Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 250
________________ ૨/૬/-/૭૯૦ થી ૭૯૨ લાગ્યા. આ વનહસ્તિ આર્દ્રકુમાર પાસે આવ્યો. ભક્તિથી મસ્તક નમાવ્યું, અડધો નમ્યો, કાન સ્થિર કર્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, જમીન પર દાંતના અગ્રભાગ નમાવી, મુનિના ચરણમાં નમન કરી સારી રીતે સ્થિર થઈને વન તરફ ગયો. આ રીતે આર્દ્રકુમાર તપના પ્રભાવથી બંધનમુક્ત મહાગજનું વૃત્તાંત નગરજન પાસેથી જાણીને શ્રેણિકરાજા આર્દ્રકુમાર મહર્ષિના તપપ્રભાવને અભિનંદી, અભિનંદીને બોલ્યા-ભગવત્ આ આશ્ચર્ય છે કે આ વનહસ્તી આવી સાંકળોના બંધનને આપના પ્રભાવથી તોડીને મુક્ત થયો, આ ખરેખર દુષ્કર કાર્ય થયું. ત્યારે આર્દ્રકે કહ્યું - અરે ! શ્રેણિક મહારાજ ! આ વનહસ્તિ જે બંધનથી મુક્ત થયો તે દુષ્કર નથી, પણ જે સ્નેહના બંધનથી મુક્ત થવું તે દુષ્કર છે. માણસે બાંધેલા બંધનથી મત્ત હાથીને છોડાવવો દુષ્કર નથી, રાજા ! પણ કાચા સુતરના તાંતણા મેં તોડ્યા તે દુષ્કર હતું. આ પ્રમાણે રાજાને બોધ ૫માડી તીર્થંકર પાસે જઈને, વંદીને, ભક્તિભારથી પ્રભુ પાસે જઈને બેઠા. ભગવંતે પણ તેના પ્રતિબોધેલ ૫૦૦ ચોરોને દીક્ષા આપી. તેના શિષ્ય બનાવ્યા. હવે ઉપસંહાર કરે છે– ૨૨૯ [૨] તત્વને જાણનાર સર્વજ્ઞ વીર વર્ધમાન સ્વામી, તેમના આગમ વડે આ સદ્ધર્મ પ્રાપ્તિરૂપ સમાધિ પામીને જીવો આ સમાધિમાં મન-વચન-કાયાથી સારી રીતે સ્થિર થઈને, સારી રીતે ઇન્દ્રિયોને વશ કરીને મિથ્યાર્દષ્ટિને ન સ્વીકારે. કેવલ તેના આવરણની મન-વચન-કાયાથી નિંદા કરે. આવો આત્મા સ્વ અને પરનો રક્ષક બને અથવા મોક્ષ પ્રતિ ગમનશીલ બને. સમુદ્ર તરવા જેવું દુસ્તર મહાભવસમુદ્રને તરીને સાધુ-સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનું આદાન-સ્વીકાર કરે. આ સમ્યગ્દર્શન વડે પસ્તીર્થિકના તપસમૃદ્ધિ આદિ દર્શનથી જિનેશ્વરદર્શનથી ાવિત ન થાય. સમ્યગ્ જ્ઞાન વડે ચાવસ્થિત પ્રરૂપણાથી બધાં વાદીનું નિરાકરણ કરીને બીજાને પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે. સમ્યક્ ચાસ્ત્રિ વડે બધાં જીવોના હિતસ્વી બનીને, આશ્રવદ્વાનો નિરોધ કરીને, તપ વિશેષથી અનેક ભવ ઉપાર્જિત કર્મની નિર્જરા કરે છે. બીજાને પણ આવો ધર્મ કહે છે - બતાવે છે આ પ્રમાણે કહું છું.