Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 260
________________ ૨ -૮૦૪ ૨૪૯ રષo સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવ્યાપારરૂપ પૌષધ સમ્યક્ રીતે પાલન કરતાં વિચરીશું. તથા સ્થૂલ પ્રાણાતિપાતમૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું. તે કરવું-કરાવવું બે પ્રકારે છે, કેમકે શ્રાવકને અનુમતિનો પ્રતિષેધ છે. તથા મન-વચન-કાયા વડે તેનું પાલન કરીશું. મા' શબ્દ નિષેધ અર્થમાં છે. અમે પૌષધમાં હોઈએ ત્યારે અમારા માટે સંધવું-રંધાવવું આદિ કંઈ કરશો નહીં, બીજા પાસે કરાવશો નહીં. તેમાં અનુમતિ સર્વથા જે અસંભવ છે, તેથી બે પ્રકારે પચ્ચકખાણ કરીશું. તેઓ આવી પ્રતિજ્ઞા કરીને શ્રાવકો ખાવા-પીવા-નહાવાનો ત્યાગ કરીને પૌષધયુક્ત થઈ પલંગ, પીઠિકાથી ઉતરીને સમ્યક પૌષધ ગ્રહણ કરીને કાળ કરે, તે રીતે કાળ કરતા, તથા પ્રકારે કાળ કરેલા શું સમ્યક્ કાળ કરેલા કહેવાય કે નહીં? કઈ રીતે વક્તવ્ય થાય? આવું પૂછતાં નિર્ણન્યોએ કહ્યું. અવશ્ય સમ્યમ્ કાળ કરેલો કહેવાય. આ રીતે કાળ કરીને તેઓ અવશ્ય દેવલોકે ઉત્પન્ન થતાં બસ જ છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય કેમ થાય ? ફરી બીજી રીતે શ્રાવકને ઉદ્દેશીને જ પ્રત્યાખ્યાન વિષય બતાવે છે - જેમકે - કેટલાંક શ્રમણોપાસકો છે. તેઓ પૂર્વે આવું કહે છે. જેમકે - અમે દીક્ષા લેવા સમર્થ નથી. ચૌદશ આદિમાં સભ્ય પૌષધ કરવા સમર્થ નથી. અમે અપશ્ચિમ સંલેખનપણાથી અથવા ક્ષપિતકરવા સંલેખના જોષણાને સેવતા ઉત્તમાર્ચગુણોથી આવો થઈને ભોજનપાન પચ્ચખાણ કરીને દીર્ધકાલ કાંક્ષા રાખ્યા વિના વિચારીશું. અર્થાત્ અમે દીર્ધકાળ પૌષધાદિ વ્રતને પાળવાને સમર્થ નથી. પરંતુ અમે સર્વથા પ્રાણાતિપાતાદિનું પચ્ચકખાણા કરીને સંલેખના વડે કાયાને સંલેખીને ચાર આહારનો ત્યાગ કરીને જીવીતિ પરિત્યજીશું - આ વાત સૂગ વડે દશવિ છે– | સર્વ પ્રાણાતિપાત આદિ સુગમ છે. ચાવતુ તેઓ કાળ કરે છે. તેઓ સાફ સંલેખના વડે જો કાળ કરે તો અવશ્ય કોઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં ઉત્પન્ન થયેલાને જો કે હણવા શક્ય નથી, તો પણ બસપણે હોવાથી ત્રસવા નિવૃતનો વિષય બનશે. ફરી પણ બીજી રીતે પ્રત્યાખ્યાનનો વિષય બતાવતા કહે છે - કેટલાંક મનુષ્યો આવા પ્રકારના છે - જેમકે મહાઇચ્છાવાળા, મહાપરિગ્રહી, મહારંભી ઇત્યાદિ સુગમ છે. જ્યાં સુધી - જેથી - કે જેમાં શ્રાવક આવે તે આદાન - પહેલાં વ્રતનું ગ્રહણ. ત્યાંથી આરંભીને આમરણાંત દંડ [હિંસાનો ત્યાગ છે. તેઓ તેઓ તેવા પ્રકારે - તે ભવથી કાળ વીતતા પોતાનું આયુ પૂર્ણ કરે છે. બસજીવિત તજીને તેઓ પુનઃસ્વકર્મથી ડિબિષિકપણું પામીને દગતિગામી થાય છે. અર્થાત મહારંભ-પરિગ્રહત્વથી તેઓ મરીને કોઈ પૃથ્વીમાં નાકકસપણે ઉપજે છે. તે સામાન્ય સંજ્ઞાથી પ્રાણી અને વિશેષ સંજ્ઞાથી ત્રણ મહાકાય, ચિરસ્થિતિક ઇત્યાદિ પૂર્વવતુ. ફરી તેઓ અન્ય પ્રકારે પ્રત્યાખ્યાન વિષય દર્શાવતા કહે છે - ગૌતમ સ્વામીએ કહ્યું જેમકે - પૂર્વોક્ત મહાભ પરિગ્રહી આદિથી વિપર્યસ્ત સુશીલ, સુવતી, સુપત્યાનંદી સાધુ ઇત્યાદિ સુગમ છે ચાવત્ તમારું વચન ન્યાયયુક્ત નથી. આવા