Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રેષ્ઠ દરજ્જો છે. જેને ગાળU ૩૩ત્તે કહેવાય છે. જ્યારે નોઆગમથી ભાવદ્યુત લૌકિક અને લોકોત્તર એમ બે ભેદવાળું છે, જેમાં લૌકિક એટલે જૈનશાસ્ત્ર સિવાયના બીજા ધર્મના માન્ય પુસ્તકો ઉપરાંત નાટયશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, વૈદકીય પુસ્તકો એ બધા કળાના શાસ્ત્રો પણ લૌકિક ભાવૠતમાં ગણ્યા છે. જ્યારે લોકોત્તર ભાવશ્રુતમાં બધા અરિહંત પ્રરૂપિત, સર્વજ્ઞ માન્ય જૈનધર્મને માટે પ્રમાણિક બધા શાસ્ત્રો ગણવામાં આવ્યા છે. આ રીતે નામશ્રુતથી લઈને આગમભાવશ્રુત સુધી આખો શ્રુતજ્ઞાનનો ક્રમ બતાવેલો છે. આ જ રીતે અનુયોગદ્વાર આવશ્યક અને એવા બીજા તત્ત્વોના પણ અણીશુદ્ધ ક્રમ પ્રદર્શિત કર્યા છે. શાસ્ત્રની આ પ્રાચીન પદ્ધતિ છે.
પાઠક તે ધ્યાનથી સમજે તો શાસ્ત્રવાણી ઘણા જ વ્યાપક વિષયને આવરી લે
છે.
આ રીતે આખો ક્રમ કોઈપણ શબ્દ કે ભાવો ઉપર લાગુ કરેલો છે તથા શબ્દ અને અર્થ બંનેને ખંડ ખંડ કરી અંદરથી નિહાળવાનો પ્રયાસ કર્યો છે અને સાધારણ જનસમૂહ કે સ્થૂળ બુદ્ધિવાળા જીવો જ્ઞાનના કે પદાર્થના જાણપણામાં કેટલા સ્થૂળ રીતે રમતા હોય છે તેનું દર્શન કરાવ્યું છે.
અનુયોગદ્વાર ખરેખર ! જોવા જાણવાની એક અલૌકિક મેથડ પૂરી પાડે છે. પંડિત સુખલાલજીએ "અનુયોગદ્વાર" શબ્દનો અર્થ ફોડતા જણાવ્યું છે કે– અનુયોગ = એ પ્રશ્ન અને દ્વાર = એ તેનો ઉત્તર છે અર્થાત્ અનુયોગદ્વારનું બીજું નામ "પ્રશ્નોત્તરશાસ્ત્ર" એમ કહી શકાય. જોકે સમગ્ર જૈનશાસ્ત્રો લગભગ પ્રશ્નોત્તર રૂપે જ લખાયા છે; પ્રશ્નોત્તર રૂપે જ જ્ઞાન પીરસે છે અને અનુયોગદ્વાર તો સાક્ષાત્ પ્રશ્નોત્તરનો નમૂનો જ છે. ખરૂ પૂછો તો પ્રશ્નોત્તર-પદાર્થને પચાવવાની ચાવી છે.
આ દષ્ટિએ પંડિત સુખલાલજી ઘણા સાચા છે. છતાં અહીં કહેવું પડશે કેઅનુયોગનો અર્થ પ્રશ્ન પુરતો જ સીમિત નથી, તે જ રીતે "અનુયોગકાર"નો અર્થ પ્રશ્નોત્તર પૂરતો જ સીમિત નથી.
હવે આપણે અનુયોગદ્વારને જરા વધારે ઊંડાઈથી સમજીએ
"યોગ"નો અર્થ સંધિ થાય છે, સંમિલન થાય છે. યોગ બે અનુકૂળ પદાર્થ કે અનુકૂળ ભાવોનું સામંજસ્ય પ્રગટ કરે છે. યોગ શબ્દ ભારતની સંપૂર્ણ સંસ્કૃતિ અને