- x - x “. થ્રુસ્તસ્કંધ-૨ અઘ્યયન-૬ ‘આર્દ્રકીય"નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૨૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૭ “નાલંદીય” — x — — x — x — x — — x — • ભૂમિકા : છઠ્ઠું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ છે - પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગ વડે સ્વ-પર સિદ્ધાંત પ્રરૂપણા દ્વાર વડે પ્રાયઃ સાધુના આચારો કહ્યા. આ અધ્યયનમાં શ્રાવકોની વિધિ કહે છે અથવા ગત અધ્યયનમાં પર-વાદનું નિરાકરણ કર્યુ અને સાધુ આચારના ઉપદેશકર્તા ઉદાહરણ વડે દર્શાવ્યા. અહીં શ્રાવકધર્મના ઉપદેશકર્તાને ઉદાહરણ વડે જ કહે છે. અથવા ગત અધ્યયનમાં પરતીર્થિક સાથે વાદ બતાવ્યો. અહીં જૈન સાધુ સાથેની ચર્ચા છે. આ સંબંધ વડે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા જોઈએ. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં આ અધ્યયનનું ‘નાલંદીય'' નામ છે. તે આ પ્રમાણે થયું છે— પ્રતિષેધ કરનાર ન-કાર શબ્દ સાથે અરૂં શબ્દ મળતા રૂ ધાતુનો અર્થ દાન કરતા નાÉવા શબ્દ બન્યો. સારાંશ એ કે - પ્રતિષેધનો પ્રતિષેધ કરવા વડે ધાતુના અર્થથી - ૪ - સદા અર્થીઓને અભિલાષા મુજબ આપે છે, તે રાજગૃહ નગરની બહારનો વિભાગ તે “નાલંદા’’. ત્યાં થયેલ તે ‘નાલંદીય’’ એવું આ અધ્યયન. આ કહેવાથી બધો ઉપોદ્ઘાત-ઉપક્રમ કહેલો જાણવો. તેનું સ્વરૂપ અંતે નિર્યુક્તિકાર પોતે પાસા—િને આદિ ગાથાથી કહેશે. હવે મનું શબ્દનો નિક્ષેપો નાલંદામાંથી ૧ અને ૬ છોડીને કહે છે— [નિ.૨૦૧ થી ૨૦૪-] સંયુક્ત વૃર્થ બતાવે છે– વ્યાકરણમાં વ્ર, મા, નો, ના શબ્દો પ્રતિષેધ વાચક છે. જેમકે - ષટ અહીં અ કાર દ્રવ્યનો નિષેધ બતાવે છે. એટલે અનં વાન સાથે અ પ્રયોગનો અભાવ છે. 'મા' શબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરશે. જેમકે મા ાાંત્ કરશો માં-ઇત્યાદિ નિષેધ થયો. નો કાર દેશ કે સર્વ નિષેધમાં વર્તે છે જેમકે નો ઘટ - ઘડાનો એક ભાગ નથી. નોવાવ - કષાય મોહનીયના એકદેશરૂપ છે. મૈં કાર-સમસ્ત દ્રવ્યક્રિયા પ્રતિષેધવાચી છે, જેમકે - ન દ્રવ્ય, ન ર્મ વગેરે.- ૪ - X + X - આ બધામાં ન-કાર પ્રતિષેધ વિધાયક છે. ‘અનં’ શબ્દ પણ જો કે પર્યાપ્તિ, વારણ, ભૂષણ ત્રણ અર્થોમાં છે. પણ અહીં તો મતં નો અર્થ પ્રતિષેધ વાચક ન ના સાહચર્યથી પ્રતિષેધાર્થે જ ગ્રહણ થયો. તેમાં અનં શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર ભેદો થાય. તેમાં નામઅલં, કોઈ ચેતન કે અચેતનનું ‘ત્ન' નામ કરાય. સ્થાપના-અલં-જેમકે કોઈ ચિત્ર કે પુસ્તકાદિમાં પાપનો નિષેધ કરતો સાધુ સ્થાપીએ. દ્રવ્ય નિષેધમાં નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીરને છોડીને તદ્બતિક્તિ દ્રવ્યના-ચોર આદિએ લાવેલ આ લોકના અપાયભયથી જે નિષેધ કરાય તે દ્રવ્ય નિષેધ છે. આ પ્રમાણે - દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય-અલં છે. ભાવનિષેધ - માટે નિયુક્તિકાર પોતે અનં શબ્દના સંભવિત અર્થો દર્શાવવા

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264