Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
The .
આયુષ્ય પૂર્ણ થતા સર્વાર્થસિદ્ધના દેવ બન્યા. બન્ને ભાઈઓ ભોગી-યોગી બન્યા. બન્નેનું અઢીદિવસનું આયુષ્ય. પૂર્વે આયુષ્યનો બંધ પાળ્યો ન હતો તેથી તીવ્ર વૈરાગ્યે આત્માનું દમન કરી આત્મ પરિણામ બળવાન બન્યા, બળીયાના બે ભાગ, તે ન્યાયે અનંત કર્મની નિર્જરા કરીને એક ભવાવતારી દેવ બન્યા. યોગી મહાત્મા ભોગી બની તીવ્ર લાલસાએ મૃત્યુ પામી અનંત કર્મોને ઉપાર્જન કર્યા. પહેલાં ચારિત્ર પાલન સમયે આયુષ્યનો બંધ પડ્યો નહતો તેથી પાપ કર્મનું પલ્લું વધ્યું અને સાતમી નરકના નારકી બન્યા.
તારણ એજ છે કે પુણ્ય-પાપના પલ્લા પ્રમાણે આયુષ્યનો બંધ પડે છે. તીવ્ર વૈરાગ્ય-વિરતિના ઘરમાં લાવી કર્મક્ષય કરાવે છે અને તીવ્ર લાલસા અવિરતિના ઘરમાં લઈ જઈ મોહ કર્મ બંધાવે છે. ચોખ્ખો છે હિસાબ, જેવું કરો તેવું પામો.
આ થયું પ્રથમ શ્રુતસ્કંધની ઓગણીસ કથાનકની ઓગણીસ રસકપ્પિકાનું વર્ણન તેનું રસાયણ, જે આરોગે તે આરોગ્ય બોધી લાભને પામી જાય છે.
પ્રિય વાચકવર્ગ! આપણે છટ્ટા અંગના જ્ઞાતા નામના પ્રથમ શ્રુતસ્કંધને જોઈ ગયા. ૧૯ રસકપ્પિકાના રસબિન્દુઓના દષ્ટાંત, ઉદાહરણ વગેરે જોયા. હવે તમારી સમક્ષ બીજો શ્રુતસ્કંધ ડાબી બાજુનો શરૂ થાય છે. પીઠની વચ્ચે રહેલો મેરુદંડ તે દરેક જમણી બાજુથી લઈને ડાબી બાજુ પ્રદક્ષિણા કરીને કરોડરજ્જુના મણકારૂપે ગોઠવાયેલા છે. તે જ પ્રમાણે જ્ઞાતા જમણી બાજુનું જ્ઞાન કરાવીને ડાબી બાજુ ધર્મકથા તરફ લઈ જાય છે.
હૃદય ડાબી બાજુ છે તે નાનકડું છે. તો પણ તેમાં અનેક રહસ્યો છુપાયેલા છે. તેને સંભાળવાનું રહે છે. તે ચાલે તો જ માનવ જીવતો કહેવાય. તેવી જ રીતે આ ધર્મકથાનો સ્કંધ હૃદયરૂપે હોવાથી કદ નાનું છે પણ ક્રિયા કલાપનો સંદર્ભ અને રહસ્ય અગાધ છે.
આ સ્કંધમાં ૨૦૬ ગુપ્ત બ્રહ્મચારીણી સાધ્વીઓની ધર્મકથાઓનું વર્ણન છે. તેઓને, ગામ, નામ, ધામ, માતા,પિતા પરિવાર વગેરે સામગ્રી શુભ કર્મના યોગે પરિપૂર્ણ મળી હતી. માનવનો ભવ, સ્ત્રીનું શરીર મળ્યો હતો અને ઉછેર પ્રેમ, વાત્સલ્ય સભર થયો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થયાં પછી યોગ્ય વરની પ્રાપ્તિનું વરણ થયું ન હતું તેથી તે સઘળી કુમારી રહી ગઈ હતી.
આ સઘળી કન્યાઓના સદ્ભાગ્યે પુષાદાનીય પારસનાથ ભગવાનનો ભેટો થયો. બોધ સાંભળી સંસારી વત્તિનો વળાંક વૈરાગ્યવિરતિભાવમાં વહ્યો. તેથી તેઓએ માતાપિતાની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી. પારસનાથના શ્રીમુખે દીક્ષા દાનરૂપે રસકુપ્પિકા પ્રાપ્ત કરી તેનું સેવન પ્રમુખા સાધ્વી પુષ્પચૂલાની નેશ્રાએ કરવા લાગ્યા.
40