________________
૧/૪/૨૪,૨૪૮
૧૨૩
આજીવન દીક્ષા પાળે. તે મોક્ષ સંપૂર્ણ આસક્તિ ત્યારે તેને હોય છે. તેથી આ અધ્યયનમાં આસક્તિ વર્જવાનું કહે છે - જે કોઈ ઉત્તમ સત્વશાળી માતા-પિતા, ભાઈ-યુગ આદિ પૂર્વ સંયોગ તથા સાસુ-સસરાદિ પડ્યા સંબંધીને છોડીને માતા, પિતાદિ સંબંધરહિત કે કપાયરહિત તથા જ્ઞાન, દર્શન ચારિત્ર સહિત અથવા પોતાના હિતનાં પરમાર્થના અનુષ્ઠાન કરનાર થઈ, સંયમમાં રહીશ એવી પ્રતિજ્ઞા કરેલો છે, તે પ્રતિજ્ઞા સર્વોત્તમ છે, તે થોડામાં બતાવે છે . જેની કામવાસના દૂર થઈ છે, સ્ત્રીપશુ-નપુંસકાદિ વર્જિત સ્થાનમાં રહીશ, આ પ્રમાણે સમ્યગુ ઉત્થાનથી વિચારે છે અથવા સ્ત્રી-પશુ-પંડવર્જિત સ્થાનમાં નિર્મળ શીલ પાળનાર બની વિચરીશ. એવી પ્રતિજ્ઞા કરનાર સાધુને અવિવેકી સ્ત્રી શું કરે ? તે કહે છે–
તે સાધુને બીજા કાર્યના બહાને કપટ જાળ વડે તેની પાસે આવીને અથવા તેમનું બ્રાહચર્ય ભંગ કરવા તત્પર થઈ માગધ ગણિકાદિ કુલવાલ તપસ્વી આદિને ભ્રષ્ટ કરવા જેમ વિવિધ સેંકડો કપટ કરવામાં ચતુર બનીને, જુદા જુદા ભાવથી કામના ઉદ્વેગને જગાડનારી, સારા-માઠાના વિવેકરહિત, સમીપમાં આવીને સાધુને શીલથી ભ્રષ્ટ કરે છે. અર્થાત્ ભાઈ, પુત્ર આદિ બહાનુ કરી સાધુ પાસે આવીને સંયમભ્રષ્ટ કરે.
કહ્યું છે કે - પ્રિય પુત્ર, ભાઈ આદિ સ્વજનના પ્રેમને બહાને આવીને સંસારી સંબંધ સ્થાપી આ સ્ત્રીઓ પ્રચ્છન્ન પતિ કરી દે છે. અથવા તેણી ગુપ્ત નામ વડે કપટ જાળ યે છે. - x • x • x • તે સ્ત્રીઓ માયાથી ભરેલી છે, ઠગવાના ઉપાયો પણ જાણે છે. • x • વિવેકી સાધુ પણ તેવા અશુભ કર્મોના ઉદયથી તેમની સાથે સંગ કરે છે.
હવે તેણીના સૂમ ઠગવાના ઉપાયો બતાવે છે– • સૂત્ર-૨૪૯ થી ર૫ર :
તે સ્ત્રીઓ સાથની ઘણી નિકટ બેસે છે. કામોત્પાદક વડે ઢીલા કરી. ફરી પહેરે છે. અધોકાય ખુલ્લી કરે છે, હાથ ઉંચો કરી કાંખ બતાવે છે.
ક્યારેક તે રીઓ એકાંતમાં શયન, આસન પર બેસવા નિમંત્રે છે પણ સાધુએ તેને વિવિધ પ્રકારના પાશ-બંધન જણાવા.
- સાધુ તે સ્ત્રી તરફ દષ્ટિ ન કરે, તેના આ સાહસનું સમર્થન ન કરે, સાથે વિચરણ ન કરે; આ રીતે સાધુનો આત્મા સુરક્ષિત રહે. રુશીઓ સાધુને સંકેત કરીને, વિશ્વાસમાં લઈને ભોગ ભોગવવા સ્વયં નિમંત્રે છે, સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના બંધન સમજે..
• વિવેચન-૨૪૯ થી ૨૫૨ :
પાસે બેસી, સાચળને અતિશય દબાવી, અતિ સ્નેહ બતાવતી, વિશ્વાસ પમાડે છે. તથા પુરયને કામવિકાર ઉત્પન્ન થાય તેવા સુંદર વસ્ત્રોને ગુપ્ત ભાગ તરફ દષ્ટિ ખેંચવા ઢીલા કરે છે • સરખા કરે છે અર્થાતુ પોતાનો કામ અભિલાષ બતાવવા, સાધુને ફસાવવા વસ્ત્રોને ઢીલા કરી, ફરી બાંધે છે તથા પુરુષના કામને જગાડવા
૧૨૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાથળો ખુલ્લા કરે છે, બગલ દેખાડતી સાધુની સામે જાય છે . વળી -
જેમાં સુવાય તે પલંગાદિ શય્યા, બેસાય તે માંગી આદિ આસન તેને ઉપભોગ માટે યોગ્ય કાળે સ્ત્રીઓ એકાંતમાં વાપરવા નિમંત્રણ આપે છે. અર્થાતુ શયન, આસનાદિનો ઉપભોગ કરવા કહે છે. તે સમયે પરમાર્થ જોનાર સાધુ વિચારે - જાણે કે આ બધાં સ્ત્રીસંબંધ કરાવનાર વિવિધ બંધનો-ફંદાઓ છે અતિ સ્ત્રીઓ આસન્નગામિની હોય છે.