સામાન્ય શ્રાવકો છે. તેઓ પણ બસપણે કોઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી પણ પ્રત્યાખ્યાન નિર્વિષય થતું નથી. વળી ગૌતમસ્વામી કહે છે. ઇત્યાદિ સુગમ છે ચાવતું ન્યાયયુક્ત નથી. આ અભેચ્છાદિ વિશેષણ વિશિષ્ટ અવશ્ય પ્રકૃતિભદ્રકતાથી સદ્ગતિગામી વથી ત્રસકાયમાં ઉપજે છે, તેમ જાણવું. વળી ગૌતમસ્વામી પ્રત્યાખ્યાનના વિષયને દર્શાવવા કહે છે - કેટલાંક મનુષ્યો એવા હોય છે - જેમકે અરણ્યમાં રહે તે આરણ્યક-ન્યતીર્થિક વિશેષ તથા આવસયિક-અન્યતીથિંક વિશેષ તથા ગ્રામનિમંત્રિક તથા કોઈ કાર્યમાં રહસ્યવાળા. આ બઘાં અન્યતીર્થિક વિશેષ છે. તેઓ હાથ-પગ આદિ ક્રિયામાં બહુસંગત હોતા નથી. તથા જ્ઞાનાવરણીયથી આવતા હોવાથી બહવિરત હોતા નથી. - સર્વપ્રાણભૂત જીવ સત્વથી તેમના સ્વરૂપના પરિજ્ઞાનના અભાવે તેમના વધથી અવિરત હોય છે. તે અન્યતીર્થિકો ઘણાં અસંયત સ્વતઃ અવિરત, પોતાની મેળે સત્યામૃષા વાકયો હવે કહેવાતાર રીતે યોજે છે ક્યાંક બીજો પાઠ છે તેનો આ અર્થ છે - આવી રીતે બીજાને જણાવે છે. તે આવા પ્રકારના વાક્યો કહે છે. જેમકે - મને ન હણો, બીજાને હણો. મને આજ્ઞા ન કરો, બીજાને આજ્ઞાપિત કરો. ઇત્યાદિ ઉપદેશ વાક્યો કહે છે. તે આવો ઉપદેશ દેનારા સ્ત્રી અને કામમાં મૂર્ણિત-ગૃદ્ધ-અધ્યપપન્ન. તેઓ ચાર-પાંચ કે છ-દશ વર્ષો [દાયકાઓ] અલાતર કે પ્રભૂતતર કાળ ભોગવીને ઉત્કટ ભોગો ભોગવતા તે તથાભૂત કિંચિત અજ્ઞાનતપકારી કાળમાસે કાળ કરીને કોઈ આસુરીક સ્થાનમાં કિબિષમાં અસુરદેવમાં અધમ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. અથવા પ્રાણીના ઉપઘાતનો ઉપદેશ આપીને ભોગાભિલાષુકો નિત્ય અંધકારવાળા કિબિષપ્રધાન નરક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ કે નાક ત્રણત્વને છોડતા નથી. તેઓમાં જો કે દ્રવ્યથી પ્રાણાતિપાત સંભવતો નથી, તો પણ તે ભાવથી જે પ્રાણાતિપાતની વિરતિના વિષય સ્વીકારે છે. પછી પણ તે દેવલોકથી ચ્યવીને કે નરકથી નીકળીને ક્લિષ્ટ તિર્યંચ પંચેન્દ્રિયમાં કે તથાવિધ મનુષ્યોમાં બકરા જેવો મક થઈને કે અંધ-બધિરપણે તે ઉત્પન્ન થાય છે. ઉભય અવસ્થામાં તે ત્રસવને છોડતા નથી. તેથી તેમનું પ્રત્યાખ્યાન નિર્વિષણ નથી. તેમને દ્રવ્યથી પ્રાણાતિપાત સંભવે છે. હવે પ્રત્યક્ષસિદ્ધ એવા વિરતિના વિષયને દર્શાવતા કહે છે - ગૌતમ સ્વામીએ કહ્યું - જેનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરેલ છે, તેમાં દીઘયુિકા પ્રાણી પણ હોય, તેઓ નારક, મનુષ્ય, દેવ, બે-ત્રણ-ચા-પંચેન્દ્રિય જીવો પણ સંભવે છે. પછી તે પ્રત્યાખ્યાન નિર્વિષય કઈ રીતે થાય? બાકી સુગમ છે - ચાવતું - આપનું કથન ન્યાયી નથી. આ પ્રમાણે આગળ તુચ-આયુ વિષયને સમાન યોગ ક્ષેમવથી કહેવા. તથા અપાયુવાળું સૂત્ર પણ અતિ સ્પષ્ટ હોવાથી સિદ્ધ જ છે. એટલું વિશેષ છે કે જ્યાં સુધી મરતો નથી. ત્યાં સુધી પ્રત્યાખ્યાન વિષય બસોમાં ઉત્પન્ન થયેલો વિષયને સ્વીકારે છે. હવે શ્રાવકોના દિવ્રત આશ્રયી પ્રત્યાખ્યાનનો વિષય દશવિ છે - ભગવનું ગૌતમ આદિ સુગમ છે. ચાવત્ સામાયિક, દેશાવકાશિક ગ્રહણ કરો. દેશથી અવકાશ

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264