________________
૨/૫/-/૭૨૦,૭૨૧
[૨૧] કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. તેથી પૂર્વોક્ત પુન્ય-પાપના કારણભૂત આશ્રવ અને તેનો પ્રતિષેધ તે સંવર તેને બતાવે છે - જેનાથી કર્મ પ્રવેશે તે પ્રાણાતિપાતાદિ આશ્રવ છે - તે કર્મોપાદાનનું કારણ છે. તેનો નિરોધ તે સંવર છે. તેથી “આ બંને નથી' - તેમ કહેવું નહીં.
તેના અભાવ માટે વાદીઓ કહે છે - “કાયા-વાચા-મનની પ્રવૃત્તિ તે કર્મ છે, તે આશ્રવ છે” એવું તમે કહો છો, તેમ એવું પણ કહો છો કે - “ઇસિમિતિ શોધતા સાધુને ચાલવા માટે પગ ઉચકતા કોઈ જીવ મરી જાય તો પણ શુદ્ધ મનવાળાને હિંસા નથી” . તેથી કાયાદિ પ્રવૃત્તિથી કર્મબંધ ન થાય. [હવે વાદી પૂછે છે] આ આશ્રવ આત્માથી જુદો છે કે અભેદ છે? જો ભિન્ન હોય તો તે આશ્રવ નથી, જો અભેદ છે તો સિદ્ધોને પણ આશ્રવ થાય, માટે આશ્રવત્વ ઘટી ન શકે. આશ્રવના અભાવે સંવરનો અભાવ છે.
૧૯૯
[જૈનાચાર્ય કહે છે] વાદીનું આ કથન માનવું. કેમકે અનેકાંત માર્ગથી કોઈ અંશે ઉપયોગવંત સાધુને આશ્રવ ન થાય, તેમાં અમે સંમત છીએ. કેમકે અમે પણ તેવા
ઉપયોગવંતને કર્મબંધ માનતા નથી. પણ ઉપયોગ રહિતને તો અવશ્ય કર્મબંધ છે. ભેદ-અભેદ ઉભય પક્ષને આશ્રીને એકપક્ષ આશ્રિત દોષનો અભાવ થતાં આશ્રવનો
સદ્ભાવ છે. તેનો નિરોધ તે સંવર છે. કહ્યું છે કે શુભ યોગ તે પુન્યાશ્રવ અને અશુભ યોગ તે પાપાશ્રવ છે. વચન-કાયા-મનની ગુપ્તિ તે આશ્રવ ન હોવાથી સંવર છે. આ રીતે આશ્રવ-સંવર છે, તેમ વિચારવું. આશ્રવ-સંવર છે માટે વેદના-નિર્જરા પણ છે— • સૂત્ર-૭૨૨,૭૨૩ -
વેદના-નિર્જરા નથી તેમ ન માનવું, વેદના-નિર્જરા છે તેમ માનવું....ક્રિયાઅક્રિયા નથી તેમ નાં માનવું, ક્રિયા-ક્રિયા છે તેમ માનવું.
• વિવેચન-૭૨૨,૭૨૩ :
[૨૨] વેદના-કર્મનો અનુભવ. નિર્જરા-કર્મ પુદ્ગલોનું ખરી જવું. આ બે નથી તેમ ન વિચારે. તેનો અભાવ છે તેવી આશંકાનું આ કારણ છે - સેંકડો પલ્યોપમ, સાગરોપમે ભોગવવાનું કર્મ અંતર્મુહૂર્તમાં ક્ષય પામે છે, તેમ કહો છો - જેમકે - જે કર્મ અજ્ઞાની કરોડો વર્ષ ખપાવે, તેને ત્રણ ગુપ્તિ વડે ગુપ્તજ્ઞાની શ્વાસોચ્છ્વાસ માત્રમાં ખપાવે છે. ક્ષેપક શ્રેણિમાં જીવ કર્મોને જલ્દીથી બાળી નાંખે છે. તેથી જે ક્રમે કર્મો બાંધ્યા તે પ્રમાણે અનુભવે નહીં માટે વેદનાનો અભાવ છે, વેદના અભાવે નિર્જરા અભાવ છે.
[જૈનાચાર્ય કહે છે] આવી ખોટી શંકા અયુક્ત છે. કેમકે કોઈકનું કર્મ જ ઉક્ત રીતે તપ વડે ખપે છે. કર્મપ્રદેશ તો ઉદય-ઉદીરણાથી બધાં ભોગવે જ છે, માટે વેદના છે. આગમ પણ કહે છે કે - પૂર્વે એકઠાં કરેલા પાપોનું પુરું પ્રાયશ્ચિત્ત ન કર્યુ હોય, તે કર્મો વેદવાથી મોક્ષ થાય છે. વેધા વિના નહીં, ઇત્યાદિ. તેથી વેદના સિદ્ધ થઈ. વેદના સિદ્ધ થતાં નિર્જરા પણ સિદ્ધ છે, માટે વેદના અને નિર્જરા છે એવું માને. [૭૨૩] વેદના-નિર્જરા એ ક્રિયા-અક્રિયાનો આધીન છે. તે બતાવે છે - પરિસ્પન્દ [હાલવું-ચાલવું] તે ક્રિયા, તેથી વિપરીત તે અક્રિયા. આ બંને નથી તેમ
૨૦૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
ન વિચારવું. સાંખ્યમતીઓ-આત્મા સર્વવ્યાપી હોવાથી ક્રિયાને માનતા નથી, શાક્યો
બધાં પદાર્થોને ક્ષણિક માનતા હોવાથી - ૪ - અક્રિયા નથી તેમ કહે છે. - x - x • આવી ખોટી સંજ્ઞા ન ધારવી.
