Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 226
________________ ૨/૪/-|૨૦૧ વિચારથી દિવસે કે રાત્રે, સુતા કે જાગતા નિત્ય તે જ વિચારોમાં અટવાયેલો રહે છે. - તે અમિત્રભૂત, મિથ્યાત્વ સંસ્થિત, નિત્ય હિંસક ચિત્તવૃત્તિયુક્ત એવાને વધ કરનાર માનવો કે નહીં ? ૧૮૧ ત્યારે પ્રેકે [પ્રશ્નકર્તાએ] સમતાથી કહ્યું - હા તે વધક જ છે. આચાર્ય કહે છે . જેમ તે વધક તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્ર, રાજા કે રાજપુરુષને સમય મળતાં તેના મકાનમાં પ્રવેશીને, તક મળતાં જ પ્રહાર કરીને તેને મારી નાંખીશ. આવું તે રાત્રે-દિવસે, સુતા-જાગતા અમિત્ર બનીને, મિથ્યાત્વ સ્થિત થઈને, તેમના ઘાતને માટે શઠતાપૂર્વક દુષ્ટચિત્તે વિચારતો હોય છે. એવી રીતે અજ્ઞાની જીવ સર્વે પાણી યાવત્ સર્વે સત્વોને દિવસે કે રાત્રે, સુતા કે જાગતાં અમિત્ર થઈને, મિથ્યાત્વ સ્થિત રહીને નિત્ય, શઠતાપૂર્વક વાત કરવાનો વિચાર ચિત્તમાં રાખી મૂકે છે તેથી પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપસ્થાનકો તેને છે. આ રીતે ભગવંતે તેવા જીવોને અસંયત, અવિરત, પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનારા, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડદાયી, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની મન-વચન-કાય વાકય વિચારપૂર્વક ન પ્રયોજે, સ્વપ્ન પણ ન જોવા છતાં, તે પાપકર્મ કરે છે. જેવી રીતે તે વધક તે ગૃહપતિ યાવત્ રાજપુરુષની પ્રત્યેકની હત્યા કરવાનો વિચાર ચિત્તમાં લઈને સુતા કે જાગતા તેનો શત્રુ બનીને રહે, મિથ્યાત્વ સ્થિત રહે, નિત્ય શઠતાપૂર્વક પ્રાણિદંડની ભાવના રાખે છે, એવી રીતે અજ્ઞાની જીવ સર્વ જીવો યાવત્ સર્વે સત્વોને પ્રત્યેક પતિ ચિત્તમાં નિરંતર હિંસાભાવ રાખી, રાત્રે-દિવસે સુતા કે જાગતા અમિત્ર બની, મિથ્યાત્વ સ્થિત થઈ, શઠતાપૂર્વક હિંસામય ચિત્તવાળો બને છે. [આ રીતે તે અજ્ઞાની જીવ પ્રત્યાખ્યાન કરે ત્યાં સુધી પાપકર્મબંધ કરે છે.] • વિવેચન-૭૦૧ - અસત્-અવિધમાન કે અપવૃત્ત મન વડે તથા વાણી અને કાયાથી જીવને ન હણતો તથા અમનસ્કપણે - અવિચાર-મન-વચ-કાય વાક્યથી સ્વપ્ન પણ ન જોતો - X - નવું કર્મ ન બાંધે, એ પ્રમાણે અવ્યક્ત વિજ્ઞાનવાળા પાપકર્મ ન બાંધે, એવો અલ્પજ્ઞાનવાળો પાપકર્મ ન કરે. [વાદી] પૂછે છે કે - કયા હેતુ કે કારણથી તેને પાપકર્મ બંધાય છે ? કેમકે અહીં અવ્યક્ત વિજ્ઞાનને કારણે કોઈ પાપકર્મ બંધનો હેતુ નથી. એ રીતે પ્રેરક [વાદી] જ સ્વ અભિપ્રાયથી પાપકર્મબંધનો હેતુ કહે છે - કર્માશ્રવદ્વાર રૂપ મન, વચન, કાયાથી કરેલાં કૃત્યો વડે કર્મ બંધાય છે, તે બતાવે છે - કોઈપણ ક્લિષ્ટ પ્રાણાતિપાતાદિ પ્રવૃત્તિથી મન-વચન-કાયા વડે તેને તત્સંબંધી કર્મ બંધાય છે. આ જ વાત વધુ સ્પષ્ટ કરે છે - જીવોને હણવા સમનસ્ક, સવિચાર મન-વચન-કાચ વાક્યથી સ્વપ્નને પણ જોતો પ્રસ્પષ્ટ-વિજ્ઞાનવાળો હોય - આવા બધાં સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગુણો ભેગા થાય તો જ પાપકર્મ બંધાય છે. પણ એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયને પાપકર્મ સંભવ નથી, કેમકે તે જીવોને મન-વચન-કાયાના વ્યાપારનો અભાવ છે. વળી જો આવા વ્યાપાર વિના પણ તમે કર્મબંધ માનશો, તો મુક્ત જીવોને પણ કર્મબંધ યશે, પણ તે તમે માનતા નથી. તેથી અસ્વપ્નથી માંડી અવિજ્ઞને કર્મબંધ નથી. આ જ પ્રમાણે - x - જેઓ એમ કહે છે કે અશુભ યોગ વિધમાન ન હોય તો પણ પાપકર્મ બંધાય છે, તે કહેનારા મિથ્યા છે. ત્યારે પ્રજ્ઞાપક [આચાય તે પ્રેક [વાદી] ને ઉત્તર આપે છે - ૪ -- ૧૮૨ અમે જે પૂર્વે કહ્યું, તે સત્ય છે કે - અસ્પષ્ટ, અવ્યક્ત યોગ હોય તો પણ કર્મ બંધાય છે, તે સમ્યક્-મુક્તિ સંગત છે. ત્યારે વાદી પૂછે છે કે - કયા કારણે તમે સમ્યક્ કહો છો - ત્યારે આચાર્ય જણાવે છે - ભગવંતે છ જીવનિકાય કર્મબંધના હેતુરૂપે કહ્યા છે. જેમકે પૃથ્વીકાય યાવત્ ત્રસકાય. આ છ જીવનિકાયો કર્મબંધના કારણ કઈ રીતે છે ? તે જણાવે છે - આ છ જીવનિકાયોને ન હણવાનું પચ્ચક્ખાણ જેણે નથી કર્યુ, તે પાપી આત્માને હંમેશા આ છ જીવનિકાયને હણવાની ઇચ્છા રહે છે. તે પ્રકર્ષ શઠ તથા તેનું ચિત સદા જીવહિંસામય રહે છે, પોતાને અને પરને દંડનો હેતુ છે. આવો પ્રશઠ વ્યતિપાતચિતદંડ, તેને બતાવતા કહે છે - જેમ પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ પ્રાણાતિપાત માટે કહ્યો, તેમ મૃષાવાદથી મિથ્યાત્વશલ્ય પર્યન્ત જાણવો. તેમને આ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયાદિની હિંસાથી અનિવૃત્ત હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ લાગેલા છે. તે દોષોના સદ્ભાવમાં તેને કેમ પ્રાણાતિપાતાદિ દોષ ન લાગે? પ્રાણાતિપાત આદિ દોષવાળાને અવ્યક્ત વિજ્ઞાન અને અસ્વપ્નાદિ અવસ્થા હોય તો પણ તેઓ કર્મબંધક થાય છે. આ રીતે વાદીના મતનું નિરસન કર્યું. હવે આચાર્ય સ્વપક્ષ સિદ્ધિ માટે દૃષ્ટાંત આપે છે - x - ઐશ્વર્યાદિ ગુણયુક્ત અને ૩૪-અતિશયયુક્ત તીર્થંકરે ‘વધક’નું દૃષ્ટાંત કહ્યું, જેમ કોઈ હત્યારો હોય, કોઈ કારણે કોપેલો હોય, કોઈના વધના પરિણામવાળો કોઈ પુરુષ હોય, આ વધકને વિશેષથી બતાવે છે કોઈ ગૃહસ્થ કે તેનો પુત્ર હોય, તેના વડે સામાન્ય પુરુષ બતાવ્યો. તેના ઉપર કોઈ નિર્મિતથી વધક, તે વધપરિણામથી કોઈ ક્ષણે આ પાપકારીને મારી નાંખીશ [તેમ વિચારે] તથા રાજા કે તેના પુત્ર ઉપર કોપાયમાન થઈને વિચારે કે અવસર મળે ત્યારે તેના ઘરમાં કે નગરમાં પ્રવેશીશ તથા અવસર-છિદ્રાદિ મળતા તુરંત તેને હણી નાખીશ એમ નિશ્ચય કરે. - અહીં એવું કહે છે કે - ગૃહપતિ, સામાન્ય પુરુષ કે રાજામાંના કોઈને પણ - X - મારવા ઇચ્છે, પરંતુ લાગ મળે ત્યારે બીજા કાર્યમાં હોય ત્યારે છિદ્રને અને અવસરને જોનારો કિંચિત્ કાલ ત્યાં રહે, ત્યાં ઉદાસીનતા ધરતો, બીજા કામમાં વ્યગ્રચિત્ત થઈ તે અવસરે વધ પ્રત્યે અસ્પષ્ટ વિજ્ઞાન હોય છે. આવો તે વધ્ય પ્રતિ નિત્ય પ્ર-શઠ વ્યતિપાત્ત ચિત્ત દંડ થાય છે. એટલે અવિધમાન પાપવાળો છતાં વ્યક્ત અશુભ યોગો વડે એકેન્દ્રિય, વિકલેન્ડ્રિયાદિ અસ્પષ્ટ વિજ્ઞાનવાળો છતાં મિથ્યાત્વ

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264