Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
નમી પડયા અને કૃતકૃતાર્થ બની ગયા.
મુનિરાજોએ ગૌતમાદિગણધરોને તેમજ પુસ્તક લેખક કથિત વિધ-વિધ ઉપકારકર્તાઓને નમસ્કાર કર્યા. અમારું અજ્ઞાન હરાઈ જાઓ તેવી આતમ ભાવના ભાવી ભાવવિભોર બની ગયા. ભગવતી મૈયાએ પ્રથમ શતકથી લઈ૪૧મા શતકનું પુનઃ ઉચ્ચારણ કરાવી, સ્વાધ્યાયની પદ્ધતિ શીખવાડી. મુનિરાજોએ તે સ્વીકારી, શ્રુતજ્ઞાનમાં રમણ કરતાં મુનિરાજો રોષકાળ પૂર્ણ કરી વિચરણ કરવા લાગ્યા.
મુનિરાજોએ પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકના ચલમાણે ચલિએના સિદ્ધાંતને વાગોળતાં વાગોળતાં તેનું અનુસંધાન ૪૧મા શતકમાં કહેલા આત્મ સંયમ સાથે કર્યું. તેના દ્વારા એવો સમય આવ્યો કે તેઓ જડ જગતની પૌગલિક સામગ્રીની રચનાથી બનેલા કર્મના મૂળને હચમચાવી-ચલમાણે ચલિએ કરી, તેની ઉદીરણા કરી, વેદન કરી, છેદન-ભેદનાદિ કરી, મૂળમાંથી ઉચ્છેદ કર્યો અર્થાત્ કર્મોની નિર્જરા કરવા લાગ્યા. કર્મોને તપની અગ્નિમાં દગ્ધ કરી સંપૂર્ણ કૃતયુગ્મ જેવી સંખ્યાવાળા, ચારગતિમાં ગમન કરાવનાર કૃતયુગ્મ રાશિરૂપ ચાર ઘાતી કર્મોનો, ક્ષપક શ્રેણીએ ચઢીને નાશ કર્યો. ત્રણ યોગનું રુંધન કરી, અયોગી અવસ્થામાં આવી, વ્યોજ રાશિના બાંધેલા વિષયના કર્મોનો વિનાશ કર્યો. દ્વાપર યુગ્મમાં લઈ જનાર રાગ-દ્વેષને સમૂળગા નાશ કરવા, શૈલેશી કરણથી તૈજસ-કાશ્મણ શરીરને આત્મપ્રદેશોથી સર્વથા ભિન્ન કરી દીધા અને કલ્યોજ પ્રમાણે પોતાના એક જ આત્માને શુદ્ધ-બુદ્ધ-મુકત બનાવી મોક્ષ પ્રાપ્ત કરી, શાશ્વત સુખના સામ્રાજ્યને પ્રાપ્ત કર્યું અને લોકના અગ્રભાગમાં રહેલા સિદ્ધાલયમાં બિરાજિત થયા. વિષય-કષાય રહિત થઈને આનંદાદિ નિજગુણમાં સહજાનંદી-ચિદાનંદી બની રહ્યા.
આ રીતે સંપાદકીય લેખના માધ્યમથી આપણા ભગવતી સૂત્રના પ્રથમ ભાગથી પાંચે ય ભાગ સુધી ચાલ્યું આવતું વિષયાનંદકુમાર અને કષાયાનંદકુમારનું ચરિત્રપૂર્ણ થયું.
પ્રિય પાઠકગણ!ગુરુભગવંતોના સાંનિધ્યમાં રહી, કંઈકચિંતનશીલતાની શક્તિના આધારે, ગુરુપ્રાણની અનન્ય વરસતી કૃપાધારાએ ભીંજાઈને મુમુક્ષુદશા કેવી હોય તેની ઝાંખી આલેખી છે. છેલ્લા શતકોએ મારી દષ્ટિ ખોલી નાખી છે. એક તમન્ના જાગૃત કરી છે. આ મળેલો ત્રણ લોકના આકારવાળો, કર્મભૂમિના મનુષ્યનો આ દેહ, તેમાં આયતથી પરિમંડલ સંસ્થાનરૂપે ગોઠવાયેલા બધા જ અવયવો અને તે અવયવોથી તૈયાર થયેલો જીવનો ઢાંચો, તેનાથી મળેલું છે સંસ્થાન પૈકીનું એક સંસ્થાન તે જીવનું ગ્રહણ કરેલું મુખ્ય સંસ્થાન ગણાય છે. તે સંસ્થાનમાં રચાયેલા અનેક સંસ્થાનોની આકૃતિ- પૌલિક રચના કતયુમથી કલ્યોજ રાશિમાં રચાય છે. આવું અલૌકિક સ્યાદવાદ સિદ્ધાંત અનંતજ્ઞાની સિવાય કોણ દર્શાવી શકે? કોઈ નહીં, અસ્તુ..
અનાદિના ભાંગામાંથી નીકળી સાદિ અનંતના ભાંગામાં આવવા સાંતતાદેવીની કલ્પના કરી છે. વિષય-કષાય તે બંને રાગ-દ્વેષરૂપ સંસારના બિયારણ છે અને તેમાં આનંદ ભળી ગયો
(38