Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 233
________________ ૧૯૫ ૨/૫/-/૧૨,૩૧૩ હવે બીજી રીતે વાણીનો અનાચાર બતાવે છે– સત્ર-૧૪,૭૧૫ - જે આ ઔદારિક, આહારક, કામણ શરીર છે, તે બધાં એક જ છે, કે એકાંતે ભિન્ન નથી, તથા સર્વેમાં શક્તિ વિધમાન છે કે નથી. તેવા એકાંત વચન ન બોલવા. કેમકે આ બંને સ્થાને એકાંત વિચારોથી વ્યવહાર ચાલતો નથી. આ બંને એકાંત સ્થાનને તું અનાચાર જણ. • વિવેચન-૭૧૪,૭૧૫ - ગત સૂત્રમાં આહાર કહ્યો, તે શરીર હોય તો થાય. આ શરીર પાંચ પ્રકારે છે . ઔદારિક આદિ. તેમાં ભેદ કે અભેદ બતાવવા પૂર્વ પક્ષ કહે છે. બધાં લોકોને પ્રત્યક્ષ દેખાતું, ઉદાર પુદ્ગલોથી નીપજેલ તે દારિક અથવા નિઃસાર હોવાથી ઉરાલ છે, તે તિર્યંચ અને મનુષ્યોને હોય છે. તથા ચૌદપૂર્વી કદી સંશય પડતા હતા કરે તે આહાક. તેના ગ્રહણથી વૈક્રિય પણ જાણી લેવું. એ જ રીતે કાર્પણ અને તૈજસ પણ લેવું. ઔદારિકાદિ પાંચે સાથે રહેતા હોવાથી કોઈને શંકા થાય કે આ શરીરો એકમેક છે કે તહ્ન ભિન્ન છે ? તે કહે છે • x • આ શરીરો સમાન છે કે તદ્દન ભિન્ન છે, તેવી એકાંત માન્યતા ના કરવી. • x • જો આપણે એકાંત અભેદ માનીએ તો આ દારિક શરીર ઉદાર પુદ્ગલોનું બનેલું અને કર્મથી બનેલું તે કાર્મણ જે આ સંસારભ્રમણના કારણરૂપ છે. તેજસુ દ્રવ્યોથી બનેલું તે તૈજસ જે આહાર પચાવવા કે તૈજસલબ્ધિ નિમિતક છે ચોવી ભેદ સંજ્ઞાથી કાર્ય ન થાય, આવું જાણીને કોઈ કહે કે તે તદ્દન ભિન્ન છે - તો તે અયુક્ત છે. તેમ હંમેશાં સાથે જ હોય તેવું પણ નથી. આવી વ્યવસ્થા હોવાથી બધાં શરીરો કોઈ અંશે અભેદ છે અને સંજ્ઞા ભેદથી ભેદ છે. આ રીતે દારિકાદી શરીરોના ભેદ-અભેદ બતાવીને હવે બધાં દ્રવ્યોના ભેદ-અભેદ બતાવવા -x• કહે છે. “બધું બધે છે”. એમ સાંખ્ય મતના અભિપ્રાયથી સવ-જસ-તમોક્ષ પ્રધાનના એકવથી અને બધાનું કારણ માની બધં બધામાં એકરૂપ છે, એ પ્રમાણે વ્યવસ્થા માનતાં ઘટ-પટ આદિમાં વ્યસ્ત શક્તિ છે - ૪ ઇત્યાદિ માન છે. [વાદોને અમારા આ કાર્યક્ષેત્રથી બાકાત રાખેલા છે, તેથી જિજ્ઞાસુઓએ મૂળવૃત્તિ જોવી - સમજવી.] સાંખ્યોની આ વાત ન માનવી, તેનું કારણ બતાવે છે સાંગોના અભિપ્રાય મુજબ બધું બધાના એકરૂપે છે. ઇત્યાદિ કહેવું અયુક્ત છે. કેમકે સુખ-દુ:ખ, જીવિત-મરણ, દૂર-નજીક, સૂક્ષ્મ-બાદર, સુરૂપ-કુરૂપ આદિ સંસાર વૈવિધ્ય આંખ સામે દેખાય છે. આ બધાંને તમે પણ ખોટું કહી શકશો નહીં. મિસ્યા છે તેમ પણ નહીં કહેવાય. જો એમ માનશો તો દેખાતાનો નાશ અને ના દેખાતાની કલાના કરવાનો દોષ આવશે. વળી બધું એક માનતા સંસાર તથા મોક્ષાના અભાવથી કરેલાં કૃત્યોનો નાશ અને ન કરેલાંની પ્રાપ્તિ બળજબરીથી માનવી પડે છે. માટે તમારી કલ્પના મુજબ સત્વ, રજ અને તેમની સામ્ય અવસ્થા આદિ સર્વે - x • વયનો અયુક્ત છે. * * * * *. ૧૯૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ - x• આચાર્ય કહે છે - x - જો સર્વયા