________________
૨/૫/-I9૧૬,૩૧૩
૧૯૩
નિષેધ કરનાર પણ નથી, તો પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે - x ....
જો તમે બધાં પદાર્થનો અભાવ માનો છો, તો યુકિતનો અભાવ થતાં તમારી વાત અયુક્તિવાળી થશે. જો તમે યુક્તિ સાચી માનો તો તે યુક્તિ જ અમારું તત્વ છે. તે સિદ્ધ થતાં બધું સત થશે ઇત્યાદિ. • x - જૈન મત મુજબ એકાંતથી ન અવયવ છે, ન એકાંતથી અવયવી. અહીં સ્યાદ્વાદ્ મત સ્વીકારવાથી તમારો વિકલ્પ દોષ દૂર થશે. તેથી કંઈ અંશે લોક છે, તેમ કંઈ અંશે અલોક પણ છે.
[૧] એ રીતે લોક-અલોકનું અસ્તિત્વ સિદ્ધ કરીને હવે તેમાં વિશેષરૂપે જીવઅજીવનું અસ્તિતવ પ્રતિપાદન કરવા કહે છે - ઉપયોગ લક્ષણવાળા જીવ-સંસારી કે મુકત નથી, ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-કાળ તે અનુક્રમે ગતિ-સ્થિતિ-અવગાહદાનછાયા આ તપ આદિ - વર્તના લક્ષણ વિધમાન નથી, એવી ખોટી કલાના ન કરે.
કુવાદી નાસ્તિત્વને આ પ્રમાણે સિદ્ધ કરે છે, જીવો અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતા નથી, પણ કાયારૂપે પરિણત પાંચ ભૂતો જ દોડવું, કૂદવું આદિ કિયા કરે છે. તથા આભા અદ્વૈતમત મુજબ પુરુષ તે જ આત્મા સર્વગત છે. - X - જીવ નથી તેમ
જીવ પણ નથી. એક જ આત્મા સર્વે ચેતન-અચેતન શું, કારણરૂપ છે. - જૈનાચાર્ય કહે છે - આવી કોઈ વાત માનવી નહીં. પણ જીવ છે. આ સર્વના સુખ-દુ:ખો વગેરેના નિબંધનરૂપ છે, હું પીડાઉ છું વગેરે બોલતા સંભળાય છે. એ જીવથી જુદા ધર્મઅધર્મ-આકાશ-પુદ્ગલ વગેરે વિધમાન છે, પ્રત્યક્ષ પ્રમાણથી તેના ગુણો અનુભવાય છે.
જૈિનાચાર્ય ભૂતવાદીને પૂછે છે-] તમારાં માનેલા પાંચ ભૂતો નિત્ય છે કે અનિત્ય? જે નિત્ય હોય તો - X - કાયાકારે પરિણમે નહીં. પૂર્વે ચૈતન્યથી તેનો સદભાવ માનો તો નિત્યત્વની હાનિ થશે. હવે જે અનિત્ય માનો તો પૂછીએ કે તે ચૈતન્ય અવિધમાના હોય ત્યારે ચૈતન્ય ઉત્પન્ન થાય કે વિધમાન હોય ત્યારે. જો વિધમાન માને તો જીવતવ સિદ્ધ થશે, જો અવિધમાન માનો તો તમારો મત જૂઠો પડશે.
- આ રીતે આત્મા અદ્વૈતવાદીને પૂછવું કે જો પુરુષ એ જ બધું છે, તો ઘડા આદિમાં જીવતત્વ કેમ નથી દેખાતું? - X - X •
એ રીતે એકાંતથી જીવ-અજીવનો અભાવ નથી. સર્વે પદાર્થોમાં સ્યાદ્વાદનો. આશ્રય લેવાથી જીવ છે તે જીવ થશે અને પુદ્ગલ અપેક્ષાએ રાજીવ પણ થશે. ઇત્યાદિ • * * * * જાણવું. જીવનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેમાં રહેલ સતુ-અસતું ક્રિયા દ્વારે ધર્મ-અધર્મનું અસ્તિત્વ કહે છે.
• સૂત્ર-૭૧૮,૭૧૯ :
ધર્મ-અદામ નથી એમ ન વિચારવું, પણ ધર્મ-અધર્મ છે તેમ માનવું...બંધમોક્ષ નથી તેમ ન માનવું, પણ તે છે તેમ માનવું..
