Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 211
________________ ૨/૨/-/૬૭૧ દૃષ્ટાંત-કથા કહે છે. રાજગૃહ નગરમાં કોઈ એક પરિવ્રાજક વિધા-મંત્ર-ઔષધિથી કાર્ય સિદ્ધ કરતો હતો. તે વિધાદિ બળથી શહેરમાં ફરતા જે-જે રૂપાળી સ્ત્રીને જોતો તેનું-તેનું અપહરણ કરતો. તેથી નગરજનોએ રાજાને કહ્યું - હે દેવ ! રોજ નગરમાં કોઈ ચોરી કરે છે, સર્વસારભૂત સ્ત્રીને લઈ જાય છે. તે તમને ખબર નથી માટે જણાવીએ છીએ. હે દેવ! કૃપા કરીને તે ચોર અને અમારી સ્ત્રીને શોધી કાઢો. રાજાએ તેમને આશ્વાસન આપી કહ્યું, તમે જાઓ, હું અવશ્ય તે દુરાત્માને પકડી લઈશ. જો પાંચછ દિવસમાં ચોર નહીં મળે તો હું જીવતો બળી મરીશ. રાજાની આ પ્રતિજ્ઞા સાંભળી તેને નમીને નાગરિકો ચાલ્યા ગયા. ૧૫૧ રાજાએ વિશેષ કોટવાળો ગોઠવ્યા અને પોતે એકલો પણ તલવાર લઈને શોધવા લાગ્યો. ચોર મળતો નથી. રાજાએ હોશિયારીથી શોધતા પાંચમે દિવસે ભોજન, તાંબુલ, ગંધ, માળા આદિ લઈને રાત્રિના નીકળેલ તે પરિવ્રાજકને જોયો. તેની પાછળ જઈને વૃક્ષના થડના પોલાણમાં થઈને ગુફામાં પ્રવેશેલા તેને મારી નાંખ્યો, બધી સ્ત્રીઓને છોડાવી. તેમાં એક યુવાન સ્ત્રીને તે પરિવ્રાજકે ઔષધિથી એવી પરવશ કરેલી કે તે પોતાની પતિને ઇચ્છતી ન હતી. તેના પતિએ ઉપાય પૂછતાં જાણકારોએ કહ્યું કે પરિવ્રાજકના હાડકાં દૂધ સાથે ઘસીને તે સ્ત્રીને પાઓ તો તેનો આગ્રહ આ સ્ત્રી છોડી દેશે. તેના સ્વજનોએ તેમ કર્યુ. જેમ જેમ ઉપાય કરતા ગયા તેમ-તેમ તેણીનો સ્નેહ દૂર થતો ગયો. પછી પોતાના પતિમાં ફરી રાગવાળી બની. તેમ પરિવ્રાજક પરત્વે અતિ અનુરક્ત તે સ્ત્રી જેમ બીજાને ઇચ્છતી ન હતી. તેમ શ્રાવકજન પણ સારી રીતે પોતાના આત્માને જૈનશાસનમાં ભાવિત કરે તો તેને ફેરવી શકાતો નથી. કેમકે તે સમ્યકત્વરૂપી ઔષધથી અત્યંત વાસિત થયેલો હોય છે. ફરી પણ તે શ્રાવકના ગુણો કહે છે - સ્ફટિક જેવા નિર્મળ અંતઃકરણવાળા એવા તથા જૈનદર્શન પામવાથી સંતુષ્ટ થયેલા મનવાળા, જેમના દ્વારો ખુલા છે તેવા તથા બધા દર્શનવાળા માટે પણ જેમણે પોતાના દરવાજા ખુલ્લા રાખેલા છે. તેવા અને અજાણ્યા ધર્મદ્વેષીઓના ઘરનો ત્યાગ કરેલા, જેમ અંતઃપુરમાં બીજું કોઈ ન પ્રવેશે તેમ શ્રાવકોના હૃદયમાં મોહ કે પાપ ન પ્રવેશે તેવા. ઉઘુક્ત વિહારી સાધુને નિર્દોષ, એષણીય અશનાદિ વડે તથા પીઠલક-શસ્ત્રા-સંચારા વડે નિત્ય પ્રતિલાભતા અને ઘણાં વર્ષો સુધી શીલવ્રત, ગુણવ્રત, પૌષધ, પ્રત્યાખ્યાનાદિ કરતા રહે છે. આવા તે પરમશ્રાવકો લાંબો કાળ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતને આરાધવા, સાધુને ઔષધ, વસ્ત્ર, પાત્રાદિથી દાન કરતા, યથોક્ત યથાશક્તિ સદનુષ્ઠાન કરીને રોગાદિ કારણ હોય કે ન હોય તો પણ ભક્તપ્રત્યાખ્યાન કરી, આલોચના-પ્રતિક્રમણ થકી સમાધિ પ્રાપ્ત કરીને મૃત્યુ અવસરે મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં જીવ-અજીવાદિના જ્ઞાતા કહ્યું, તેમાં હેતુ અને હેતુવાળા બતાવ્યા છે. જેમકે જીવ, અજીવ જાણે તે પુણ્ય-પાપ જાણે પુણ્ય-પાપ જાણે તે