Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 263
________________ ૨/-૦૬ ૨૫૫ હે આયુષ્યમાન ઉદક! જે તથાભૂત શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ યોગક્ષેમને માટે પદ સાંભળે, જે આર્ય અનુષ્ઠાનના હેતુત્વથી આર્ય છે, તથા ઘાર્મિક, સુવચન, સદ્ગતિના હેતુરૂપ, આવા પદને સાંભળીને-સમજીને સૂક્ષ્મ-કુશલ બુદ્ધિથી વિચારે કે - આમણે મને અનુત્તર વચન કહેલું છે, તે પ્રાપ્ત કરીને, તે બોધ આપનારનો આદર લૌકિકમાં પણ કરે છે તથા કલ્યાણ, મંગલ, દેવતા માફક સ્તુતિ કરે છે, પર્યાપાસના કરે છે જો કે પૂજનીય કંઈ પણ ન ઇચ્છે, તો પણ તેમને તેના પરમાર્થથી ઉપકારી માની યથાશક્તિ બહુમાન કરે. આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા, તે ઉદકે કહ્યું - આ પદો પૂર્વે મેં અજ્ઞાનતાથી સાંભળેલ- સમજેલ ન હતા. ચૈત્યાદિ વિશેષણ સમૂહ વડે તેની શ્રદ્ધા ન કરેલી. હવે આપની પાસે જાણીને આ અર્ચની હું શ્રદ્ધા કરું છું. આ સાંભળીને ગૌતમસ્વામીએ ઉદકને કહ્યું સર્વજ્ઞએ અન્યથા નથી કહ્યું, તેમ આ અર્થમાં શ્રદ્ધા કરો. ફરી પણ ઉદકે આ પ્રમાણે કહ્યું - મને તે ઇષ્ટ છે. પણ હવે હું ચતુમિ ધર્મને બદલે પંચયામિક ધર્મ, પ્રતિક્રમણ સહિત સ્વીકારી વિહરવા ઇચ્છું છું ત્યારે ગૌતમ સ્વામી તેને તીર્થંકર પાસે લાવ્યા. ઉદકે પણ ભગવંતને વંદન કરીને પંચયામિક ધર્મગ્રહણ કરવા તત્પરતા બતાવી. ભગવંતે પણ તેને સપ્રતિકમણ પંચયામ ધર્મની અનુજ્ઞા કરી. તે તથાભૂત ધર્મ અંગીકાર કરી વિચારવા લાગ્યા. fસ - પરિસમાપ્તિ અર્થે છે. બ્રવીકિ - પૂર્વવતુ. સુધમસ્વિામીએ સ્વશિષ્યોને આ કહ્યું. જેમકે . મેં ભગવંત પાસે જે સાંભળેલ તે હું તમને કહું છું - અનુગમ પુરો થયો શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૭ “નાલંદીય”નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • હવે નયો કહે છે - નયો સાત છે - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુમૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. તેમાં તૈગમાદિ ચાર નયો અર્થનય છે. અર્થ જ પ્રધાન હોવાથી શબ્દનું ઉપસર્જત ઇચ્છે છે. શબ્દાદિ ત્રણે શબ્દનયો છે તે શબ્દની પ્રધાનતાથી અને ઇચ્છે છે. તેમાં તૈગમનું સ્વક્ષ આ છે - જેમકે સામાન્ય વિશેષાભક વસ્તુનો એક પ્રકારે બોધ ન માને તે નિગમ. તેમાં થવાથી તૈગમ. અથવા જેમાં એક ગમ નથી તે નૈગમ. મહા સામાન્ય મળે જે સામાન્ય-વિશેષના પરિચ્છેદક છે, તેમાં મહાસામાન્ય સર્વ પદાર્થ અનુયાયિની સત્તા છે. તેમાં