Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 230
________________ ૨/૪/-/૭૦૪ તે માટે ભગવંતે પૃથ્વીકાયથી ત્રસકાય પર્યન્ત છ જીવનિકાયને કારણરૂપ કહ્યા છે. જેમ કોઈ વ્યક્તિ દ્વારા દંડ-અસ્થિ-મુષ્ટિ-ઢેફા-ઠીકરા આદિથી મને કોઈ તાડન કરે યાવત્ પીડિત કરે યાવત્ મારું એક વાડુ પણ ખેંચે તો મને હિંસાજનિત દુઃખ અને ભય અનુભવું છું. એ રીતે તું જાણ કે સર્વે પ્રાણી યાવત્ સર્વે સત્નો દંડ યાવત્ ઠીકરા વડે મારીને, તર્જના કે તાડના કરીને યાવત્ રૂંવાડુ પણ ઉખેડતા હિંસાકારી દુઃખ અને ભયને અનુભવે છે. એમ જાણીને સર્વે પાણી યાવત્ સર્વે સત્વોને ન હણવા યાવત્ ન પીડવા. આ ધર્મ જ ધ્રુવ-નિત્ય-શાશ્વત છે. તથા લોકરવભાવ સપણે જાણીને ખેદજ્ઞ તીર્થંકરે પ્રતિપાદિત કર્યો છે. આ રીતે તે ભિક્ષુ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય પર્યન્ત વિત થાય, તે દાંત સાફ ન કરે, અંજન ન આંજે, વમન ન કરે, વસ્ત્રાદિને ધૂપિત ન કરે. તે ભિક્ષુ અક્રિય, અહિંસક, અક્રોધી યાવત્ અલોભી, ઉપશાંત અને પરિનિવૃત્ત થાય. આવા [પ્રત્યાખ્યાની] ને ભગવંતે સંગત, વિત, પાપકર્મોના નાશક અને પ્રત્યાખ્યાન કર્તા, અક્રિય, સંવૃત્ત, એકાંત પંડિત થાય, તેમ કહ્યું છે. તેમ હું કહું છું. • વિવેચન-૭૦૪ : - ૧૮૯ [વાદી પૂછે છે] અમારે શું કરવું ? કઈ રીતે સંયત, વિસ્ત, પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમાં જીવ થાય? સંયતને જ વિરતિના સદ્ભાવથી સાવધક્રિયા નિવૃત્તિ અને કરેલા કર્મના સંચયનો અભાવ થાય છે અને તેથી નારકાદિ ગતિ અભાવ થાય છે. આવું પૂછ્યું ત્યારે આચાર્ય કહે છે - તે સંયમના સદ્ભાવે છકાય જીવને ભગવંતે હેતુરૂપે જણાવ્યા છે. જેમ પ્રત્યાખ્યાનરહિત છકાય જીવો સંસાર ગતિના મુખ્ય કારણરૂપ કહ્યા, તેમ તેના પ્રત્યાખ્યાન કરનારને તે મોક્ષના હેતુરૂપ થાય. કહ્યું છે કે - જે જેટલા હેતુઓ સંસારના છે, તે તેટલાં જ હેતુ મોક્ષના છે. ગણનાથી - x - બંને તુલ્ય છે ઇત્યાદિ. એવું કહે છે કે - જેમ આપણને કોઈ દંડાદિથી મારે તો દુઃખ થાય છે, તેમ બધાં પ્રાણીને આપણી જેમ જ દુઃખ થાય માટે હિંસાથી અટકવું. આ ધર્મ-સર્વઅપાયમાં રક્ષણરૂપ; ધ્રુવ-પચ્યુત, અનુત્પન્ન, સ્થિર સ્વભાવ; નિત્ય-પરિણામથી અનિત્યતા પામે છતાં સ્વરૂપથી ચ્યવતો નથી તથા સૂર્યના ઉગવા માફક શાશ્વત; બીજા દ્વારા અસ્ખલિત, યુક્તિથી સિદ્ધ છે. આવો ધર્મ સમજીને ચૌદ રાજલોકને જાણતાં સર્વજ્ઞોએ કહ્યો છે. આ રીતે તે ભિક્ષુ સર્વ આશ્રવ દ્વારોથી નિવૃત્ત થઈ, દંત પ્રક્ષાલનાદિ ક્રિયા ન કરતા, સાવધક્રિયાના અભાવથી અક્રિય છે, અક્રિયાથી પ્રાણીઓનો અવ્યાપદક [ન હણનાર] યાવત્ એકાંત પંડિત થાય છે.