Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 254
________________ ર/ગ-Ja૯૭ થી ૦૯૯ ૨૩૩ હે આયુષ્યમાન ઉદક ! તમે જે કહ્યું તે મને રૂચેલ નથી. એવું કહે છે કે - આ ત્રસકાયવિરતિમાં ભૂત વિશેષણ કરવું તે નિરર્થક છે, તેથી અમને ચતું નથી. એ રીતે ઓ ઉદક! જે તે શ્રમણ-બ્રાહ્મણો આ રીતે ભૂતશબ્દ વિશેષણત્વથી પ્રત્યાખ્યાના કહે છે, બીજા પૂછે ત્યારે તે રીતે જ પ્રત્યાખ્યાન કહે. પોતે કરે અને કરાવે ત્યારે ભૂતત્વ વિશેષણ વાપરવાથી નિશ્ચયથી તે શ્રમણ-નિર્ગુન્હો યથાર્થ ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને બોલે છે. કેમકે કોઈ અજાણ્યો વિપરીત બોલે તો તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ થાય. વળી તે ભૂતત્વ વિશેષણપૂર્વક જે પચ્ચકખાણ આપે છે, તેના દોષો બતાવે છે . જેઓ આ પ્રમાણે પચ્ચખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેનું પચ્ચખાણ લેનારા શ્રાવકોને અભૂત દોષોભાવથી અભ્યાખ્યાન આપે છે • વળી - જેઓ બીજા પ્રાણી-ભૂત-જીવ-સવના વિષયોમાં વિશેષતા બતાવી જે સંયમ કરે છે. જેમકે મારે બ્રાહ્મણને ન હણવો. આવું કહેતા તે જ્યારે વર્ણાનમાં કે તિર્યંચમાં જાય ત્યારે તેના વધમાં બ્રાહ્મણ વધ થાય. એ રીતે તે વિશેષવતોમાં - “મારે ડુક્કર ન હણવા” તેમાં ભૂત શબ્દ ઉમેરતાં પચ્ચખાણ દૂષિત કરે છે - શા માટે ? • કયા હેતુથી તેમાં દૂષણ લાગે છે ? જે કારણે સંસારી પ્રાણીઓ પરસ્પર જાતિ સંક્રમણવાળા છે, કેમકે ત્રણ સ્થાવર થાય છે અને સ્થાવરો ત્રાસ થાય છે. બસકાયથી સર્વથા ત્રણાયુને તજીને સ્થાવકાસમાં તેને યોગ્ય કર્મોપદાનથી ઉપજે છે તથા સ્થાવર કાયથી તેના આયુષ્યાદિ કર્મોથી મુક્ત થઈને ત્રસકાયમાં ઉપજે છે. તેના ત્રસકાયમાં ઉત્પન્ન થવાથી ત્રસકાય સ્થાન ઘાત યોગ્ય થાય. તે શ્રાવકે બસને ઉદ્દેશીને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ કરેલ છે. કેમકે તેને તીવ અધ્યવસાય ઉત્પન્ન થયા છે અને લોકમાં તે ગર્ણિત છે. તેથી તે સ્થૂલ પ્રાણાતિપાતથી નિવૃત્ત થયો. તે નિવૃત્તિથી તેને ત્રણ સ્થાન અઘાત્ય થયું. પણ સ્થાવકાયથી અનિવૃત્ત હોવાથી તે સ્થાન ઘાત્ય છે. હવે તમારાકહેવા પ્રમાણે વિશિષ્ટ સવના ઉદ્દેશથી પણ પ્રાણાતિપાત નિવૃત કરતાં અપર પર્યાયમાં જતા તે પાણીને મારતાં વ્રત ભંગ થાય છે, તેથી કોઈને સખ્યણ વ્રત પાલન ન થાય, તેને આપ અસત દોષ માનો છો. જો કે આપ વર્તમાનકાળ વિશેષણત્વથી આ ભૂત શબ્દ કહો છો. તે કેવળ વ્યામોહને માટે થાય છે. કેમકે ભૂત શબ્દ ઉપમાનમાં પણ વર્તે છે જેમકે - આ નગર દેવલોકભત છે. દેવલોક નહીં. તો અહીં બસભૂત-બસસશ જીવોની પ્રાણાતિપાત નિવૃત્તિ થશે. બસોની નહીં. વળી જો કહેશો ભૂત શબ્દ તે જ અર્થે છે. જેમકે શીતીભત પાણી એટલે શીત થાય, તેમ ત્રણભૂત તે બસવ પ્રાપ્ત. તો બસ શબ્દથી અર્થ સરતો હોવાથી પુનરુક્તિ દોષ લાગે. તેથી ભૂત શબ્દથી અતિ પ્રસંગ આવે. જેમકે - ક્ષીરભૂત વિગઈતું હું પ્રત્યાખ્યાન કરું છું. મને ધૃતભૂત આપો ઇત્યાદિ બોલવું પડે. આ રીતે ભૂત શબ્દ ખંડન થતા ઉદક કહે છે– • સૂત્ર-૮eo ઉદક પેઢાલપુએ વાદ સહિત ભગવદ્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું ૨૩૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ - હે આયુષ્યમાન ગૌતમ તે પ્રાણી કયા છે જેને તમે કસ કહો છો ? તમે કસ પ્રાણીને જ ઝસ કહો છો કે બીજાને ? ભગવન ગૌતમે પણ વાદસહિત ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ઉંદકી જે પ્રાણીને તમે સભુત કસ કહો છો તેને જ અમે ત્રસ પાણી કહીએ છીએ. જેને અમે મસાણી કહીએ છીએ તેને તમે નસભૂત પ્રાણી કહો છો. આ બંને સ્થાનો તુલ્ય અને કાર્યક છે. હે આયુષ્યમાન ! કયા કારણથી તમે “ઝસભૂત” બસ કહેવાનું યુનિયુકત માનો છો અને અમે બસપાણીને ત્રસ કહ્યું યુકિતયુક્ત માનતા નથી ? હે આયુષ્યમાન ! તમે એકની નિંદા કરો છો અને એકનું અભિનંદન કરો છો ? તમારો પૂર્વોક્ત ભેદ ન્યાય સંગત નથી. વળી ગૌતમસ્વામી કહે છે - હે ઉદકા જગતમાં એવા પણ મનુષ્યો હોય છે, જે સાધુ પાસે આવીને પહેલા કહે છે - અમે મુંડિત થઈને, ઘર છોડીને અણગાર થવા માટે સમર્થ નથી. શ્રાવક થઈને અમે અનુક્રમે સાધુત્વ અંગીકાર કરીશું. તેઓ પ્રમાણે મનમાં નિશ્ચય કરે છે, આવો જ વિચાર રજૂ કરે છે. પછી રાજાદિ અભિયોગનો આગાર રાખીને ગૃહપતિ ચોર ગ્રહણ વિમોક્ષણ ન્યાયે બસ પાણીની હિંસાનો ત્યાગ કરે છે. આટલો ભાગ પણ તેમને માટે કલ્યાણકારી થાય છે. • વિવેચન-૮૦૦ : ગૌતમ સ્વામીને સદ્વાદ અને સદ્ઘાણી પૂર્વક ઉદક પેઢાલપુએ કહ્યું - હે આયુષ્યમાનું ગૌતમ! કેટલા પ્રાણીઓને તમે બસ કહો છો, જે બસ પ્રાણીઓ છે, તેમને જ કે બીજાને પણ ? એવું પૂછતાં ભગવાન્ ગૌતમે તે ઉદકને સદ્ઘાણીથી આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ઉદક! તે પ્રાણીઓને તમે નસભૂત કહો છો, બસપણે પ્રગટ દેખાય છે તે, ભૂત-ભાવિના નહીં પરંતુ વર્તમાનકાળમાં બસરૂપે હોય તેને જ અમે બસ કહીએ છીએ, બસપણું પામેલા, તે કાળમાં બસપણે વર્તતા હોય તેને. હવે તે જ વ્યત્ય વડે કહે છે. જેને અમે બસ જીવો દેખીએ છીએ તે રસ છે તેને તમે કસભત કહો છો. આ રીતે હોવાથી આ અનંતરોકત બંને સ્થાનો એકાર્યક - તુલ્ય છે. તેમાં અર્થ ભેદ નથી. બીજે કંઈક શબ્દ ભેદ હોઈ શકે છે. આવું હોવા છતાં, હે આયુષ્યમાન્ ! - તમને આ પક્ષ યુનિયુક્ત લાગે છે કે - ત્રણભૂત પ્રાણી એ જ બસ ભૂત છે? અને આ પક્ષ યુનિયુક્ત લાગતો નથી કે - ત્રસ પ્રાણી જ બસ છે. આ પ્રમાણે એકાત્વિ હોવા છતાં તમને આ કયો વ્યામોહ છે? જેથી શબ્દ ભેદ માને આશ્રીને તમે એક પક્ષનો આક્રોશ કરો છો અને બીજાની પ્રશંસા કરો છો. તે રીતે આ પ્રમાણે તુચ અર્થ હોવા છતાં એક પક્ષને નિંદવો અને બીજા સવિશેષણ પક્ષને પ્રશંસવું. આવા દોષનો સ્વીકાર તમને ન્યાયયુક્ત નથી. કેમકે બંને પક્ષ સમાન છે. ફક્ત તમારા પક્ષમાં ભૂત શબ્દ વિશેષણરૂપ લેવાથી મોત થાય છે કે • તમારો પક્ષ સારો છે તેથી જ તમે અમારા પક્ષમાં દોષ બતાવ્યો કે ત્રસ જીવોના વધની નિવૃત્તિમાં સાધુને બીજા

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264