કહ્યું છે કે - આંબો હોય કે લીંબડો, અભ્યાસના કારણે વેલડી ત્યાં ચડી જાય છે, એ પ્રમાણે સ્ત્રીઓ પણ જે નજીક હોય તેને ઇચ્છે છે. આ પ્રમાણે સ્ત્રીઓને જાણીને, તેણી સાથે સાધએ સંગ ન કરવો. તેથી વધારે ભક્તિ પણ તજવા યોગ્ય છે. કહ્યું છે - તું તેની પાસે જે લેવા ઇચ્છે છે તે વિચારીને લે, જો આમિષના પાસમાં ફસાઈશ તો કાર્ય-અકાર્ય કરીશ.
સ્ત્રીઓ પાશમાં ફસાવવા તને શયન, આસન આપવા નિમંત્રણ કરે, તો તારે ચક્ષથી ન જોવું, તેની દષ્ટિ સાથે દષ્ટિ ન મેળવવી, પ્રયોજનથી જોવું પડે તો અવજ્ઞાથી જોવું. કહ્યું છે. બુદ્ધિમાન પુરુષ સ્ત્રીથી કામ પડતાં અસ્થિરતાથી, સ્નેહવિના, અવજ્ઞા વડે જરા જુએ અને અક્રોધિત હોવા છતાં ક્રોધથી જુએ. તથા તેણીના કાર્યકરણ પ્રાર્થના પણ ન સ્વીકારે. કેમકે સંગ્રામમાં ઉતરવા માફક નકના વિપાકને જાણનારો સાધુ સ્ત્રી સાથે સંબંધ કરે તે અતિસાહસ છે તથા સ્ત્રી સાથે ગામ આદિમાં ન વિચરે. વળી તેણી સાથે એકાંતમાં ન બેસે કેમકે સ્ત્રી સાથે સંગતિ રાખવી એ સાધુઓને મહા પાપસ્થાન છે. કહ્યું છે
મા, બેન, દીકરી સાથે પણ એકાંતમાં ન બેસવું. કેમકે ઇન્દ્રિયસમૂહ બળવાનું છે, પંડિત પણ તેમાં મોહાય છે. આ પ્રમાણે સ્ત્રીસંગ તજીને આત્મા બધા અપાયસ્થાનોથી રક્ષિત થાય છે. કેમકે સર્વે અપાયોનું કારણ સ્ત્રીસંગ છે, તેથી સ્વહિતાર્થી તે સંગને દૂરથી જ તજે.
તે સ્ત્રીઓ ફંદા-ફાંસારૂપ કેવી રીતે છે? તે કહે છે - સ્ત્રીઓ સ્વભાવ થકી જ અનાચાર તત્પર થઈને સાધુને આમંત્રીને કહે છે - હું અમુક સમયે તમારી પાસે આવીશ, એવો સંકેત કરીને તથા ઉંચા-નીચા વચન વડે વિશ્વાસમાં પાડીને પોતે જ અકાર્ય કરવા નિમંત્રે છે. પોતાનો ઉપભોગ કરાવી સાધુને સ્વીકાર કરાવે છે. અથવા સાધુનો ભય દૂર કરવા પોતે કહે છે - જેમકે - હું મારા પતિને પૂછીને અહીં આવી છું કે તેને જમાડી, પગ ધોઈ, સૂવડાવીને, સંતોષીને તમારી પાસે આવી છે, તેથી તમે મારા પતિ સંબંધી બધી શંકા છોડીને નિર્ભયતાથી રહો.
આ પ્રમાણે વિશ્વાસ પમાડીને સાધુને પોતા પાસે બોલાવે અને કહે કે - આ મારું શરીર તમારા નાના-મોટા કાર્ય માટે સમર્થ છે. માટે તમે તેનો ઉપયોગ કરો, એમ કહી લોભાવે. પરમાર્થને જાણતો સાધુ આ વિવિધ શબ્દાદિ વિષયના સ્વરૂપને જ્ઞ પરિજ્ઞાથી જાણે, આ સ્ત્રી સંસર્ગજન્ય વિષયો દુર્ગતિનો હેતુ અને સન્માર્ગમાં વિનરૂપ છે. તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના વિપાકો જાણીને ત્યાગ કરે.