• વિવેચન-૭૧૮,૭૧૯ :
[૧૮] મૃત-ચાસ્ત્રિાત્મક જીવના આત્મ પરિણામ, જે કર્મક્ષયનું કારણ છે તે ધર્મ છે. અધર્મ એ મિથ્યાવ-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગરૂપ જે કર્મબંધનું કારણ છે, તે આત્મ પણિામ છે. આ ધર્મ-અધર્મ બંને કાળ-સ્વભાવ-નિયતી-ઈશ્ચરાદિ મતથી
૧૯૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ નથી. આવી સંજ્ઞા ન રાખવી. • x - કેમકે તે એકલા કારણ રૂપે નથી. બધાં ભેગા થાય ત્યારે કારણરૂપ બને છે. કહ્યું છે કે - એકલા કાળ વગેરેથી કોઈ કાર્ય ન થાય, મગ રાંધવાની માફક આ બધાં સમુદિતપણે કારણરૂપ છે.
ધર્મ-અધર્મ વિના સંસારનું વૈચિત્ર્ય ન ઘટે. માટે સમ્યગ્દર્શન આદિ રૂપ ધર્મ છે અને મિથ્યાત્વાદિ રૂપ અધર્મ છે, તેમ માને.
[૧૯] ધર્મ-અધર્મના હોવાથી બંધ અને મોક્ષનો પણ સભાવ છે, તે દશર્વિ છે • બંધ એટલે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશાત્મક કર્મ પુદ્ગલોનો જીવ વડે સ્વવ્યાપારથી સ્વીકરણ. અહીં એવું ન માને કે અમૂર્ત આત્માને રૂપીકર્મ ન લાગે તથા તેના અભાવે મોક્ષનો પણ અભાવે છે, તેવું ન માને.
તો કેવી સંજ્ઞા ધારણ કરે? તે કહે છે
જીવતો કર્મ પુદ્ગલ સાથે બંધ છે, એવું માને. વાદી પૂછે છે - અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મનો સંબંધ કેવી રીતે થાય? [જૈનાચાર્ય કહે છે) આ વાત યોગ્ય નથી. આકાશનું સર્વવ્યાપીપણું પુદ્ગલ સાથે સંબંધ ન માને તો સિદ્ધ ન થાય. • x • વળી જ્ઞાનસ્વરૂપ આત્માને મદિરાપાનથી વિકાર ઉત્પન્ન થાય છે. તે જીવ-જીવના સંબંધ વિના શક્ય નથી.
સંસારી જીવોને સદા તૈજસ-કાશ્મણ શરીરના સદ્ભાવે એકાંત અમૂર્તત્વ ન હોય. તેમ બંધના પ્રતિપક્ષ રૂપ મોક્ષ પણ છે. તેના અભાવે બંધનો પણ અભાવ છે. આ રીતે સર્વ બંધના નાશ સ્વભાવવાળો મોક્ષ પણ છે એવી સંજ્ઞા ઘારે.
બંધનો સદ્ભાવ માનતા પુન્ય-પાપનો સદ્ભાવ થશે તે કહે છે• સૂઝ-૭૨૦,૭૨૧ :
યુચ-પાપ નથી, તેવું ન માને, પણ પુન્ય-પાપ છે તેવું માને...આવસંવર નથી, તેવું ન માને પણ આશ્રવ-સંવર છે તેમ માને.
• વિવેચન-કર૦,૩૨૧ :
[૨૦] શુભ પ્રકૃતિરૂપ પુણ્ય કે અશુભ પ્રકૃતિરૂપ નથી, તેવું ન વિચારવું. [વાદી] પુન્ય-પાપનો અભાવ જણાવવા કહે છે - કેટલાંકના મતે પુષ્ય નથી, પાપ જ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે, તે જ સુખદુ:ખનું નિબંધન છે. બીજા કહે છે - પાપ નથી, પુણ્ય ઘટતાં જીવ પાપ કરે છે. કેટલાંક બંનેનો નિષેધ કરે છે. સંસારનું વૈવિધ્ય નિયતિ સ્વભાવાદિ કૃત છે. આ બધાનું કહેવું અયુક્ત છે. કેમકે પુન્ય-પાપ એ બંને સંબંધી શબ્દો છે. - x • તેથી કોઈ એકની સત્તા છે અથવા બંનેનો અભાવ છે તેમ કહી શકાય નહીં. કેમકે તેવા કારણ વિના જગતની વિચિત્રતા ન સંભવે.
ક્યાંય કારણ વિના કાર્ય ન થાય, નિયતિ-સ્વભાવાદિ વાદ • x • માનીએ તો સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યર્થ થાય. તેથી સર્વ કાર્યની ઉત્પતિમાં પુન્ય-પાપ છે, તેવી સંજ્ઞા ધારવી જોઈએ.
પુન્ય-પાપનું સ્વરૂપ આવે છે - શુભ કર્મ પુદ્ગલો તે પુન્ય અને અશુભ કર્મી પુગલ તે પાપ, તેમ જિનશાસનમાં સર્વજ્ઞોએ કહ્યું છે.