Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 229
________________ ૨/૪/-/૭૦૩ કોઈ બે-ત્રણ ચાવત્ છ-કાયને હણે. તે આ રીતે બધાંના હણનારા ગણાય છે કેમકે સર્વ વિષયારંભમાં પ્રવૃત્ત છે. તેની પ્રવૃત્તિ એ તેમની અનિવૃત્તિ જ છે. જેમ કોઈ ગ્રામઘાતાદિમાં પ્રવૃત્ત હોય, તેઓ તે સમયે અમુક પુરુષોને ન જુએ તો પણ - ૪ - તેમના ઘાતક જ ગણાય. આ બધું દૃષ્ટાંતના બોધમાં પણ જાણવું. ૧૮૩ ૦ અસંજ્ઞી દૃષ્ટાંત - જેને સંજ્ઞા છે, તે સંજ્ઞી, સંજ્ઞા વગરના તે અસંજ્ઞી, જેને મનથી દ્રવ્યતાનો અભાવ છે, વધુ-વધુ વિચારવાની શક્તિ નથી, જેમ કોઈ ઉંઘતા કે મૂર્છિત હોય તેમ. આ અસંજ્ઞી પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક છે તથા છટ્ઠા વિક્લેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિયો છે. તે સર્વે અસંજ્ઞીને વિચા-મીમાંસા-તઽદિ હોતા નથી. જેમ કોઈ સંજ્ઞીને મંદ-મંદ પ્રકાશમાં કંઈ દેખાતા તર્ક થાય કે શું આ ઠુંઠુ છે કે પુરુષ છે? તેવી તર્કસંજ્ઞા અસંજ્ઞીને ન હોય. તથા સંજ્ઞી-પૂર્વે જોયેલ વિષયની તેના ઉત્તરકાળે વિચારણા થાય, પ્રજ્ઞા-સ્વબુદ્ધિથી નિર્ણય કરે કે આ વસ્તુ છે. મનન કરવું તે મતિ - એ અવગ્રહાદિ રૂપ છે. તથા સ્પષ્ટ ભાષા આ બધું જેને હોતું નથી તે. જો કે બેઇન્દ્રિયાદિને જીભ, ગળું આદિ છે, પણ તેમને સ્પષ્ટ વાણી નથી. તેથી તેમને હું પાપ-હિંસાદિ કરુ - કરાવું નહીં તેવી નિશ્ચયપૂર્વકની વાણી નથી, તથા કરું - કરાવું નહીં, તેવા અધ્યવસાયો નથી. આવા અસંજ્ઞીઓ બાળક જેવા, બધાં પ્રાણીના ઘાતની નિવૃત્તિના અભાવથી તથા ઘાતકપણાના યોગથી ઘાતક છે - જેમકે બેઇન્દ્રિયાદિ જીવો બીજાના ઉપઘાતમાં પ્રવર્તે છે, કેમકે તેઓ બીજા જીવોનું ભક્ષણ કરે છે, અવિરતિથી તેમને મૃષાવાદ પણ છે, માત્ર કર્મપરતંત્રતાથી તેમને વાણી નથી. દહીં આદિ ખાવાથી સ્પષ્ટ અદત્તાદાન છે જ. કેમકે તેને આ મારું છે કે પારકુ તેનું જ્ઞાન નથી. તીવ્ર નપુંસક વેદોદયથી, મૈથુન વિરતિના અભાવે મૈથુન છે, અશનાદિ સ્થાપનાથી પરિગ્રહ છે. ક્રોધાદિથી મિથ્યાદર્શનશલ્યનો સદ્ભાવ પણ જાણવો. આ બધાં પાપોની વિધમાનતાથી રાતે-દિવસે, સુતા-જાગતા નિત્ય પ્રશઠ વ્યતિપાતચિત દંડવાળા છે, તે દર્શાવે છે - તે અસંજ્ઞીઓ થોડી પણ નિવૃત્તિના અભાવે તે નિમિત્તથી કર્મબંધ કરનારા છે. તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યવાળા થાય છે. જો કે તે જીવો વિશિષ્ટ મતવચન વ્યાપારરહિત છે, તો પણ બધાં પ્રાણીને દુઃખ ઉત્પાદનથી, શોકના ઉત્પાદનથી, વયની હાનિ કરવાથી તથા મનવચન-કાયાના પાતનથી ત્રિપાતન ભાવ વડે અથવા ખેદ ઉપજાવવાથી તથા મુઠ્ઠી, ઢેફાદિથી પ્રહાર વડે કે તેવો બાહ્યાંતર પીડા વડે તે અસંજ્ઞીઓ પણ દેશ-કાળસ્વભાવથી દૂર એવા બધાં જીવોને પીડતાં નથી, તો પણ વિરતિના અભાવે - ૪ - દુઃખ, પરિતાપ, કલેશાદિથી અપ્રતિવિત હોય છે. દુઃખ દેવાનો ગુણ સત્તામાં હોવાથી તેના નિમિત્તના કર્મો બંધાય છે. આ પ્રમાણે વિપ્રકૃષ્ટ [દૂરવર્તી] જીવો સંબંધી કર્મબંધ બતાવીને હવે ઉપસંહાર કરે છે - - ૪ - શું વિશેષતા બતાવે છે ? જે આ પૃથ્વીકાયાદિ અસંજ્ઞી જીવો છે, તેમને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા તથા મન-વચનની કરણી] સ્વયં કરવા, બીજા પાસે