Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 249
________________ ૨/૬/-/૮૬ થી ૨૮ ૨૨૩ ૨૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવભાસ વડે જે જાણતા નથી, આ જગતમાં તેવા અન્યતીર્થિકો - અવિદ્વાનો દુર્ગતિગમન માર્ગની અર્ગલારૂપ ધર્મને કહે છે. તેઓ પોતે નાશ પામે છે અને બીજનો પણ નાશ કરે છે . ક્યાં ? ભયાનક સંસાર સાગર જે અનાદિ અનંત છે. તેવા સંસારમાં આત્માને ફેંકે છે. [ace] હવે સમ્યગ્રજ્ઞાની ઉપદેશકના ગુણો પ્રગટ કરવા કહે છે - ચૌદરાજ પ્રમાણ લોકમાં કેવળજ્ઞાન વડે કેવલી આ જગતમાં અનેક પ્રકારે જાણે છે, પ્રકર્ષથી જાણે છે અથવા પુન્યના હેતુરૂપ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિ વડે યક્ત પ્રપો સમસ્ત ભૂત-ગાપિ ધર્મને, પારકાના હિત ઇરછતાં કહે છે. તે મહાપુરષો સ્વયં સંસારસાગર તર્યા છે અને સદુપદેશ દાનથી બીજાને પણ તારે છે. કેવલજ્ઞાન વડે લોકોને જાણે છે એમ કહ્યા પછી ફરી “જ્ઞાન વડે” એમ કહ્યું તે બૌદ્ધ મતનો ઉચ્છેદ કસ્વા અને જ્ઞાનના આધારરૂપ આત્મા છે, તે જણાવવા કહ્યું છે. સારાંશ એ કે સમ્યગુ માર્ગજ્ઞ ઉપદેશદાતા આત્માને અને બીજાને - જે તે ઉપદેશમાં વર્તે તેને મહા અરણ્યથી વિવક્ષિત દેશમાં પહોંચાડે તેમ કેવલી પણ આત્માને સંસાકાંતારમાંથી નિતાર કરે છે. ફરી આદ્રકુમાર કહે છે • સૂત્ર-૩૮૮,૩૮૯ : હે આયુષ્યમાન ! જે નિદિત સ્થાનોનું સેવન કરે છે અને જે આ લોકમાં ચારિત્રયુકત છે, તેને જે વમતિથી સમાન ગણે છે, તે વિપરીત પ્રરૂપણ કરે છે...[હાસ્તિતાપસો કહે છે-1 અમે બધાં જીવોની દયા માટે વર્ષમાં એક વખત મોટા હાથીને બાણ વડે મારીને વર્ષભર અમારી આજીવિકા ચલાવીએ છીએ. • વિવેચન-૩૮૮,૩૮૯ :| [૩૮૮] અસર્વજ્ઞની પ્રરૂપણા આવી હોય છે. જેમકે - જે કોઈ સંસારમાં અશુભ કર્મવાળા તેના વિપાકથી નિંદિત-જુગુણિત-નિર્વિવેકી જનાચરિત સ્થાનને કમનુષ્ઠાન રૂપે આ જગતમાં જીવિકા હેતુ માટે આચરે છે તથા જે સદુપદેશવર્તી આ જગમાં વિરતિ પરિણામ વડે યુક્ત છે, તે બંનેના અનુષ્ઠાનોમાં શોભન-અશોભનપણું છે, તેને અસર્વજ્ઞોએ તુલ્ય કહ્યું છે. તે તેમનો પોતાનો અભિપ્રાય છે, યથાવસ્થિત પદાર્થનું નિરૂપણ નથી. અથવા હે આયુષ્યમાન્ ! એકદંડી ! તે વિપરીત જ કહ્યું છે. અસર્વજ્ઞ છે તે વિષયાભાસ કહેશે, સર્વજ્ઞ યથાવસ્થિત જ કહેશે. અથવા વિષયસ એ મદોન્મતના પ્રલાપ જેવું છે. આ રીતે એકદંડીને નિરુત્તર કર્યો. [૮૯] આદ્રકુમાર ભગવંત પાસે જતા હતા, ત્યાં માર્ગમાં હસ્તિતાપસો મળ્યા, તેઓ તેમને વીંટળાઈને એમ બોલ્યા, હાથીને મારીને આજીવિકા ચલાવે તે હસ્તિતાપસમાંથી કોઈ બોલ્યું કે હે આદ્રકુમાર! તમારે સારી રીતે સાંભળીને પાપનું અલા-બહત્વ વિચારવું જોઈએ. આ જે તાપસો કંદ-મૂલ-ફળને ખાનારા ઘણાં સ્થાવર જીવો તથા ઉદંબરાદિમાં બસ જીવોના ઉપઘાતને માટે વર્તે છે. જે ભિક્ષા વડે આજીવિકા કરે છે, તે આશંસાદોષથી દૂષિત છે. વળી અહીં-તહીં ભટકતા તેઓ કીડી આદિ જંતુનો ઘાત કરે છે. અમે વર્ષે કે છ માસે એક-એક મહાકાય હાથીને બાણ વડે મારીને, બાકીના જીવોની દયા પાળતા આજીવિકા કરવા તેના માંસ વડે ચલાવીએ છીએ. આ રીતે અમે થોડા જીવના ઘાત વડે ઘણાં જીવોની રક્ષા કરીએ છીએ. • સૂત્ર-૭૦ થી ૩૨ : જે વર્ષમાં એક વખત જ પાણીને મારે, તે પણ દોષોથી નિવૃત્ત નથી. કેમકે બાકીના જીવોના વધમાં પ્રવૃત્ત ન હોય તેવા ગૃહસ્થને પણ દોષરહિત કેમ ન માનવા ?...