Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 248
________________ ૨૬/-/૮૦ થી ૦૮૩ ૨૫ ૨૨૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ સાધુ બોચા ઓ આદ્રકુમાર ! તમે સારુ કર્યું કે - આ સવરિભ પ્રવૃત ગૃહસ્થો, શબ્દાદિ વિષય પરાયણ - માંસભક્ષી બ્રાહ્મણોને બોલતા બંધ કર્યા. હવે તમે અમારો સિદ્ધાંત સાંભળો અને અવધારો. સવ, જ, તમસ એ ત્રણે સામ્યવસ્થામાં પ્રકૃત્તિથી મહીનું થાય - ચાવતુ તેમાંથી ચૈતન્ય થાય. પુરુષનું આ સ્વરૂપ આહંતુ મતને પણ માન્ય છે. - X - આથી અમારો સિદ્ધાંત જ શ્રેષ્ઠ છે, બીજો નહીં. તમારો જૈન સિદ્ધાંત અમારાથી જુદો નથી તે કહે છે– [૩૮] જે અમારો ધર્મ અને તમારો જૈન ધર્મ, તે ઉભયરૂપે કંઈક સમાન છે. જેમકે-તમારામાં પણ જીવોનું અસ્તિત્વ હોવાથી પુચ-પાપ-બંધ-મોક્ષનો સદ્ભાવ છે, જે નાસ્તિકો - x • તથા બૌદ્ધો - x • નથી માનતા. અમારાંમાં પણ અહિંસાદિ પાંચ યમો છે, તે તમારામાં પાંચ મહાવ્રત રૂપે છે તથા ઇન્દ્રિય અને મનને વશ રાખવું, તે પણ બંનેમાં તુલ્ય છે. એમ આપણા બંનેના ધર્મમાં ઘણી સમાનતા છે. તમે અને અમે ધર્મમાં સારી રીતે સ્થિત છીએ. પૂર્વે-હાલકે ભાવિમાં આપણે લીધેલી પ્રતિજ્ઞા પાળનારા છીએ. બીજા તેવા નથી - x • x • વળી જ્ઞાન મોક્ષનું અંગ છે, તેમ કહ્યું છે, તે શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાન જેવું છે, તેવું આપણા બંનેના મંતવ્યોમાં કહ્યું છે. સ્વકર્મ વડે પ્રાણી જેમાં ભમે છે, તે સંસાર પણ આપણા બંનેમાં સરખો છે. • x · અનેકાંતવ • x• બંનેમાં છે. દ્રવ્યપણે નિત્યત્વ તમે પણ સ્વીકાર્યું છે. ઉત્પાદ અને વિનાશ તમને પણ માનનીય છે - x - ફરી પણ એકદંડી તુલના કરતા કહે છે • સૂત્ર-૩૮૪,૩૮૫ - આ અરજ-જીવાત્મા અધ્યકતરૂપ છે, સનાતન, અક્ષય, અવ્યય છે. ચંદ્રના તારાઓ સાથેના સંપૂર્ણ સંબંધ માફક જીવાત્મા સર્વભૂતોમાં સંપૂર્ણરૂપે રહે છે...દ્ધિક કહ્યું-1 આ પ્રમાણે માનવાણી સંગતિ થતી નથી અને જીવનું સંસરણ પણ સિદ્ધ થતું નથી. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-પેધ્યરૂપ ભેદ સિદ્ધ થતાં નથી. કીડા-પક્ષીસરીસૃપ યોનિ કે દેવલોક સિદ્ધ થતો નથી. • વિવેચન-૩૮૪,૩૮૫ - શરીરમાં રહે તે પુરુષ-જીવ. તે જેમ તેમ માનો છો, તેમ અમે માનીએ છીએ. તે વિશેષથી કહે છે - અમૂર્ત હોવાથી અવ્યક્તરૂપ છે. હાથ-પગ-મસ્તક-ડોક આદિ અવયવોથી પોતે અનવસ્થાન છે, તથા લોકવ્યાપી, શાશ્વત દ્રવ્યાર્થથી નિત્ય છે. વિવિધ ગતિનો સંભવ છતાં ચૈતન્ય લક્ષણ જે આત્માનું મૂળરૂપ છે, તેને મૂકતો નથી. તે અણાય છે તેનો કોઈપણ દેશનો જુદો ભાગ કરવો અશક્ય છે. તે અવ્યય છે - અનંતકાળે પણ તેનો એકે પ્રદેશ ઓછો થતો નથી. કાયાકાર પરિણમેલા બધાં ભૂતોમાં દરેક શરીરમાં પૂર્ણ રૂપે નિવશંસપણે તે આત્મા સંભવે છે કોની માફક? ચંદ્ર જેમ અશ્વિની આદિ નક્ષત્રો વડે સંબંધ ધરાવે છે, તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવે છે. આ પ્રમાણે એકદંડી પોતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પોતાના દર્શનમાં તેને