[જૈનાચાર્ય કહે છે] - “ક્રિયા છે, અક્રિયા પણ છે” તેમ માનવું જોઈએ. શરીરધારી આત્માની એક દેશથી બીજા દેશમાં જવાની ક્રિયા પ્રત્યક્ષ છે. આત્માને સર્વથા અક્રિય માનતા આત્માનો બંધ અને મોક્ષ સિદ્ધ ન થાય. તે દૃષ્ટ-ઇષ્ટનું બાધક છે. વળી શાક્યો પ્રતિ ક્ષણે ઉત્પત્તિ માને છે તે જ ક્રિયા છે, તો ક્રિયાનો અભાવ
કેમ કહેવાય ? વળી એકાંતે ક્રિયાનો અભાવ માનતાં સંસારથી મોક્ષનો અભાવ થશે. માટે “ક્રિયા” છે જ. તેથી વિપક્ષી “અક્રિયા' પણ છે જ. હવે સક્રિય આત્મામાં ક્રોધાદિનો સદ્ભાવ કહે છે—
- સૂત્ર-૭૨૪ થી ૭૨૬ :
ક્રોધ-માન નથી તેમ ન વિચારવું, પણ ક્રોધ-માન છે તેમ માનવું...માયાલોભ નથી તેમ ન વિચારવું, પણ માયા-લોભ છે તેમ માનવું...રાગ-દ્વેષ નથી તેમ ન વિચારવું, પણ રાગ-દ્વેષ છે, તેમ માનવું.
• વિવેચન-૭૨૪ થી ૭૨૬ :
[૭૨૪] પોતાને કે બીજાને જે અપ્રીતિ થાય તે ક્રોધ. તેના ચાર ભેદ છે - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. એ રીતે માન અર્થાત્ ગર્વના આવા ચાર ભેદ છે. આ ક્રોધ-માન નથી તેવું ન માને.
કેટલાંક એવું માને છે કે માનનો અંશ એ જ ‘અભિમાન' તેનાથી ઘેરાયેલાનું અપમાન થતાં ક્રોધનો ઉદય થાય છે. ક્ષપક શ્રેણિમાં ક્રોધને અલગ ક્ષય દેખાડેલ નથી. વળી તે વાદી પૂછે છે કે - આ ક્રોધ આત્માનો ધર્મ છે કે કર્મનો ? જો આત્મધર્મ માનો તો સિદ્ધોને પણ ક્રોધોદય થશે. જો કર્મનો ધર્મ માનો તો અન્ય કષાયના ઉદયે પણ તેનો ઉદય પ્રસંગ આવશે, કર્મ મૂર્ત હોય તો ઘડા માફક તેનો આકાર દેખાવો જોઈએ. જો બીજાનો ધર્મ માનો તો તે કશું કરી શકે નહીં, માટે ક્રોધ નથી. એ રીતે માનનો અભાવ પણ જાણવો, [જૈનાચાર્ય કહે છે] આવું ન માનવું.
કારણ - કષાય કર્મોદયવર્તી જીવ હોઠ પીસતો, ભુક્કુટી ચડાવતો, લાલચોળ મુખ, પરસેવો ટપકતો ક્રોધથી બળતો દેખાય છે. આ ચિન્હો માનનો અંશ નથી, તે માનનું કાર્ય કરતો નથી. બીજાના નિમિત્તે ઉઠેલ છે. વળી આ ધર્મ જીવ તથા કર્મનો સાથે છે. બંનેનો ભેગો માનતા જુદા જુદા માનવાના દોષ ન આવે. સંસારી જીવો કર્મથી જુદા ન થઈ શકે. - ૪ - ક્રોધ આત્મા અને કર્મ ભેગા માનતાં સિદ્ધ થાય. એ રીતે માન પણ છે.
[૭૨૫] હવે માયા-લોભનું અસ્તિત્વ બતાવે છે - અહીં પણ ક્રોધ અને માન માફક - ૪ - લોભ અને માયાનું અસ્તિત્વ બતાવવું.
[૨૬] હવે આ ક્રોધાદિનું ટૂંકમાં અસ્તિત્વ બતાવે છે - પ્રીતિ તે પ્રેમ, પુત્ર, પત્ની, ધન, ધાન્યાદિ પોતાના હોય, તેના ઉપર રાગ થવો અને તેનાથી વિરુદ્ધ