપ્રાયનું પરિજ્ઞાન તે અપશસ્ત ભાવઉપક્રમ કહેવાય છે અને મોક્ષના કારણરૂપ ગુવાદિના અભિપ્રાયનું પરિજ્ઞાન તે પ્રશસ્ત ભાવ ઉપકમ કહેવાય છે. અપશસ્ત ભાવોપક્રમમાં સૂત્રકારે ત્રણ ઉદાહરણ આપ્યા છે, તે આ - (૧) ડોડિણી બ્રાહ્મણી :- કોઈ એક ગામમાં ડોડિણી નામે બ્રાહ્મણી રહેતી હતી. તેની ત્રણે દીકરીઓના લગ્ન થયા પછી તેને વિચાર આવ્યો કે મારે મારા જમાઈઓના સ્વભાવ જાણી લેવા જોઈએ અને તે અનુસાર દીકરીઓને શિખામણ આપે, તો તેઓ પોતાના પતિની સાથે તેના સ્વભાવને અનુરૂપ વ્યવહાર કરી જીવન સુખી બનાવી શકે. બ્રાહ્મણીએ પોતાની ત્રણે દીકરીઓને બોલાવીને કહ્યું કે આજે તમારા પતિ સવા આવે ત્યારે કોઈપણ ભૂલ બતાવી તેના મસ્તક પર લાત માજો અને તેઓ તમને જે કહે તે મને સવારે કહેજો. બે ત્રણે કન્યાઓએ માતાના કહેવા પ્રમાણે કોઈપણ બહાને પતિને લાત મારી. જોઠા કન્યાના પતિએ લાત વાગતા જ તેના પગ પકડી, કહ્યું, “પ્રિયે ! પત્થરથી પણ વધુ કઠોર એવા મારા મસ્તક પર પુષ્પસમા કોમળ ચરણથી પ્રહાર કરતા તારા ચરણને વાગ્યું હશે. તેમ કહી તેના પર હાથ ફેરવવા લાગ્યો. - બીજે દિવસે કન્યાએ માતાને સર્વ વૃત્તાંત જણાવ્યો. માતાએ ખુશ થતાં કહ્યું. બેટા! તું તારા ઘરમાં જે કરવા ધારીશ તે કરી શકીશ. તારા પતિના વ્યવહાર પરથી લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે. બીજી કન્યાએ પતિને લાત મારી ત્યારે તેના પતિ થોડા ગુસ્સે થયા અને શબ્દો દ્વારા ગુસ્સો વ્યક્ત કર્યો કે તે મારી સાથે જે વ્યવહાર કર્યો તે કુળવધૂને યોગ્ય નથી. તારે આવું કરવું ન જોઈએ. તેટલું કહી તે શાંત થઈ ગયા. માતા આ વૃતાંત સાંભળી સંતુષ્ટ થતાં બોલી, બેટા! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છાનુરૂપ પ્રવૃત્તિ કરી શકીશ. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલા ગુસ્સે પર “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થશે પણ થોડી ક્ષણોમાં શાંત થઈ જશે. ત્રીજી કન્યાએ પતિને લાત મારી. ત્યારે તેના પતિ અત્યંત ગુસ્સે થઈ બોલ્યા - તારો વ્યવહાર કુળવાન કન્યાને યોગ્ય નથી, તે હું ચલાવીશ નહીં. આમ કહી તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી. તે રેતી-કકળતી માતા પાસે આવી અને સર્વ વૃતાંત કહ્યો. પોતાની પુગીની વાત ઉપરથી જમાઈરાજનો સ્વભાવ તે જાણી ગઈ અને તુરત જ જમાઈ પાસે જઈ મીઠા શબ્દોથી તેના ક્રોધને શાંત કરી કહ્યું - જમાઈરાજ ! અમારી કુળ પરંપરા છે કે પ્રથમ સતે કન્યા