________________
૨/૫/- ૨૪ થી ૨૬
૨૦૧
૨૦૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
પોતાની વસ્તુના ઘાતક પ્રતિ અપતિ તે દ્વેષ.
કેટલાંક માને છે - આ બંને નથી. માયા અને લોભ બે અવયવો છે, તેના સમુદાયરૂપ ‘સર’ અવયવી નથી. તેમ ક્રોધ-માન છે, પણ તેના સમુદાયરૂપ ‘દ્વેષ' અવયવી નથી. જો અવયવોથી અવયવી અભિન્ન હોય તો તે સિદ્ધ ન થાય. જો ભિન્ન માનો તો ઘટ-પટ માફક જુદો દેખાવો જોઈએ.
જૈનાચાર્ય કહે છે-] ઉકત અભિપ્રાય ન માનવો. અવયવ-અવયવી બંનેમાં કથંચિત ભેદ માનવાથી ભેદાભેદરૂપ બીજા પક્ષના આશ્રયથી પ્રત્યેક પક્ષ આશ્રિત દોષ નહીં લાગે. તેથી પ્રેમ-દ્વેષ છે, તેવું માનવું.
બ્ધ કષાય સદ્ભાવ સિદ્ધ થતાં સંસારનો સદ્ભાવ કહે છે– • સૂત્ર-૨૭, ૨૮ -
ચાર ગતિવાળો સંસાર નથી એમ ન માનવું, પણ તે છે તેમ માનવું...દેવદેતી નથી તેમ ન વિચારવું પણ દેવ-દેવી છે, તેમ માનવું.
• વિવેચન-૩૨૩,૩૨૮ :
જેના ચાર ગતિરૂ૫ ભેદો છે - નક, તિર્યચ, મનુષ્ય, દેવ, તે ચતુરંત સંસાર, આ સંસાર ભયનો એક હેતુ હોવાથી તે સંસાર કાંતાર છે.
આ સંસાર ચાર ભેદે નથી, પણ જીવોના ભ્રમણરૂપ તથા કર્મબંધનરૂપથી દુ:ખનો હેતુ હોવાથી એક પ્રકારે જ છે. અથવા નાસ્કી અને દેવતા દેખાતા નથી. તિર્યંચ અને મનુષ્યરૂપ * બે પ્રકારે સંસાર છે. પર્યાયને આશ્રીને અનેકવિધ છે. પણ ચાર પ્રકાર તો કોઈ રીતે નથી.”- આવું ન વિચારૂં. પણ ચાતુરંત સંસાર છે એમ જ માનવું.
વાદી એકવિધ સંસાર કહે છે, તે સિદ્ધ થતું નથી કેમકે પ્રત્યક્ષ તિર્યચ-મનુષ્ય ભેદ દેખાય છે. - x + સંભવ-અનુમાનથી નાક-દેવનું અસ્તિતત્વ સ્વીકારતા બે ભેદ પણ ન મનાય. પુન્ય-પાપનું મધ્યમ ફળ ભોગવનાર તિર્યચ-મનુષ્ય છે, તેમ પ્રકૃષ્ટ ફલ ભોકતા દેવ-નાસ્કી પણ સંભવે છે. વળી જ્યોતિષ દેવો પ્રત્યક્ષ દેખાય છે. * * * દેવ વિમાન છે તો ઉપભોક્તા પણ હોવાના જ. ગ્રહો પાસે વરદાન પામનારા પણ છે. જેમ અધિક પુણ્ય ફળ ભોકતા દેવો છે, તેમ પ્રકૃષ્ણ પાપ ભોક્તા નારકી પણ વિચારી લેવા આ રીતે સંસાર ચાર પ્રકારે સિદ્ધ થાય છે.
- પર્યાયાશ્રિત અનેકવિધતાનું કથન પણ અયુક્ત છે. જેમ સાત નાડીમાં સમાન જાતિ આશ્રિત જીવો એક પ્રકારના ગણાય, સર્વે તિર્યંચો એકેન્દ્રિયાદિ એક પ્રકારના ગણાય, ભવનપત્યાદિ ચારે દેવોની એક જાતિ ગણાય - x • x • ઇત્યાદિ. એ રીતે સંસાનું ચાતુર્વિધ્ય જાણવું. - x -
[૨૮] દેવ-દેવી છે તેમ માનવું. [વૃત્તિકારે-કંઈ વિશેષ કહ્યું નથી.]. સંસાર છે તેમ કહ્યું, તેથી તેનો પ્રતિપક્ષ મોક્ષ પણ છે તે કહે છે– • સૂઝ-૭૨૯,830 -
સિદ્ધિ કે સિદ્ધિ નથી તેમ ન માનવું, પણ તે છે તેમ માનવું...સિદ્ધિ, જીવનું નિજ સ્થાન નથી તેમ ન માનવું, નિજસ્થાન છે તેમ માનવું..
