Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જે રસકુપ્પિકાનું સેવન કરવાથી જન્મ મરણના રોગનો વિનાશ થાય અને અજર-અમરપદની પ્રાપ્તિ થાય તેવું વીતરાગી રસાયણનું જ્ઞાન અગિયાર અંગ કંઠસ્થ કરીને પ્રાપ્ત કર્યું અને સંયમ તપથી આચરણમાં પણ મૂક્યું.
દેહાતીત દશા સુધી પહોંચવાનો અડગ નિરધાર હોવા છતાં ચારિત્રમોહના ઉદયના કારણે જલમેલના પરીષહના પહાડને ઓળંગી ન શકયા. શુચિપણામાં લીન બની ગયા. રસાયણ તો શુદ્ધ કરે તેવું હતું પણ પથ્ય પળાયું નહીં. જેથી જિનાજ્ઞા વિરુદ્ધ ઉત્તરગુણનું અનાચરણ બાહ્ય સાફસૂફીમાં વ્યતીત કર્યું અને તેઓ શરીર બકુશા બની ગયા. ગુણીદવાની હિતશિક્ષાઓનો મૌનપણે અનાદર કયો. શરીરના બધા જ વિભાગોને સાફ કરવા પાણી વાપરવા લાગ્યા. સાથે રહેનાર ગુરુકુળવાસી સાધ્વીઓની રોકટોક, તર્જના, ઉપાલંભ સહન નહીં થવાના કારણે અલગ એકલા રહેવાનો ભાવ ઊભો કરી
સ્વતંત્ર રહેવાના બહાને સ્વછંદનું પોષણ કરતા સ્વેચ્છાચારી બની ગયા. તે કેમ કેવી રીતે બન્યા તેનું કથાનક આ સ્કંધમાંથી વાચકવર્ગને વાંચવાથી પ્રાપ્ત થઈ જશે.
સંક્ષિપ્તમાં આ દસ વર્ગની દસ રસકપ્પિકાનું તારણ એક જ છે કે– ૨૦૬ આર્યાઓએ જ્ઞાનસાધના, દર્શન સાધના, તપસાધના તો કરી પરંતુ મનોશૈથિલ્યતાના કારણે શુચિપણામાં વર્તે વીતરાગ થવા યોગ્ય જિનવાણીની રસકપ્પિકાનું રણબિન્દુ પરમ પારિણામિક ભાવ સુધી ન પહોંચ્યું જો કે નિષ્ફળ તો ગયું જ નહી. અર્થાત્ મન સ્વછંદ થયું, કાયાએ વિરાધનાનું આચરણ કર્યું છતાં વચન એક પણ અશુભયોગરૂપે દેવ ગુરુ ધર્મ માટે ઉચ્ચારાયું નહીં. તેમજ ગુસ્સી પ્રમુખા વગેરે આર્યાઓના તિરસ્કાર સામે કોઈ પ્રતિક્રિયા વચનથી કરી નહીં. મૌન સાધનાથી સહી લેતાં પુણ્યનો પૂંજ પણ એટલો જ ઉપાર્જન કર્યો.
સ્ત્રી શરીરના અવયવોની આસક્તિ પોષી કાયાની માયામાં પડી, પરતંત્રતામાં સ્વતંત્રતા માની ચારેય જાતિના ઇન્દ્રોની અગ્રમહિષીઓ બનવાનું કર્મ બાંધ્યું. અર્ધ પલ્યોપમથી લઈને નવ પલ્યોપમસુધી સ્ત્રીપણે રહેવાનો યોગ પ્રાપ્ત કર્યો અને અશુભ અન્ટમ્સન્ટમ્ એલફેલ વચનથી પ્રતિક્રિયા ન કરવાના કારણે આદેય વચનનો બંધ કર્યો અર્થાત્ સરાગ સંયમપાળી, કષાય યોગે મિથ્યાત્વ અધ્યવસાયના પરિણામવાળા ભાવને કારણે અર્ધમાસની સંલેખના કરી, આલોચના કર્યા વિના કાળના અવસરે કાળધર્મ પામી અને ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીની અગ્રમહિષીઓ તથા મંદકષાયના સમ્યક અધ્યવસાયના યોગે વૈમાનિક ઇન્દ્રની અગ્રમહિષીઓપણે દેવશય્યામાં ઉત્પન્ન થયા.
ઉત્પન થઈને અવધિજ્ઞાનનો ઉપયોગ મુકતા પારસનાથના શ્રીમુખે લીધેલી