જે પુરષ શ્રમણuતી થઈ વર્ષમાં એક-એક જ પાણીને મારે છે, તે પુરષ અનાર્ય કહેવાય છે, તેમને કેવલજ્ઞાન થતું નથી...જ્ઞાની પ્રભુની આજ્ઞાથી આ સમાધિયુક્ત ધર્મ સ્વીકારી, સ્થિર થઈ, ત્રણ કરણથી વિરત મહાન સંસાર સમુદ્ર તરી જાય, તે માટે આદાન ધર્મ કહેવો • તેમ હું કહું છું. • વિવેચન-૩૦ થી ૩૨ - [૯] વર્ષે એકૈક પ્રાણીને હણતો પણ પ્રાણાતિપાતાદિ દોષથી છુટતો નથી, તમને પંચેન્દ્રિય મહાકાય સવ વધ પરાયણતાના અતિ દુષ્ટ દોષની આશંસા રહે છે. સાધુએ સૂર્યના કિરણોથી પ્રકાશિત માર્ગમાં યુગમમ દૈષ્ટિથી જતાં ઇ સિમિતિ વડે સમિત રહીને, ૪-દોષરહિત આહાર શોધતાં અને લાભાલાભમાં સમવૃત્તિથી આશંસાદોષ કેમ લાગે? અથવા કીડી વગેરેનો ઘાત ક્યાંથી થાય ? હવે તમે થોડા જીવોના ઉપઘાતથી દોષનો અભાવ માનો છો. તો ગૃહસ્થો પણ પોતાના ક્ષેત્રમાં જ આરંભ કરીને પ્રાણીને હણે છે, બાકીના ફોન-કાળમાં રહેલા પ્રાણીને તમારા મતે હણતાં નથી, તો તેને પણ તમારી માફક અલા જીવ ઘાતથી દોષરહિત ગણવા જોઈએ. [૩૯૧] ધે આદ્રકુમાર હસ્તિતાપસોના ઉપદેટાના દોષો બતાવે છે . જેઓ શ્રમણોના વ્રતમાં રહેલા છે, તેઓ વર્ષે એક-એક જીવને હણવાનો ઉપદેશ આપે છે તે અનાર્ય છે, કેમકે અસત્કર્મ આચરે છે. તેઓ પોતાનું અને પરનું અહિત કરનારા છે. તેવાઓ કેવલજ્ઞાની થઈ ન શકે. તેથી કહે છે - એક પ્રાણીનો વર્ષે એકવખત ઘાત કરનારા, તેના માંસના આશ્રયે રહેલા કે તે માંસને રાંધતા ત્રણ સ્થાવર બધાં જીવોનો નાશ કરે છે. તેને તમારા ઉપદેશક જોતા નથી. તેઓ નિરવધ ઉપાયથી માધુકરી વૃતિવાળા છે તેમને પણ જાણતા નથી. તેથી તેઓ માત્ર અકેવલી જ નહીં પણ વિશિષ્ટ વિવેકથી પણ રહિત છે.. આ રીતે હસ્તિતાપસોને સમજાવીને ભગવંત પાસે જઈ રહેલા આન્દ્રકુમારને મોટા કોલાહલથી લોકોએ સ્વવ્યા. તે સાંભળીને નવો પકડેલો સર્વ લક્ષણ સંપન્ન વન્ય હાથી, વિવેક ઉત્પન્ન થવાથી વિચારવા લાગ્યો કે - જેમ આ આર્વકકુમારે અન્યતીર્થિકોને સમજાવી, વિનરહિત થઈ સર્વજ્ઞ પ્રભુના ચરણમાં વંદનાર્થે જાય છે, તેમ હું પણ સંપૂર્ણ બંધનરહિત ચાઉં. આ મહાપુરુષ આદ્રકુમારે પ્રતિબોધેલા ૫oo ચોર તથા અનેક વાદિ ગણ સહિત પરમ ભક્તિથી તેમની પાસે જઈને વંદન કરું. આ પ્રમાણે વિચારતાં જ તે હાથીના બધાં બંધનો તુટી ગયા. તે આદ્રકુમાર સન્મુખ કાનને હલાવતો અને સ્ટને ઉંચી કરીને દોડ્યો. તેથી લોકોમાં હાહાકાર થઈ ગયો કે ધિક્કાર છે આ હાથીને કે જે આવા મહર્ષિ મહાપુરને હણવા દોડે છે. તેમ બરાડતા લોકો અહીં-તહીં નાસવા

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264