Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ સૂત્ર+૩૧ “અનુયોદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમયની સ્થિતિવાળા એક-એક દ્રવ્ય અનાનુપૂર્વ અને બે સમયની સ્થિતિવાળા એક-એક દ્રવ્ય અવકતવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળ અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વ, એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વ તથા બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. દ્રભાનુપૂર્વની જેમ અહીં પણ છવ્વીસ ભંગોનું સ્પષ્ટીકરણ કરવું, એક-એક ભંગનું સ્વરૂપ દર્શન કરાવે તે ભંગોપદર્શનતા કહેવાય છે. • વિવેચન-૧૩૧ - અનૌપનિધિથી કાલાતુપૂર્વીના બીજા ભેદ ભંગસમુકીર્તનતામાં સંભવિત ભંગોનો નામોલ્લેખ કરસ્વામાં આવે છે. ત્રીજા ભેદ ભંગોપદર્શનતામાં તે જ ભંગોના સ્વરૂપનું દર્શન સૂગકાર કરાવે છે. કાલાનુપૂર્વીમાં કાલની પ્રધાનતા છે. કાળથી પુદ્ગલ દ્રવ્યનો વિચાર કરતા, પુદ્ગલ દ્રવ્યની તે જ સ્વરૂપે રહેવાની કાલમર્યાદાના આધારે અનુપૂર્વી આદિ સંભવે છે. એક સમયની સ્થિતિવાળા એક-એક પરમાણુથી લઈ અનંતપદેશી સ્કંધ વગેરે દ્રવ્ય એક અનાનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક પરમાણુ વગેરે દ્રવ્ય અનેક અનાનુપૂર્વી કહેવાય છે. આ જ પ્રમાણે શેષ ભંગોનું સ્વરૂપ સમજવું જોઈએ. • સૂત્ર-૧૩૨ - પ્રશ્ન : સમવતારનું સ્વરૂપ કેવું છે ? સૈગમ-વ્યવહાર સંમત અનેક આનુપૂર્વ દ્રવ્યો ક્યાં સમવતાર પામે છે ? અતિ ક્યાં સમાવિષ્ટ થાય છે ? યાવતું ભણે સ્વ-સ્વ સ્થાનમાં સમવતરિત થાય છે. આ સમવતારનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૧૩ર : સમવતાર એટલે સમાવિષ્ટ થવું. તે તે દ્રવ્યમાં તબૂત થવું. નૈગમવ્યવહારનયસંમત કાલાનુપૂર્વીના આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવકતવ્ય દ્રવ્ય, આ ત્રણની અપેક્ષાએ ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રશ્ન :- આનુપૂર્વીદ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં, અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે ? ઉત્તર :- આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત (સમાવિષ્ટ) થાય છે. અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં નહીં. તે જ રીતે અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્યમાં અને અવકતવ્ય દ્રવ્ય વકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે. • સૂત્ર-૧૩૩,૧૩૪ : પ્રશ્ન :* અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અતુગમના નવ પ્રકાર કહw છે તે આ પ્રમાણે - (૧) સદરૂપા વાવ4 (6) અવIબહુd. • વિવેચન-૧૩૩,૧૩૪ - તે નવ પ્રકાર આ પ્રમાણે છે - (૧) સત્પદપરૂપણા, (૨) દ્રવ્યપ્રમાણ, (3) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અલબહુd. • સૂp-૧૩૫/૧ - પ્રશ્ન :- મૈગમ-વ્યવહારનયસંમત [કાલ આનુપૂર્વી દ્રવ્ય અતિરૂપે છે કે નાસ્વિરૂપ છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનયસંમત [કાલ આનુપૂર્વી, અનાનુપૂર્વ અવકતવ્ય, આ ત્રણે દ્રવ્ય નિયમાં અતિરૂપે છે. પ્રશ્ન :- આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? આનપવી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. • વિવેચન-૧૩૫/૧ - આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યનું દ્રવ્ય પ્રમાણ બતાવ્યું છે. આ ત્રણે દ્રવ્ય અસંખ્યાત છે. અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પુદ્ગલ દ્રવ્ય અનંત છે તો કાલાનુપૂર્વાગત આનુપૂર્વી વગેરેનું દ્રવ્ય પ્રમાણ અનંતના બદલે અસંખ્યાત કેમ કહેવામાં આવે છે ? તેનું સમાધાન એ છે કે કાલાનુપૂર્વીમાં કાળની પ્રધાનતા હોવાથી ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો, ચારસમયની સ્થિતિવાળા, પાંચ સમયાદિની સ્થિતિવાળા અનંત દ્રવ્યો પણ એક-એક દ્રવ્યરૂપે ગણાય છે. દ્રવ્યના સ્થિતિ સ્થાન અસંખ્યાત છે માટે આનુપૂર્વી વગેરે દ્રવ્ય અસંખ્યાત કહ્યા છે. સ્થિતિ સ્થાન અસંખ્યાત હોવાથી કાલાનુપૂર્વીગત આનુપૂર્વીની સંખ્યાત દ્રવ્ય પ્રમાણતા તો સિદ્ધ થઈ જાય છે પરંતુ એકસમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વી કહેવાય છે. તેનું ‘એક સમય’નું એક જ સ્થિતિ સ્થાન બને અને બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવક્તવ્ય કહેવાય છે. તેનું ‘બે સમયનું એક જ સ્થિતિ સ્થાન બને તેથી તેમાં કાળ વિવક્ષાથી એક જ દ્રવ્યપમાણતા અને વ્યવિવાથી અનંત દ્રવ્ય પ્રમાણતા પ્રાપ્ત થાય પરંતુ આ સૂત્રમાં અનાનુપૂર્વી-અવક્તવ્ય કાલાનુપૂર્વીને અસંખ્યાત કહ્યા છે તે કેવી રીતે ઘટિત થાય ? આ પ્રશનનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે કે કાલાનુપૂર્વીગત અનાનુપૂર્વી અને અવક્તવ્યની અસંખ્યાત દ્રવ્ય પ્રમાણતા ક્ષેત્રની વિવક્ષાથી કહેવામાં આળે છે. એક-એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યો અને બે-બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યો લોકના એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપદેશ ઉપર અવગાહન કરે છે. પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ જ હોય છે. આ રીતે આધારભૂત ક્ષેત્રની અપેક્ષાઓ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની દ્રવ્ય પ્રમાણતા અસંખ્યાત બતાવી છે. • સુત્ર-૧૩૫/ર : ધન :- નૈગમ-વ્યવહારનય સંમત અનુપૂર્વ દ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં રહે છે ? ઉત્તર * એક દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય - (૧) લોકના સંખ્યાતમાં ભાગમાં () અસંખ્યાતમાં ભાગમાં, (3) સંગાત ભાગોમાં, (૪) અસંખ્યાત ભાગોમાં (v) દેશોન લોકમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સવલોકમાં રહે છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146