મેળવવા આદ્રકને સૂચવ્યું કે તમે અમારાં કહેલા [4/15 ધર્મસંસાના ઉપયોગી તત્વો જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકારવો જોઈએ. તમારા આહત તવમાં કેટલુંક મળતાપણું છતાં આવા ઉપયોગી તેવો અમારે ત્યાં જ છે. તેથી તમારે અમારું દર્શન સ્વીકારવું જોઈએ. આદ્રકુમાર તેનો ઉત્તર આપે છે | [૮૫] - x • ચોક જ વ્યકત પુરુષ આત્મા મોટો, આકાશની પેઠે સર્વવ્યાપી, સનાતન, અનંત, અક્ષય, અવ્યય સર્વે ચેતન-અવેતન ભૂતોમાં સર્વ આત્મરૂપે રહેલો છે - આ પ્રમાણે માનનારા છે. જેમ બધાં તારામાં એક ચંદ્ર રહેલો છે, તેમ એક આત્મા સર્વેમાં સંબંધ ધરાવે છે. - આ બધાંનો ઉત્તર આપવા માટે કહે છે જો તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથી નિત્ય અવિકારી આત્મા સ્વીકારો તો સર્વે પદાર્થો નિત્ય થશે, પછી બંધ-મોક્ષનો સદ્ભાવ ક્યાંથી થશે? બંધના અભાવે નાકાદિ ચતુર્ગતિક સંસાર થશે નહીં, તથા મોક્ષના અભાવે તમારું વ્રતગ્રહણ નિરર્થક થશે. પાંચ રાત્રિનો બતાવેલ યમ-નિયમાદિનો સ્વીકાર શા માટે? તમે આપણા બંનેનો ધર્મ તુલ્ય કહો છો, તે ખોટું છે. તથા સંસારના પદાર્થોમાં સામ્ય નથી. તમારા જેવા દ્રવ્યમાં એકવ માનનારાને બધું પ્રઘાનથી અભિન્ન હોવાથી તે જ પ્રધાન કારણ મુખ્ય છે. કાર્ય-કારણથી અભિન્ન હોવાથી ત્યાં સર્વ આત્મા વડે છે. અમારામાં તો દ્રવ્ય અને પર્યાય બંને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્યરૂપે છે, પર્યાયરૂપે નહીં. અમારે તો ઉત્પાદ, ભય, ધ્રુવ યુક્ત તે જ સત્ છે. તમારામાં તો ઘુવ યુકત જ સત્ છે - x • x • તમારે અમારે આલોક-પરલોક સંબંધી તત્વ વિચારતા કંઈ સામ્ય નથી. સર્વવ્યાપીપણું માનતાં, આત્મામાં અવિકારીપણું માનતાં, આત્માનું અદ્વૈતપણું સ્વીકારતા નારકાદિ ભેદે, બાલ-કુમા-સુભગ-દુર્ભગાદિ ભેદે ઓળખાવવું ન જોઈએ. સ્વકમથી વિવિધ ગતિમાં જતા નહીં મનાય. કેમકે આત્મા સર્વવ્યાપી કે એક છે. તે પ્રમાણે બ્રાહમણાદિ કોઈ નહીં કહેવાય. કીડા-પક્ષી આદિ ભેદ નહીં થાય, માણસો કે દેવલોક ભેદો નહીં બોલાય. આ બધું પ્રત્યક્ષ હોવાથી આત્મા સર્વવ્યાપી નથી. આત્માનો અદ્વૈતવાદ સારો નથી કેમકે પ્રત્યેક જીવને સુખ-દુ:ખ પ્રત્યક્ષ અનુભવાય છે, શરીર-વચા પર્યન્ત માત્ર આત્મા છે. ત્યાં જ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી થયું. તેથી તમારા આગમ યથાર્થ કહેનારું નથી. કેમકે તે અસર્વજ્ઞ પ્રણિત છે. તેનું અસર્વજ્ઞત્વ તો તમે એકાંત પક્ષ સ્વીકારવાથી પ્રત્યક્ષ છે. અસર્વજ્ઞમાર્ગના દોષો કહે છે– • સૂત્ર-૩૮૬,૭૮૭ : આ લોકને કેવલજ્ઞાન દ્વારા ન જાણીને જે અનભિજ્ઞ પુરષ ધર્મનું કથન કરે છે. તે આ અનાદિ-અપર ઘોર સંસારમાં સ્વયં નાશ પામે છે અને બીજાનો પણ નાશ કરે છે...પણ જે સમાધિયુક્ત છે, કેવળજ્ઞાન દ્વારા પૂર્ણ લોકને જાણે છે. તે સમસ્ત ધમને કહે છે, પોતે તરે છે અને બીજાને પણ તારે છે. • વિવેચન-૩૮૬,૭૮૩ - [૩૮૬] ચૌદ રાજ પ્રમાણ કે ચરાચર એવો જે લોક છે તેને દિવ્ય જ્ઞાનના

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264