Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 207
________________ ૨/૨-/૬૬૩ ૧૪૩ ૧૪૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શોધનાર તે અધર્મપવિલોકી, અધર્મપાય કર્મમાં પ્રકર્ષથી કત, • x • અઘર્મશીલ - અધર્મ સ્વભાવવાળા તથા જેના કોઈપણ અનુષ્ઠાન અધમત્મિક છે તથા અધર્મસાવધાનુષ્ઠાનથી ડામ દેવા - અંકન - નિલછનાદિ કર્મથી આજીવિકા ચલાવે છે. ધે તેના પાપાનુષ્ઠાનનું કંઈક વર્ણન કરે છે - પોતે જ હનન આદિ ક્રિયા કરતા, બીજાને પણ પાપોપદેશ આપે છે. દંડ વડે મારવું, કાન વગેરે છેદવા, શૂલાદિથી ભેદવા, પ્રાણીના ચામડા ઉતારવા, તેથી લોહીયુક્ત હાથવાળા તથા રૌદ્ર, ક્ષુદ્રકમાં કરનાર, વણવિચાર્યું કામ કરનારા તથા શૂલાદિ આરોપણ માટે તંત્ર ચે, વંચન-જેમ અભયકુમારને પ્રોતની ગણિકાએ ઠગ્યો, માયા-વંચનબુદ્ધિ, પ્રાયે વાણિયામાં હોય છે. નિવૃતિ-બગલા વૃત્તિ - x દેશ, ભાષા, વેશ બદલીને ઠગે તે કપટ, જેમ અષાઢાતિએ નટપણે વિવિધ વેશ કાઢી - x • કોઈ ઘેરથી ચાર લાડુ પ્રાપ્ત કર્યો. કૂડ-તોલમાપને ન્યૂનાધિક કરી બીજાને ઠગવા, આ બધાં ઉત્કંચન વગેરે ઉપાયોમાં તત્પર છે અથવા કસ્તૂરી આદિ મોંઘી વસ્તુમાં બનાવટી વસ્તુ મેળવવી તે સાતિ સંપ્રયોગ. કહ્યું છે કે સાતિયોગ એટલે દ્રવ્યને હલકા દ્રવ્યોથી આચ્છાદિત કરે, દોષને ગુણ કહે, મૂળ વસ્તુના વિષયને બદલી નાંખે. આ ઉત્સુચન આદિ શબ્દો માયાના પર્યાયો છે - x • તેમાં કિંચિત્ ક્રિયા ભેદ છે. - તેઓ દુષ્ટ શીલવાળા, દીર્ધકાલીન મિત્ર હોય તો પણ જલદીથી અમિત્ર બની જાય છે. * * * દારુણ સ્વભાવવાળા છે. તથા દુષ્ટવ્રતવાળા છે, જેમ માંસભક્ષણનો વ્રતકાળ પૂરો થતાં ઘણાં જીવોનો ઘાત કરીને માંસની લ્હાણી કરે છે, શનિ ભોજનને તેઓ દુષ્ટવ્રત માને છે. કેટલાંક અજ્ઞાનદશાથી આ ભવમાં તે વસ્તુનું ખાવાનું વ્રત લે છે, જેથી આવતા ભવે મધ-માંસાદિ વધારે ખાઈશ. દુ:ખે કરીને આનંદ પામે છે. સારાંશ એ કે - તેણે કોઈનું ભલું કર્યું હોય, તે તેનો બદલો વાળવા ઇચ્છે તો પોતે ગર્વમાં આવીને તેને તુચ્છ ગણે છે. પોતે આનંદિત થવાને બદલે તેના ઉપકારને બદલે તેના દોષો જ જુએ છે. • x - આ પ્રમાણે પાપકૃત્ય કરનારા અસાધુ જીવનપર્યad સર્વથા જીવ હિંસાથી અવિરત રહી, લોકનિંદનીય છતાં બ્રહ્મહત્યાદિથી અવિરત આદિ બધું ગ્રહણ કરવું એ રીતે સર્વ સાક્ષી આદિથી અવિરત, સ્ત્રી-બાલાદિના દ્રવ્યના અપહરણથી અવિરત તથા સર્વથા પરસ્ત્રી ગમનાદિ મૈથુનથી અવિરત અને સર્વ પરિગ્રહથી અને યોનિપોષકત્વથી અવિરત રહે છે. એ પ્રમાણે સર્વ ક્રોધ-માન-માયા-બ્લોભથી પણ અવિરત તથા પ્રેમ-દ્વેષ-શ્કલહઅભ્યાખ્યાન-પશુન્ય-પરસ્પરિવાદ-અરતિરતિ-માયા-મૃષાવાદ-મિથ્યાદર્શનશલ્યાદિ પાપોથી આજીવન અવિરત રહે છે. તથા સર્વ સ્નાન, ઉન્મદંત, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, માળા, અલંકારરૂપ કામાંગ-મોહજનિત ભોગવી જાવજીવ અવિસ્ત રહે છે. અહીં વણકરી લોઘ આદિ ગ્રહણ કરવા તથા સર્વયા ગાડા, રથાદિ, યાન વિશેષાદિ રોજ વધારતા તેઓ પરિગ્રહથી અવિરત રહે છે. અહીં