- ૪ - શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪ - પ્રત્યાખ્યાનક્રિયાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૯૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૫ “આચારશ્રુત” છ — — — x — x — x — — x — • ભૂમિકા : હવે પાંચમું અધ્યયન કહે છે, તેનો સંબંધ આ છે - ગત અધ્યયનમાં પ્રત્યાખ્યાન ક્રિયા બતાવી. તે આચારમાં રહેલા સાધુને હોય. તેથી હવે “આચાશ્રુત” અધ્યયન કહીએ છીએ. અથવા અનાચાર છોડવાથી સમ્યક્ અસ્ખલિત પ્રત્યાખ્યાન થાય છે. માટે “અનાચારથ્રુત' અધ્યયન કહીએ છીએ. અથવા પ્રત્યાખ્યાનયુક્ત હોય તે આચારવાળો થાય છે, તેથી પ્રત્યાખ્યાન ક્રિયા પછી “આચારથ્રુત'' અધ્યયન અથવા તેના પ્રતિપક્ષરૂપ અનાચારથ્રુત અધ્યયન કહે છે. એ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે - અનાચારનો નિષેધ કરી સાધુનો આચાર બતાવે છે. નામનિષ્પન્ન નિક્ષેપમાં “આચારદ્યુત''એ દ્વિપદ નામ છે. તેના નિક્ષેપાર્લે નિર્યુક્તિકાર કહે છે– [નિ.૧૮૧ થી ૧૮૩-] ‘આચાર’ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર ભેદે છે. એ રીતે શ્રુતના પણ ચાર ભેદ છે. આ બંને બીજે સ્થાને કહેવાયા છે. તેથી અહીં સંક્ષેપમાં કહે છે - આચાર અને શ્રુત તે આચારશ્રુત, ભેગા કહ્યા છે. તેમાં આચાર ‘ક્ષુલ્લિકાચાર”માં [દશવૈકાલિકમાં] કહેલ છે. શ્રુત ‘વિનયશ્રુત”માં કહેલ છે. તેનો ભાવાર્થ એ છે કે - સાધુએ અનાચાર સર્વકાલ જીવન પર્યન્ત વર્લ્ડવો જોઈએ. તેને અગીતાર્થો સમ્યગ્ જાણતા નથી. તેથી તેને વિરાધના થાય છે. - x - વિરાધના અબહુશ્રુતને થાય, ગીતાર્થને નહીં, તેથી સદાચાર અને તેના પરિજ્ઞાનમાં યત્ન કરવો. જેમ માર્ગજ્ઞ પથિક કુમાર્ગને છોડવાથી ભૂલો ન પડે અને ઉન્માર્ગના દોષ ન લાગે. એ રીતે અનાચારના વર્જનથી આચાવાળો થાય છે, પણ અનાચારના દોષો ન લાગે. તેથી તેના પ્રતિષેધ માટે કહે છે - અનાચાર સર્વ દોષોનું સ્થાન છે. દુર્ગતિગમનનો હેતુ છે, તે દૂર કરી સદાચાર પાળવો - તે વિષય આ અધ્યયનમાં જાણવો. તે પરમાર્થથી અણગાર-કારણ છે. તેથી કેટલાંકના મતે આ અઘ્યયનું નામ અણગારશ્રુત છે. નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. - x - હવે સૂત્ર કહે છે— • સૂત્ર-૭૦૫ : આશુપત્ર પુરુષ આ અધ્યયનના વાક્ય તથા બ્રહ્મચર્યને ધારણ કરીને આ ધર્મમાં અનાચારનું આચરણ કદાપી ન કરે. • વિવેચન-૭૦૫ : આ સૂત્રનો અનંત-પરંપર સૂત્ર સાથે સંબંધ કહેવો. અનંતર સૂત્ર સાથે આ સંબંધ છે - તે સાધુ એકાંત પંડિત થાય. કઈ રીતે ? બ્રહ્મચર્ય પાળીને. પરસ્પર સૂત્ર સંબંધ આ છે - બોધ પામે, બંધન તોડે. કઈ રીતે ? બ્રહ્મચર્ય પામીને. આ રીતે બીજા સૂત્રો સાથે સંબંધ જોડવો. અર્થ કહે છે– आदाय - ગ્રહણ કરીને. શું ? વાષર્થ - સત્ય, તપ, ભૂતદયા, ઇન્દ્રિયનિરોધ લક્ષણ, તેમાં જે ચરે [પાળે]. એવું જિન-પ્રવચન તે બ્રહ્મચર્ય કહેવાય છે. તે પામીને

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264