અપાંતરાલ સામાન્ય તે દ્રવ્યવ-જીવવાદિ છે. વિશેષ છે પરમાણુ આદિમાં લાદય ગુણો છે. આ ત્રણેને નૈગમનય માને છે. * * * * * આ નૈગમ - સામાન્ય વિશેષાત્મક વસ્તુને માને છે, તો પણ તે સમ્યગ્દષ્ટિ નથી. કેમકે તે મમ ભેદ રૂપે જ સામાન્ય-વિશેષને માને છે. સંગ્રહનયનું સ્વરૂપ આવે છે - સમ્યક્ પદાર્થોનું સામાન્ય આકાપણે ગ્રહણ તે સંગ્રહ. સામાન્ય-વિશેષાત્મક વસ્તુના સામાન્ય અંશનો જ આશ્રય કરવાથી તે ૨૫૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાદૃષ્ટિ છે. • x - વ્યવહારનય - જેમ લોક માને તે પ્રમાણે વસ્તુ છે. પણ શુક તાર્કિકોએ સ્વ અભિપ્રાયકૃત લક્ષણોએ વસ્તુ માની હોય છતાં તે તેવી ન હોય. કેમકે અર્થોનો આત્મભેદ દરેક લક્ષણમાં જુદો હોતો નથી. * * * * * જુના -વિનટ અનુત્પન્ન વક્રપણું છોડીને વર્તમાનકાળે વર્તતા ક્ષણમાત્રના પદાર્થને માને છે. * * * * * * * * * શબ્દનય - શબ્દ વડે જ તેણે આ અર્થની પ્રતીતિ સ્વીકારવાથી લિંગ, વચન, સાધન, ઉપગ્રહ, કાલ અને ભેદથી અભિહિત વસ્તુને ભિન્ન જ ઇચ્છે છે. * * * * • X - X - X - X - X - - સમભિરૂઢ નય - જુદા જુદા પર્યાયોના જુદા જુદા અર્થથી તે પ્રમાણે માને છે સમભિરૂઢ નય છે. આ ઘટ વગેરનના પર્યાયોને એક અર્થમાં લેતો નથી. જેમકે - ઘડવાથી ઘડો, કુટવાથી કુટ * * * * * * * * * એવંભૂતનય - જ્યારે શબ્દ પ્રવૃત્તિ નિમિત ચેષ્ટા વગેરે. તે ઘટ વગેરે વસ્તુમાં હોય, ત્યારે જ આ વસ્તુ માને. જેમકે પાણી ભરનારીના માથા ઉપર પાણીથી ભરેલો ઘડો ઘટઘટ અવાજ કરનારો હોય ત્યારે તે ઘડો માને છે. પણ ક્રિયા ન કરે ત્યાં સુધી ન માને - X - X - X - X - ઉપસંહાર - આ બધા નયોને જ્ઞાન-ક્રિયા વડે મોઢામાં સહાયક માની સાતે નયને તેમાં પોતાની બુદ્ધિ વડે ઉતારવા.- X - X - X • તેમાં પણ જ્ઞાન વડે કિયા કે ક્રિયા વડે જ્ઞાનને ઉડાડવું નહીં. પરમાર્થથી તો જ્ઞાન અને ક્રિયા - x બંને વડે જ ઇચ્છિત ફળ-મોક્ષની સિદ્ધિ માટે સમર્થ છે. આ બંને માનનારો સાધુ અભિપ્રેત ફળને સાધે છે. કહ્યું છે કે - બધાં નયોનું ઘણી જાતનું કહેવું સાંભળી, વિચારી, બધાં નયોમાં વિશુદ્ધ તવ જ્ઞાન અને વિશુદ્ધ ચાહ્મિ સ્વીકારે. - - X - X - X - X - આ ટીકા વાહરી ગણિ સહાયથી શીલાચાર્યે મેં] પુરી કરી છે. | શ્રુતસ્કંધ-૨ ટીકાસહિત અનુવાદ પૂર્ણ કા * * * * * * * સૂયગડાંગ સૂત્ર - [અંગસૂત્ર-૨ આગમ-૨] નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ભાગ-ચોથો પુરો થયો

Loading...

Page Navigation
1 ... 261 262 263 264