આશ્રવ-સંવર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જાણે. એ રીતે આગળ આગળ - x - જાણવું. તેને કોઈ પૂછે કે ન પૂછે તે શ્રાવકો આમ કહે કે - આ જૈનદર્શન જ મોક્ષ સાધક છે, બાકી અનર્થક છે. આ પ્રમાણે સ્વીકારીને તેમનું મન ધર્મ માટે ઉત્સાહી બને પછી સાધુધર્મ અને શ્રાવકધર્મ જાણીને - x - વિશેષથી અગિયાર પ્રતિમાને પાળતો આઠમ-ચૌદશ આદિમાં પૌષધોપવાસ પૂર્વક વિચરે. સાધુને નિર્દોષ આહાર આપે. છેવટના કાળે કાયાની સંલેખના કરી સંથારામાં શ્રમણભાવ ધારણ કરીને ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકારી આયુક્ષય થતાં દેવરૂપે ઉત્પન્ન થાય. ત્યાંથી ચવીને સારો મનુષ્યભવ પામીને, તે જ ભવે કે ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવોમાં મોક્ષે જાય. માટે આ સ્થાન કલ્યાણ પરંપરાથી સુખનું કારણ છે. આર્ય છે. એ રીતે ત્રીજું ‘મિશ્ર’ સ્થાન કહ્યું. ધાર્મિક, અધાર્મિક, તદુભયરૂપ સ્થાનો કહ્યા. હવે આ ત્રણે સ્થાનોને ઉપસંહારદ્વારથી સંક્ષેપમાં જણાવતા કહે છે - જે અવિરતિ-અસંયમરૂપ, સમ્યકત્વ અભાવથી મિથ્યાર્દષ્ટિની દ્રવ્યથી વિરતિ છે તે અવિરતિ જ છે. કેમકે તેમાં સારામાઠાનો વિવેક નથી. માટે તે કૃત્ય બાળકના જેવું છે. તથા ‘વિરતિ’-પાપથી દૂર રહેનાર પંડિત કે પરમાર્થનો જ્ઞાતા ગણાય છે અને વિતાવિરત તે બાલપંડિત જેવો છે. તે બધું પૂર્વવત્ કહેવું- x - બાલ અને પંડિત પરસ્પર વિરુદ્ધ છે, છતાં સાથે કેમ કહ્યાં ? - ૪ - જેમનામાં સર્વથા અવિરતિના પરિણામનો અભાવ છે. આ સ્થાન સાવધ-આરંભ સ્થાન આશ્રિત ૧૫૨ હોવાથી સર્વે અકાર્યો કરે છે. તેથી તે અનાર્ય સ્થાન છે ચાવત્ - x - x - એકાંત મિથ્યારૂપ છે. તેમાં જે સમ્યકત્વપૂર્વકની વિરતિ છે તે સાવધ આરંભથી નિવૃત્ત અનારંભ સંયમરૂપ છે - ૪ - તે આર્ય છે, સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે. તથા એકાંત સમ્યગ્ ભૂત છે. તે સાધુભૂત હોવાથી સાધુ છે. તેથી આ વિસ્તાવિત નામક મિશ્ર સ્થાનવાળાને આરંભ-અનારંભરૂપ હોવાથી તેઓ પણ કથંચિત્ ‘આર્ય' જ છે. પરંપરાએ સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે, તેથી એકાંત સમ્યગ્દ્ભૂત અને શોભન છે. આ પ્રમાણે - ૪ - અધર્મપક્ષ, ધર્મપક્ષ તથા મિશ્રપક્ષ સંક્ષેપથી ત્રણે પક્ષનો આશ્રય લઈને કહ્યો. હવે આ મિશ્રપક્ષ ધર્મ અને અધર્મ બંને સાથે લેવાથી તેની મધ્યમાં વર્તે છે, તે દર્શાવે છે— • સૂત્ર-૬૭૨ : એ રીતે સમ્યગ્ વિચારતા આ પક્ષો બે સ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત. તેમાં પહેલું સ્થાન ‘અધપક્ષ'નો વિભાગ કહ્યો, તેમાં આ ૩૬૩-વાદીઓ છે. એમ કહ્યું છે. તે આ પ્રમાણે - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. તેઓ પણ પરિનિર્વાણનું પ્રતિપાદન કરે છે, મોક્ષને કહે છે, તેઓ પણ પોતાના શ્રાવકોને ઉપદેશ કરે છે, તેઓ પણ ધર્મ સંભળાવે છે. • વિવેચન-૬૭૨ : આ પ્રમાણએ સંક્ષેપથી કહેતા-સમ્યગ્ ગ્રહણ કરતાં બધાં ધર્મ-અધર્મ બે

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264