• વિવેચન-૭૨૯,૭૩૦ -
[૨૯] સર્વે કર્મોનો ક્ષય તે સિદ્ધિ, તેથી ઉલટું તે અસિદ્ધિ, તે નથી તેમ ન માને. પૂર્વ ગાથામાં ચતુર્મુતિ સંસાર કહ્યો, - X • માટે સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે. તેથી વિપરીત છે - - સિદ્ધિ પણ અનિવારિત-સત્ય છે. માટે સિદ્ધિ-સિદ્ધિ છે, તેમ માનવું. સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના સભાવથી અને કર્મક્ષયચી - x • સિદ્ધિ મળે છે. કહ્યું છે કે - મોહનીય આદિ દોષ અને જ્ઞાનાદિ આવરણોની સંપૂર્ણ હાનિ તે જ સિદ્ધિ છે - x • એ રીતે સર્વજ્ઞનો સભાવ પણ સંભવે છે. જેમ - અભ્યાસ વડે પ્રજ્ઞાની - x - વૃદ્ધિ થતાં પ્રજ્ઞાતિશય દેખાય છે, તેમ કોઈને અત્યંત અતિશય પ્રાપ્ત થતાં સર્વજ્ઞત્વ થાય તે સંભવ અનુમાન. પણ કોઈ યુક્તિથી •xx • સર્વજ્ઞવ પ્રાપ્તિ ન થાય તેમ કહે, તો તે ન માનવું.
[જૈનાચાર્ય કહે છે-] તમારી યુક્તિ-દષ્ટાંતનું અમારા કથન સાથે સામ્યપણું નથી • * * * * પ્રજ્ઞાની વૃદ્ધિમાં બાધકપણાનો અભાવ હોવાથી સર્વજ્ઞની પ્રાપિત છે. [વાદી કહે છે- અંજન ભરેલા દાબડા માફક આખું જગતુ સર્વત્ર જીવોથી ભરેલું છે, તેથી હિંસા દુર્નિવાર્ય હોવાથી સિદ્ધિનો અભાવ છે. જેમકે - જળ, સ્થળ, આકાશ બધે જીવો છે, લોક જીવકુલ છે, તો ભિક્ષુ અહિંસક કઈ રીતે થાય? હિંસાના અભાવે સિદ્ધિનો અભાવ છે.
[જૈનાચાર્ય કહે છે-] તમારું માનવું અયુક્ત છે. સદા ઉપયોગવંત આશ્રય રોકેલો, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, સર્વથા નિસ્વધ અનુષ્ઠાન કરનારો, ૪૨-દોષરહિત ભિક્ષા કરનારો, ઇર્ષા સમિતને કદાચિત્ દ્રવ્યથી જીવ-હિંસા થઈ જાય તો પણ તેનાથી કર્મબંધ થતો નથી. કેમકે તે સર્વથા અનવધ છે - x - એ રીતે કર્મબંધ અભાવથી સિદ્ધિનો સદભાવ વાંધારહિત છે. એ રીતે સામગ્રીના અભાવે અસિદ્ધિ પણ છે તેમ માનો.
[૩૦] હવે સિદ્ધોના સ્થાનનું નિરૂપણ કરે છે - સર્વ કર્મક્ષય લક્ષણરૂપ સિદ્ધિ [સિદ્ધો]નું નિજ સ્થાન-ઈષતુ પ્રાગભારા નામક વ્યવહારી છે, નિશ્ચયથી તો તેના ઉપર યોજન કોશનો છઠ્ઠો ભાગ(યોજનનો ૨૪મો ભાગ-૩૩૩ પૂણક એક તૃતીયાંશ ધનુ પ્રમાણ છે. તેના પ્રતિપાદક પ્રમાણના અભાવ હોવાથી સિદ્ધિ સ્થાન નથી તેવી શંકા ન કરવી. સિદ્ધિ સ્થાનના બાધક પ્રમાણનો અભાવ હોવાથી અને તેના સાધક આગમના સદ્ભાવથી સિદ્ધિ સ્થાન છે [તે માનવું. વળી બધાં કર્મમળ દૂર થવાથી સિદ્ધોનું કોઈ વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. તે ચૌદ રાજલોકના સૌથી ઉંચે છે.
જૈિનાચાર્ય કહે છે-] સિદ્ધોને આકાશ માફક સર્વવ્યાપી ન જાણવા, કારણ કે આકાશ લોકાલોક વ્યાપી છે, અલોકમાં બીજા દ્રવ્યનો સંભવ નથી. તે માત્ર આકાશરૂપ છે. લોકમગમાં પણ સિદ્ધો વ્યાપેલા નથી. કેમકે તેવો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તે કહે છે -x- સિદ્ધ અવસ્થામાં તો સર્વવ્યાપી નથી, તેના વ્યાપીપણામાં કંઈપણ નિમિતનો અભાવ છે. સિદ્ધાવસ્થા પૂર્વે પણ સર્વવ્યાપી નથી, અન્યથા સંસારી જીવને સુખ-દુ:ખનો અનુભવ ન થાય. વળી જીવને શરીરથી બહાર રહેવા યોગ્ય સ્થાન નથી • x • તેથી