પતિના મસ્તક પર ચરણ પ્રહાર કરે. આ કારણથી જ મારી કન્યાએ તેમ કર્યું છે, અન્ય કોઈ દુષ્ટ પ્રયોજનથી તેમ કર્યું નથી. તમે તેના તે વર્તનની ક્ષમા આપો. આ રીતે જમાઈરાજના ગુસ્સાને શાંત કરી, માતાએ પોતાની કન્યાને સલાહ આપી, બેટા! તારા પતિ દુરારાધ્ય છે. તેની આજ્ઞાનું બરાબર પાલન કરજે અને દેવતાની જેમ તેની પૂજા કરજે. ડોડિણી બ્રાહ્મણીએ યુક્તિપૂર્વક પોતાના જમાઈઓના અભિપ્રાય જાણી લીધા. (૨) વિલાસવતી ગણિકા :- એક નગરમાં વિલાસવતી નામની ગણિકા રહેતી હતી. તેને પોતાને ત્યાં આવતા પુરુષોના અભિપ્રાય જાણવા, પોતાના તિભવનની દીવાલો પર જુદી-જુદી જાતિના, વિવિધ ક્રિયાઓ કરતાં પુરુષોના ચિત્રો રાખ્યા હતા. તેને ત્યાં જે પુરુષો આવતા તે પોતાની જાતિને ઉચિત ચિનના નિરીક્ષણમાં તન્મય બની જતા, તે જોઈ તેની રુચિ, જાતિ, સ્વભાવ તે ગણિકા જાણી લેવી અને તે પુરુષને અનુરૂપ વર્તાવ કરી, તેને પ્રસન્ન કરી, વિપુલ ધનરાશિ પ્રાપ્ત કરતી હતી. () સુશીલ અમાત્ય :- એક નગરમાં ભદ્રબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને સુશીલ નામના અમાત્ય હતા. તેઓ બીજાના મનોગત ભાવોને જાણવામાં નિપુણ હતા. એકદા અમાત્ય સાથે સજા અશકીડા કરવા નગર બહાર ગયા. રસ્તામાં ઘોડાએ લઘુશંકા કરી. અશ્વકીડા કરી રાજા તે તે પાછા ફર્યા ઘોડાનું મૂગ જરાય સુકાયું ન હતું. તે જોઈ રાજાને વિચાર આવ્યો કે આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે તો તે પાણીથી ભરાયેલું જ રહે. આ પ્રમાણે વિચાર કરતાં-કરતાં રાજા ભૂમિને તાકી રહ્યા અને ત્યારપછી મહેલમાં પાછા ફર્યા. રાજાને એકીટશે ભૂમિ નિહાળતા જોઈ, ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવોને સમજી ગયા. રાજાને પૂછયા વિના તે જગ્યાએ મોટું તળાવ બનાવડાવ્યું. કરી એક એકવાર રાજ અમાત્ય સાથે તે જ રસ્તા પર ફરવા નીકળ્યા. વૃક્ષોથી સુશોભિત તળાવ જોઈ રાજાએ પૂછયું, ‘આ તળાવ કોણે કરાવ્યું ?” અમાત્યે કહ્યું “રાજન ! આપે જ કરાવ્યું છે.” અમાત્યની વાત સાંભળી રાજાએ આશ્ચર્ય સાથે કહ્યું શું આ તળાવ મેં કરાવ્યું છે ? તળાવ બનાવવાનો મેં કોઈને આદેશ આપ્યો હોય તેવું મને યાદ આવતું નથી. પૂર્વ ઘટનાને યાદ કરાવતા અમાત્યે કહ્યું કે હે રાજન ! આ સ્થાન પર લાંબા સમય સુધી મૂત્રને સુકાયા વિનાનું જોઈ, તમે જળાશય બનાવવાનો વિચાર કર્યો હતો ને ? તમારા તે અભિપ્રાયને જાણી મેં આ તળાવ કરાવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146