કરાવવા કે કરનારને અનુમોદવાની પ્રવૃત્તિ નથી. તેઓ નિત્ય શત્રુણે, મિથ્યાત્વમાં રહી પ્રશઠ ન સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વ્યતિપાત ચિત દંડવાળા દુઃખ ઉત્પાદનથી લઈને પરિક્લેશાદિ પાપોથી મુક્ત ન હોવાથી અસંજ્ઞી હોવા છતાં, સર્વકાલ હિંસા માટે અયોગ્ય હોવા છતાં તેઓ હિંસા ન કરે તો પણ - x - જીવહિંસા કરનારા છે. ચાવત્ મિથ્યાદર્શન શલ્યના પાપો કરનારા છે એટલે કે પાપ કરવા સમર્થ ન હોવા છતાં નિવૃત્તિ અભાવે આ કહ્યું. આ રીતે બે દૃષ્ટાંત કહ્યા. તેમાં રહેલા બાકીના અર્થને બતાવવા પ્રશ્નરૂપે કહે છે - તમે બતાવેલ સંજ્ઞી-અસંજ્ઞી જીવો ભવ્ય-અભવ્યવત્ નિયત છે કે સંજ્ઞી થઈ અસંજ્ઞી કે અસંજ્ઞી થઈ સંજ્ઞી પણ થાય ? આચાર્ય કહે છે - સર્વ યોનિ - સંવૃત્ત, વિવૃત્ત આદિમાં રહેલા જીવો કે જે નારકાદિ કોઈ પણ વિશિષ્ટ યોનિક હોય - તેઓ જન્મ અપેક્ષાએ બધી યોનિવાળા જીવો મનઃપર્યાપ્તિ ન પામે ત્યાં સુધી અસંજ્ઞી છે અને કરણથી પર્યાપ્તિ પુરી થતાં તે જ જન્મમાં સંજ્ઞી ગણાય છે. બીજા જન્મની અપેક્ષાએ તો એકેન્દ્રિયાદિ રૂપે ઉત્પન્ન થઈ, પછીના ભવોમાં તેવા કર્મ પરિણામથી મનુષ્યાદિ રૂપે પણ જન્મ લે, તો અસંજ્ઞી પણ સંજ્ઞી થાય. તેમાં ભવ્ય-અભવ્યત્વ માફક નિયમ નથી કે ન જ બદલાય - ૪ - કર્મને વશ જીવ સંજ્ઞી થઈને અસંજ્ઞી પણ થાય અને અસંજ્ઞી થઈને સંજ્ઞી પણ થાય. ૧૮૮ વેદાંતવાદી મતમાં તો પ્રત્યક્ષ જ દોષ દેખાય છે. જેમકે - સંજ્ઞી મૂર્છા આદિથી અસંજ્ઞી બને છે, મૂર્છાદિ દૂર થતાં સંજ્ઞી બને છે. જન્માંતરે તો તેમાં જરૂર દોષ આવશે. આ રીતે સંજ્ઞી-અસંજ્ઞીપણું કર્મને કારણે બદલાય છે, તેમાં દોષ નથી. જેમ જાગતો સુવે પણ છે અને સુતેલો જાગે પણ છે. એ રીતે સુવા-જાગવાની અવસ્થા માફક સંજ્ઞી-અસંજ્ઞીપણું બદલાય છે. તેમાં પૂર્વે કરેલ કર્મ જે ઉદયમાં આવ્યુ અને જે બાંધ્યુ છે, તેને પ્રાક્ કર્યા વિના, છેધા વિના, દૂર કર્યા વિના, તપાવ્યા વિના [ચારે શબ્દો એકાર્થક છે, કિંચિત્ ભેદ છે] અસંજ્ઞીઓમાંથી સંજ્ઞી, સંજ્ઞીમાંથી અસંજ્ઞી, સંજ્ઞીમાંથી સંજ્ઞી કે અસંજ્ઞીમાંથી અસંજ્ઞીપણે સંક્રમે - ૪ - ૪ - એ ચઉભંગી સૂત્રમાં બતાવી છે. હવે ઉપસંહાર કરે છે - ૪ - ઉક્ત લબ્ધિ અને કરણ પર્યાપ્તિથી પર્યાપ્ત અને તે સિવાયના અપર્યાપ્તા અન્યોન્ય સંક્રમથી સંજ્ઞી કે અસંજ્ઞી થનારા તે બધાં અપ્રત્યાખ્યાનપણાથી મિથ્યાચારવાળા છે. તથા બધાં જીવોમાં પણ હંમેશાં દુષ્ટ ચિતપણું રહે છે. - ૪ - તેથી પ્રાણાતિપાતાદિ અઢારે આશ્રવદ્વારોમાં જીવો વર્તે છે. આ રીતે વાદીએ જે કહ્યું હતું - ૪ - તેનું ખંડન થયું અને બતાવ્યું કે - વિતિના અભાવે અને પાપકર્મની યોગ્યતાથી પાપકર્મનો સદ્ભાવ બતાવ્યો છે - આ રીતે તીર્થંકર ભગવંતે પૂર્વે કહેલને ફરી કહી બતાવે છે, યાવત્ પાપકર્મ કરે છે. આ રીતે અપ્રત્યાખ્યાનીને કર્મના સંભવ થકી પાપનો સંભવ હોવાથી નારકાદિ લક્ષણ સંસારને સમજીને વૈરાગ્ય થવાથી તે પ્રણવચિત [વાદી] આચાર્યને પૂછે છે– • સૂત્ર-૭૦૪ : પ્રેરક [પ્રશ્નકર્તા] કહે છે - મનુષ્ય શું કરતા-કરાવતા સંયત, વિત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે ? આચાર્યએ કહ્યું કે -

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264