Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 224
________________ ૨|૩|-I૬૯૩ થી ૬૯૮ ૧૩૩ • વિવેચન-૬૯૩ થી ૬૯૮ : હવે બીજું જે પૂર્વે કહ્યું છે તે - કેટલાંક જીવો પૂર્વે અનેકવિધ યોનિક છે, તે સ્વકૃત કમને વશ વિભિન્ન ત્રણ સ્થાવરોના સયિત કે અચિવ શરીરોમાં પૃથ્વી જીવરૂપે ઉત્પન્ન થાય છે. જેમકે - સપના મસ્તકનો મણિ, હાથી દાંતમાં મોતી, વિલેન્દ્રિયોમાં છીપ આદિમાં મોતી, સ્થાવરમાં વેણુ આદિમાં તે જ હોય છે. તથા અયિતમાં ઉખરભૂમિમાં લવણરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પૃથ્વીકાયિકો અનેકવિધ પૃથ્વીઓમાં શર્કર, વાલુકા, પત્થર આદિ રૂપે તથા ગોમેદ આદિ રનરૂપે, બાદર મણિરૂપે ઉત્પન્ન થાય છે. બાકી સુગમ છે. ચારે આલાવા ઉદક મુજબ છે. હવે ઉપસંહાર કરતા સર્વ જીવોને સામાન્યથી કહે છે• સૂત્ર-૬૯૯ : હવે પછી કહ્યું છે - સર્વે પ્રાણી, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્વો વિવિધ યોનિઓમાં ઉત્પન્ન • સ્થિત • વૃદ્ધિગત રહે છે. તેઓ શરીરમાં જ ઉત્પન્ન-સ્થિતવૃદ્ધિગત થાય છે. શરીરનો આહાર કરે છે. તે જીવો કમનિગ, કર્મનિદાના, કર્મગતિક, કર્નસ્પતિક છે અને કર્મને કારણે વિવિધ અવસ્થા પામે છે. હૈિ શિયો ! તમે એ પ્રમાણે જાણો, જાણીને આહાર ગુપ્ત, જ્ઞાનાદિ સહિત, સમિત, સદા સંયત બનો. તેમ કહું છું • વિવેચન-૬૯૯ : ધે બીજુ આ કહે છે કે - આ બધાં પ્રાણીઓ, અહીં પ્રાણી-ભૂત-જીવ શબ્દો સમાનાર્થી જાણવા. કથંચિત ભેદ જાણવો. તે અનેકવિધ યોનિકો વિભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થાય છે. કેમકે નાક-તિર્યંચ-મનુષ્ય-દેવમાં પરસ્પર ગમન થાય છે. તે જયો જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં તે-તે શરીરનો આહાર કરે છે. તે આહાર કરતાં ત્યાં ગુપ્ત થઈ, નવા કર્મો બાંધીને તે કર્મને વશ થઈને નરકાદિ ગતિમાં જઘન્ય, મધ્યમ, ઉcકૃષ્ટ આયુવાળા થાય છે. આથી એમ કહે છે - “જે આ ભવે જેવો હોય તેવો પર ભવે થાય” તે મતનું ખંડન થયું. પરંતુ કર્મ પાછળ જનારા, કર્મ વશ થઈને, કર્મ મુજબ ગતિમાં જનારા થાય છે. તથા તે જ કર્મોથી સુખના ઇચ્છુક હોવા છતાં ઉલટા દુ:ખને પામે છે. હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે– આ જે મેં શરૂઆતથી કહ્યું, તે આ રીતે - તે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેવા શરીનો આહાક થાય. આહારમાં અગુપ્ત રહેવાથી કર્મો બાંધે. કર્મો વડે અનેકવિધ યોનિમાં કુવાની રેંટના ન્યાયે પુનઃ પુનઃ ભટકે છે, એમ તમે જાણો. નહીં સમજો તો દુઃખી થશો. આવું જાણીને સારા-નરસાનો વિવેકી આહારગુપ્ત, પાંચ સમિતિથી સમિત અથવા સમ્યક જ્ઞાનાદિ માર્ગે જતો - સમિત તથા હિત સાથે વર્તતો સદા શ્વાસ ચાલે ત્યાં સુધી આ સંયમાનુષ્ઠાનમાં પ્રયત્નવાનું થાય. બાકી પૂર્વવત્ જાણવું. શ્રુતસ્કંધ-૨ - અધ્યયન-3 - ‘આહારપરિજ્ઞા'નો | મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 4િ/12] સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૪ પ્રત્યાખ્યાન ક્રિયા છું. - X - X - X - X - X - X - X - • ભૂમિકા : બીજા અધ્યયન પછી ચોથું આરંભે છે - તેનો સંબંધ આ છે - અધ્યયન૩-માં આહારગુપ્ત ન હોય તેને કર્મબંધ કહ્યો. અહીં પ્રત્યાખ્યાન બતાવે છે. અથવા ઉત્તરગુણ પ્રાપ્તિ માટે શુદ્ધ-અશુદ્ધ આહારના વિવેક માટે આહાર પરિજ્ઞા બતાવી, તે ઉત્તગુણરૂપ પ્રત્યાખ્યાનક્રિયા યુક્ત થાય. તેથી આહાપરિજ્ઞા પછી પ્રત્યાખ્યાનક્રિયા અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમમાં અધિકાર આ છે - કર્મ ઉપાદાનરૂપ અશુભનું પ્રત્યાખ્યાન કરવું. હવે નિક્ષેપ-તેમાં ઓઘનિષ્પક્સમાં અધ્યયન, નામનિષજ્ઞમાં પ્રત્યાખ્યાનક્રિયા એવું બે-પદવાળું નામ છે. તેમાં પ્રત્યાખ્યાન પદનો નિક્ષેપો કહે છે [નિ.૧૭૯,૧૮૦-] પ્રત્યાખ્યાનના છ નિક્ષેપ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, અદિલા, પ્રતિષેધ અને ભાવ. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યનું, દ્રવ્ય થકીદ્રવ્યથી, દ્રવ્યમાં કે દ્રવ્યરૂપ પ્રત્યાખ્યાન તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. તેમાં સચિત, અગિd, મિશ્ર ભેટવાળા દ્રવ્યનો ત્યાગ કે દ્રવ્ય પ્રત્યાખ્યાન અથવા દ્રવ્ય (ધન નું પ્રત્યાખ્યાન. એ રીતે બીજા કારકો યોજવા. - દેનારની ઇચ્છા તે દિત્સા, દિસા ન હોવી તે અદિત્સા. તે ન લેવી, તે અદિસપ્રત્યાખ્યાન. દેનાર છતી વસ્તુ ન આપે - X - તો ન વાપરવી. પ્રતિષેધ વ્યાખ્યાન-વિવક્ષિત દ્રવ્યના અભાવે કે તે વસ્તુ આપનાર ન હોય તો આપનાની ઇચ્છા છતાં ના પાડે તે પ્રતિષેધ પ્રત્યાખ્યાન. ભાવ પ્રત્યાખ્યાન બે પ્રકારે - અંતઃકરણ શુદ્ધ સાધુ કે શ્રાવકના મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. 8 શબ્દથી બંને નોઆગમ ભાવ પ્રત્યાખ્યાન જાણવા. બીજા નહીં - હવે ‘કિયા' પદનો નિક્ષેપો - તે ‘કિયાસ્થાન’ અધ્યયનમાં પૂર્વે કહેલ છે, માટે ફરી કહેતા નથી. અહીં ભાવપ્રત્યાખ્યાનનો અધિકાર છે. તે કહે છે - મૂળગુણ તે પ્રાણાતિપાત વિરમણાદિ - જીવહિંસાદિનો ત્યાગ કરવો. તે અહીં પ્રત્યાખ્યાન ક્રિયા અધ્યયને અર્વાધિકાર છે. જો મૂલગુણ પ્રત્યાખ્યાન ન કરીએ તો તેના અભાવે-x- અપચ્ચક્ખાણ ક્રિયા - સાવધાનુષ્ઠાન ક્રિયા, તેના નિમિતે કર્મબંધ, તેથી સંસારભ્રમણ થાય. તેથી મુમુક્ષ એ પ્રત્યાખ્યાનક્રિયા કરવી જોઈએ. નામ નિક્ષેપો ગયો. • x • હવે સૂત્ર કહે છે સત્ર-૩૦૦ : મેં સાંભળેલ છે કે તે આયુષ્યમાન ભગવંતે આમ કહ્યું છે આ પ્રવચનમાં પ્રત્યાખ્યાનક્રિયા નામે અદયયન છે. તેનો આ અર્થ કહ્યો છે - આત્મા અપત્યાખ્યાની પણ હોય છે, આત્મા અક્રિાકુશલ પણ હોય છે, આત્મા મિથ્યાત્વ

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264