કારણમાં કાર્ય છે, તો તૈયાર થયેલા ઘડાના ઉત્પાદનની પેઠે કારણમાં કાર્ય સિદ્ધિ થાય, પરંતુ • x • ઘડાના કારણરૂપ માટીના પીંડમાં ઘી કે પાણી ભરાતું નથી. કેમકે કર્મગુણનો વ્યપદેશ થતો નથી, માટે કારણમાં કાર્ય નથી. [ઇત્યાદિ અનેક દલીલો વૃત્તિકારે નોંધી છે, જિજ્ઞાસુઓએ કોઈ તજજ્ઞ પાસે સમજવું, માત્ર અનુવાદથી હેતુ સિદ્ધ થશે નહીં. સર્વે પદાર્થોમાં સત્વ, ડ્રોયત્વ, પ્રમેયવ આદિ ધર્મો વડે કોઈ અંશે એકત્વ છે, તેમ પ્રતિનિયત પદાર્થના કાર્યપણે જે અર્થ ક્રિયાકારી તે જ પરમાર્થથી સત છે, માટે કથંચિત ભેદ છે. તેથી સામાન્યવિશેષાત્મક વસ્તુ છે, એમ નક્કી થયું. આના દ્વારા થાત્ અપ્તિ, થાત્ નાત એ બે ભંગ વડે બાડી ભાંગા પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સપ્તભંગી વાળી છે. તે કહે છે - સ્વ દ્રવ્ય-ફોગ-કાળ-ભાવ અપેક્ષાએ કિંચિત છે, પર દ્રવ્યાદિ અપેક્ષાએ કિંચિત નથી. - x • x - x- ઇત્યાદિ સપ્તભંગી વૃિત્તિમાં જોવી.] આ રીતે સામાન્યથી સર્વ વસ્તુનો ભેદ-અભેદ બતાવીને હવે સર્વ શૂન્યવાદી મતનું ખંડન કરીને લોઅલોકનો વિભાગ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે - અથવા સમ વીર્ય છે અથવા સર્વત્ર વીર્ય નથી. વીર્ય શબ્દથી સામાન્યથી વસ્તુનું સતા કહ્યું. * * * * * પણ સર્વત્ર પ્રતિ એવી સંજ્ઞા ન ધારવી, તેમ સબ નાપ્તિ એવી સંજ્ઞા પણ ન ધાસ્વી. આવું કહીને સામાન્ય વસ્તુનું અસ્તિત્વ સાધ્યું. હવે તે જ વસ્તુનું કિંચિત્ વિશેષિતત્વથી લોકાલોક સ્વરૂપચી અસ્તિત્વ સાધવા માટે સૂpકાર કહે છે • સૂત્ર-૨૧૬,૨૧૭ : લોક નથી કે અલોક નથી, એવી સંજ્ઞા ન કરવી, પણ લોક છે અને અલોક છે - એવી સંજ્ઞા રાખવી જોઈએ...જીવ કે અજીવ નથી એવી સંજ્ઞા ન રાખવી, પણ જીવ અને અજીવ છે, એવી સંજ્ઞા રાખવી જોઈએ.. • વિવેચન-૨૧૬,૩૧૩ : [૧૬] ચૌદરાજ પ્રમાણ અથવા ધર્મ-અધર્મ-આકાશાદિ પંચાસ્તિકાયરૂપ તે લોક, આ લોક નથી એવી સંજ્ઞા ન રાખે. આકાશાસ્તિકાય માત્ર આકાશ છે, તે વિધમાન નથી, તેવી સંજ્ઞા ન રાખે. આ લોકાલોકના અભાવને બતાવવા [વાદી] કહે છે-આ વસ્તુ દેખાય છે તે અવયવ દ્વારથી કે અવયવી દ્વારથી દેખાય છે ? જો અવયવ દ્વારા દેખાય છે તેમ કહો તો તેમાં સૂક્ષ્મ પરમાણુઓ દેખાવાનો સંભવ છે * * * * * તેમ અવયવી દ્વારા પણ દેખાય નહીં, કેમકે વિકતામાન અવયવીનો જ અભાવ છે ઇત્યાદિ - x • x - આ બધું માયા, સ્વપ્નાદિ જેવું લોકાલોકનું સ્વરૂપ છે. • x • x • વસ્તુનો અભાવ થવાથી લોકાલોકનો અભાવ સિદ્ધ થશે. જૈિનાચાર્ય કહે છે-] આવું ખોટું તત્વ ન માનીશ. કેમકે લોક છે. તે ઉર્વઅઘો-તિછરૂિપે વૈશાખ સ્થાનમાં સ્થિત કેડે બે બાજુ હાથ રાખીને ઉભેલા પુર જેવો છે અથવા પંચાસ્તિકાય રૂપ છે તેથી વિરુદ્ધ લોક પણ છે. જો અલોક ન માનીએ તો લોકની વ્યવસ્થા સિદ્ધ ન થાય. જો વાદીના મત મુજબ બધું જ નથી, તો તેમાં

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264