Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 236
________________ ૨/૫/- ૨૪ થી ૨૬ ૨૦૧ ૨૦૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પોતાની વસ્તુના ઘાતક પ્રતિ અપતિ તે દ્વેષ. કેટલાંક માને છે - આ બંને નથી. માયા અને લોભ બે અવયવો છે, તેના સમુદાયરૂપ ‘સર’ અવયવી નથી. તેમ ક્રોધ-માન છે, પણ તેના સમુદાયરૂપ ‘દ્વેષ' અવયવી નથી. જો અવયવોથી અવયવી અભિન્ન હોય તો તે સિદ્ધ ન થાય. જો ભિન્ન માનો તો ઘટ-પટ માફક જુદો દેખાવો જોઈએ. જૈનાચાર્ય કહે છે-] ઉકત અભિપ્રાય ન માનવો. અવયવ-અવયવી બંનેમાં કથંચિત ભેદ માનવાથી ભેદાભેદરૂપ બીજા પક્ષના આશ્રયથી પ્રત્યેક પક્ષ આશ્રિત દોષ નહીં લાગે. તેથી પ્રેમ-દ્વેષ છે, તેવું માનવું. બ્ધ કષાય સદ્ભાવ સિદ્ધ થતાં સંસારનો સદ્ભાવ કહે છે– • સૂત્ર-૨૭, ૨૮ - ચાર ગતિવાળો સંસાર નથી એમ ન માનવું, પણ તે છે તેમ માનવું...દેવદેતી નથી તેમ ન વિચારવું પણ દેવ-દેવી છે, તેમ માનવું. • વિવેચન-૩૨૩,૩૨૮ : જેના ચાર ગતિરૂ૫ ભેદો છે - નક, તિર્યચ, મનુષ્ય, દેવ, તે ચતુરંત સંસાર, આ સંસાર ભયનો એક હેતુ હોવાથી તે સંસાર કાંતાર છે. આ સંસાર ચાર ભેદે નથી, પણ જીવોના ભ્રમણરૂપ તથા કર્મબંધનરૂપથી દુ:ખનો હેતુ હોવાથી એક પ્રકારે જ છે. અથવા નાસ્કી અને દેવતા દેખાતા નથી. તિર્યંચ અને મનુષ્યરૂપ * બે પ્રકારે સંસાર છે. પર્યાયને આશ્રીને અનેકવિધ છે. પણ ચાર પ્રકાર તો કોઈ રીતે નથી.”- આવું ન વિચારૂં. પણ ચાતુરંત સંસાર છે એમ જ માનવું. વાદી એકવિધ સંસાર કહે છે, તે સિદ્ધ થતું નથી કેમકે પ્રત્યક્ષ તિર્યચ-મનુષ્ય ભેદ દેખાય છે. - x + સંભવ-અનુમાનથી નાક-દેવનું અસ્તિતત્વ સ્વીકારતા બે ભેદ પણ ન મનાય. પુન્ય-પાપનું મધ્યમ ફળ ભોગવનાર તિર્યચ-મનુષ્ય છે, તેમ પ્રકૃષ્ટ ફલ ભોકતા દેવ-નાસ્કી પણ સંભવે છે. વળી જ્યોતિષ દેવો પ્રત્યક્ષ દેખાય છે. * * * દેવ વિમાન છે તો ઉપભોક્તા પણ હોવાના જ. ગ્રહો પાસે વરદાન પામનારા પણ છે. જેમ અધિક પુણ્ય ફળ ભોકતા દેવો છે, તેમ પ્રકૃષ્ણ પાપ ભોક્તા નારકી પણ વિચારી લેવા આ રીતે સંસાર ચાર પ્રકારે સિદ્ધ થાય છે. - પર્યાયાશ્રિત અનેકવિધતાનું કથન પણ અયુક્ત છે. જેમ સાત નાડીમાં સમાન જાતિ આશ્રિત જીવો એક પ્રકારના ગણાય, સર્વે તિર્યંચો એકેન્દ્રિયાદિ એક પ્રકારના ગણાય, ભવનપત્યાદિ ચારે દેવોની એક જાતિ ગણાય - x • x • ઇત્યાદિ. એ રીતે સંસાનું ચાતુર્વિધ્ય જાણવું. - x - [૨૮] દેવ-દેવી છે તેમ માનવું. [વૃત્તિકારે-કંઈ વિશેષ કહ્યું નથી.]. સંસાર છે તેમ કહ્યું, તેથી તેનો પ્રતિપક્ષ મોક્ષ પણ છે તે કહે છે– • સૂઝ-૭૨૯,830 - સિદ્ધિ કે સિદ્ધિ નથી તેમ ન માનવું, પણ તે છે તેમ માનવું...