યાન તે શકટ-રથાદિ, ચુખ્ય એટલે પાલખી, ગલિ તે બે પુરષ દ્વારા ઉપાડાતી ઝોળી, ચિલિ એટલે બગી, સંદમાણિય તે શિબિકા, એ રીતે બીજા પણ વઆદિ પરિગ્રહથી ઉપકરણોથી અવિરત તથા સર્વ ક્રય-વિક્રયના કરણભૂત જે માપક, ધર્મમાપકરૂપ તોલ માપ વડે વેપાર કરવાના વ્યવહારશી જાવજીવ અવિરત રહે છે. તથા સર્વે હિરણ્ય, સવર્ણાદિ પ્રધાન પરિગ્રહથી અવિરત તથા ખોટા તોલમાપથી અવિરત, સર્વે કૃષિ-પશુપાલનના કરણ-કરાવણથી અવિરત, પયન-પાચનથી તથા ખાંડવું, કુટવું, પીટવું, તર્જન-તાડન કરવું, વધ-બેઘનાદિ વડે જે પ્રાણીને કલેશ આપવો તેનાથી અવિરત રહે છે - અતિ અટકતા નથી. હવે ઉપસંહાર કરે છે વળી જે બીજા પરપીડાકારી સાવધ કર્મસમારંભો કરે છે, તે બોધિનો અભાવ કરનારા છે, તથા બીજાના પ્રાણને પરિતાપ કનારા-ગાય આદિ પકડવા, ગ્રામઘાતરૂપ જે અનાર્યો વડે કુકર્મો કરાય છે તેનાથી આ અધામિકો જીવનપર્યત છૂટતાં નથી. હવે બીજી ઘણી રીતે અધાર્મિક પદ બતાવવા કહે છે. જેમકે - • x • આ વિચિત્ર સંસારમાં કેટલાંક એવા પુરુષો છે જે ચોખા, મસૂર આદિ રાંધવા-રંધાવવામાં, પોતાના તથા બીજા માટે અજયણાથી કાર્ય કરાવતા નિર્દય, ક્રુર મિથ્યા દંડ પ્રયોજે છે. નિરપરાધીને દોષનું આરોપણ કરી દંડ દેવો તે મિથ્યાદંડ કહેવાય છે. એ જ રીતે પ્રયોજન વિના તેવા પુરુષને નિર્દયપણે જીવોપઘાતમાં કત બનીને તીતર, બતક, લાવક આદિ જીવનપ્રિય પ્રાણીને તે કુકર્મી મિથ્યાદંડ આપે છે. તે કુરબુદ્ધિનો પરિવાર પણ • x - તેના જેવો હોય છે, તે દશવિ છે તેની જે બાહ્ય પર્ષદા છે. જેમકે - દાસીપુત્ર, મોકલવા યોગ્ય નોકર, વેતનથી પાણી આદિ લઈ આવનાર, ખેતી આદિમાં છઠ્ઠો ભાગ લઈ કામ કરનાર, ચાકર, નાયક આશ્રિત ભોગપૂરા, આ બધાં દાસાદિ બીજાના થોડા અપરાધમાં પણ ભારે દંડ દેનાર હોય છે. તે નાયક તેના બાહ્યપર્ષદાભૂત માંના કોઈ દાસ આદિને થોડો પણ અપરાધ થાય ત્યારે મહાદંડ કરે છે, તેને કહે છે. તે આ પ્રમાણે - આ દાસ, નોકર આદિનું સર્વસ્વ હરી લઈ તમે દંડ આપો ઇત્યાદિ સૂરસિદ્ધ છે. જેિ અમે સૂત્રાર્થમાં નોંધેલ છે] યાવત તેને મારી નાંખો. - હવે જે તે કુકર્મકતની અત્યંતર પર્ષદા છે - જેમકે - માતા, પિતાદિ, મિત્રદોષ-પ્રચયિક-ક્રિયાસ્થાન મુજબ જાણવું - યાવત્ - આ લોકમાં અહિતકાક થાય છે, પરલોકમાં પણ આત્માને અપચ્યકારી થાય છે. એ રીતે તેઓ માતાપિતાદિના સ્વલા અપરાધ હોવા છતાં અતિ ભારે દંડ આપીને દુ:ખ ઉત્પન્ન કરે છે, તથા વિવિધ ઉપાયોથી તેઓને શોક ઉત્પાદન કરે છે. એ રીતે તે પ્રાણીઓને ઘણાં પ્રકારે પીડા આપીને ચાવત્ - વધ, બંધ, પરિકલેશથી અટકતા નથી. તેઓ વિષયાસક્ત બનીને જે કરે છે, તે બતાવે છે - આ રીતે પૂર્વોકત સ્વભાવવાળા તેઓ નિર્દય, દીર્ધકાળ ક્રોધ રાખનારા બાહ્ય અને અત્યંતર પપૈદાને પણ કાન-નાક કાપવા દ્વારા દંડ દેવાના સ્વભાવવાળા, ભોગ લોલુપી અથવા સ્ત્રીઓમાં કામવિષયરૂપ-શબ્દાદિ અને ઇચ્છાકામમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત, આસકત રહે છે. આ

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264