સિદ્ધિ, જીવનું નિજ સ્થાન નથી તેમ ન માનવું, નિજસ્થાન છે તેમ માનવું.. • વિવેચન-૭૨૯,૭૩૦ - [૨૯] સર્વે કર્મોનો ક્ષય તે સિદ્ધિ, તેથી ઉલટું તે અસિદ્ધિ, તે નથી તેમ ન માને. પૂર્વ ગાથામાં ચતુર્મુતિ સંસાર કહ્યો, - X • માટે સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે. તેથી વિપરીત છે - - સિદ્ધિ પણ અનિવારિત-સત્ય છે. માટે સિદ્ધિ-સિદ્ધિ છે, તેમ માનવું. સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના સભાવથી અને કર્મક્ષયચી - x • સિદ્ધિ મળે છે. કહ્યું છે કે - મોહનીય આદિ દોષ અને જ્ઞાનાદિ આવરણોની સંપૂર્ણ હાનિ તે જ સિદ્ધિ છે - x • એ રીતે સર્વજ્ઞનો સભાવ પણ સંભવે છે. જેમ - અભ્યાસ વડે પ્રજ્ઞાની - x - વૃદ્ધિ થતાં પ્રજ્ઞાતિશય દેખાય છે, તેમ કોઈને અત્યંત અતિશય પ્રાપ્ત થતાં સર્વજ્ઞત્વ થાય તે સંભવ અનુમાન. પણ કોઈ યુક્તિથી •xx • સર્વજ્ઞવ પ્રાપ્તિ ન થાય તેમ કહે, તો તે ન માનવું. [જૈનાચાર્ય કહે છે-] તમારી યુક્તિ-દષ્ટાંતનું અમારા કથન સાથે સામ્યપણું નથી • * * * * પ્રજ્ઞાની વૃદ્ધિમાં બાધકપણાનો અભાવ હોવાથી સર્વજ્ઞની પ્રાપિત છે. [વાદી કહે છે- અંજન ભરેલા દાબડા માફક આખું જગતુ સર્વત્ર જીવોથી ભરેલું છે, તેથી હિંસા દુર્નિવાર્ય હોવાથી સિદ્ધિનો અભાવ છે. જેમકે - જળ, સ્થળ, આકાશ બધે જીવો છે, લોક જીવકુલ છે, તો ભિક્ષુ અહિંસક કઈ રીતે થાય? હિંસાના અભાવે સિદ્ધિનો અભાવ છે. [જૈનાચાર્ય કહે છે-] તમારું માનવું અયુક્ત છે. સદા ઉપયોગવંત આશ્રય રોકેલો, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, સર્વથા નિસ્વધ અનુષ્ઠાન કરનારો, ૪૨-દોષરહિત ભિક્ષા કરનારો, ઇર્ષા સમિતને કદાચિત્ દ્રવ્યથી જીવ-હિંસા થઈ જાય તો પણ તેનાથી કર્મબંધ થતો નથી. કેમકે તે સર્વથા અનવધ છે - x - એ રીતે કર્મબંધ અભાવથી સિદ્ધિનો સદભાવ વાંધારહિત છે. એ રીતે સામગ્રીના અભાવે અસિદ્ધિ પણ છે તેમ માનો. [૩૦] હવે સિદ્ધોના સ્થાનનું નિરૂપણ કરે છે - સર્વ કર્મક્ષય લક્ષણરૂપ સિદ્ધિ [સિદ્ધો]નું નિજ સ્થાન-ઈષતુ પ્રાગભારા નામક વ્યવહારી છે, નિશ્ચયથી તો તેના ઉપર યોજન કોશનો છઠ્ઠો ભાગ(યોજનનો ૨૪મો ભાગ-૩૩૩ પૂણક એક તૃતીયાંશ ધનુ પ્રમાણ છે. તેના પ્રતિપાદક પ્રમાણના અભાવ હોવાથી સિદ્ધિ સ્થાન નથી તેવી શંકા ન કરવી. સિદ્ધિ સ્થાનના બાધક પ્રમાણનો અભાવ હોવાથી અને તેના સાધક આગમના સદ્ભાવથી સિદ્ધિ સ્થાન છે [તે માનવું. વળી બધાં કર્મમળ દૂર થવાથી સિદ્ધોનું કોઈ વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. તે ચૌદ રાજલોકના સૌથી ઉંચે છે. જૈિનાચાર્ય કહે છે-] સિદ્ધોને આકાશ માફક સર્વવ્યાપી ન જાણવા, કારણ કે આકાશ લોકાલોક વ્યાપી છે, અલોકમાં બીજા દ્રવ્યનો સંભવ નથી. તે માત્ર આકાશરૂપ છે. લોકમગમાં પણ સિદ્ધો વ્યાપેલા નથી. કેમકે તેવો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તે કહે છે -x- સિદ્ધ અવસ્થામાં તો સર્વવ્યાપી નથી, તેના વ્યાપીપણામાં કંઈપણ નિમિતનો અભાવ છે. સિદ્ધાવસ્થા પૂર્વે પણ સર્વવ્યાપી નથી, અન્યથા સંસારી જીવને સુખ-દુ:ખનો અનુભવ ન થાય. વળી જીવને શરીરથી બહાર રહેવા યોગ્ય સ્થાન નથી • x • તેથી

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264