Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 220
________________ ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨|૩|-I૬૭૫ થી ૬૮૭ ૧૬૯ કહેવો, કેમકે કુહણ યોનિમાં બીજ જીવોની ઉત્પતિનો અભાવ છે. અહીં આ વનસ્પતિ વિશેષને લોક વ્યવહારથી જાણવા અથવા ‘પ્રતાપના' સૂત્રથી જાણવા. અહીં બધાં ભેદો પૃથ્વીયોનિકવણી પૃથ્વીને આશ્રીને કહ્યા. સ્થાવકાસમાં વનસ્પતિનું સ્પષ્ટ ચૈતન્યલક્ષણ હોવાથી પહેલા બતાવ્યા. હવે કાયિક વનસ્પતિનું સ્વરૂપ કહે છે– જિનેશ્વરે કહેલ છે કે - કેટલાંક જીવો તેવા કર્મોના ઉદયથી જેમની યોનિ ઉદક [પાણી] છે, તેમાં ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિર થાય છે ચાવત્ કર્મના કારણે તેની વૃદ્ધિ થાય છે. તે કર્મવશ વિવિધ ઉદકયોનિમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. જે જીવો ઉદકયોનિક વૃક્ષરૂપે ઉત્પન્ન થાય તે ઉદક શરીરને ખાય છે. તે સિવાય પૃથ્વીકાયાદિ શરીરને ખાય છે. બાકી પૂર્વવતુ. જેમ પૃવીયોનિક વૃક્ષોના ચાર આલાવા છે, તેમ ઉદકયોનિક વૃક્ષોના પણ ચાર આલાવા છે. પણ તે વૃક્ષો પર ઉત્પન્ન વૃક્ષનો એક જ આલાવો જાણવો. કેમકે ઉદકાકૃતિ વનસ્પતિ શેવાળ આદિ પર બીજા વૃક્ષ ઉગવા અસંભવ છે. આ ઉદકાશ્રિત વનસ્પતિમાં કલંબુક, હડ આદિ લોકવ્યવહારથી જાણવા. હવે બીજા પ્રકારે વનસ્પતિ આશ્રીને ત્રણ આલાવા કહે છે— - પૃથ્વીયોનિક વૃક્ષો, વૃક્ષયોનિક વૃક્ષો તથા વૃક્ષયોનિક મૂલ આદિ થકી જે ઉત્પન્ન વનસ્પતિકાયિક જીવ જાણવા. આ પ્રમાણે વૃક્ષાયોનિમાં અધ્યારૂહ તથા અધ્યારૂહયોનિક મૂલ વગેરેથી જીવો ઉત્પન્ન થાય છે આ રીતે અન્ય તૃણ આદિ અને ઉદકયોનિક પણ જાણવા. આ રીતે પૃથ્વીયોનિક અને ઉદકયોનિક વનસ્પતિના ભેદોને બતાવીને તેના અનુવાદ વડે ઉપસંહાર કરતા કહે છે તે વનસ્પતિકમાં ઉત્પન્ન જીવો પૃથ્વીયોનિક તથા ઉદકવૃક્ષ અધ્યારૂહ તૃણ ઔષધિ હરિત યોનિક વૃક્ષો વાવત જે ચીકાશનો આહાર કરે છે તેમ કહ્યું છે. તથા બસ પાણીના શરીરને ખાય છે, તે પણ કહ્યું. એ રીતે વનસ્પતિકાયિકનું ચૈતન્ય સ્વરૂપ બતાવ્યું. બાકી પૃથ્વીકાયાદિ ચાર એકેન્દ્રિય હવે અનુક્રમે કહેશે. પણ વચ્ચે ત્રસકાયને કહે છે. તે નાક આદિ ચાર ભેદે છે. તેમાં નાકો અનુમાનથી સ્વીકારવા. જેમ-દુકૃત કર્મના ફળ ભોગવનારા કેટલાંક છે, તે ગ્રહણ કરવા. નારકોનો આહાર એકાંત અશુભ પુદ્ગલથી બનેલો છે, તેઓ ઓજાહાર કરે છે, પ્રક્ષેપાહાર નહીં. દેવો પણ બાહુલ્યન અનુમાનગણ્ય છે. તેઓનો આહાર શુભ, એકાંત ઓજાહાર છે. તે આભોગ-અનાભોગ બંને રૂપે હોય. અનાભોગકૃત પ્રતિસમયવર્તી છે, આભોગકૃત જઘન્યથી એકાંતરે, ઉત્કૃષ્ટથી 33,૦૦૦ વર્ષ છે. હવે મનુષ્યોનો આહાર કહે છે • સૂત્ર-૬૮૮ - હવે તીર્થસ્થી કહે છે કે - મનુષ્યો અનેક પ્રકારની છે. જેમકે - કર્મભૂમિજ અકર્મભૂમિજ, અંતદ્વપ તથા આર્ય, મહેચ્છ. તેઓ યથાબીજ, યા અવકાશ સ્ત્રી-પુરુષના કવિ મે-ગુનનિમિત્તથી યોનિમાં સંયોગાનુસાર ઉm થાય છે. ત્યાં તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ મી, પુરષ કે નપુંસકપણે ઉતer થાય છે. તે જીવો માતાની જ અને પિતાનું વીર્ય, તે બંને પરસ્પર મળવાથી મલિન અને ધૃણિત છે, તેનો પહેલા આહાર કરે છે. ત્યારપછી માતા જે અનેકવિધ વસ્તુનો આહાર કરે છે તેના એકદેશરૂપ ઓજાહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામી પરિપકવ બની, માતાની કાયાથી નીકળતા [જન્મi] કોઈ બી, કોઈ પુરઇ, કોઈ નપુંસકપણે જન્મે છે. તે જીવ બાળકરૂપે માતાના દૂધ અને ઘીનો આહાર કરે છે. અનકમે વૃદ્ધિ પામીને ભાત-અડદ તથા ગસ-સ્થાવર પ્રાણીનો આહાર કરે છે. તે જીવ પૃવીશરીર દિને યાવતુ પોતાના રૂપે પરિણમાવે છે. તે કર્મભૂમિજ આદિ મનુષ્યોના શરીર અનેક વાક્ય હોય છે. એમ કહ્યું છે. • વિવેચન-૬૮૮ : પૂર્વે કહ્યું છે - જેમકે - આર્યો, અનાર્યો અને કર્મભૂમિજ, અકર્મભૂમિજ આદિ મનુષ્યોની વિવિધ યોનિકના સ્વરૂપને હવે બતાવે છે - તેમના સ્ત્રી, પુષ, નપુંસક એવા ત્રણ ભેદો છે. જે તેમનું બીજ-સ્ત્રીનું લોહી અને પુરુષનું વીર્ય, તે બંને પણ અવિધ્વસ્ત હોય, વીર્ય વધુ હોય તો પુરુષરૂપે અને લોહી વધુ હોય તો રુમીરૂપે અને બંને સમાન હોય તો નપુંસકરૂપે બાળક જન્મે છે. તથા જે જેનો અવકાશ-માતાની કુક્ષિઉદર આદિ છે. તેમાં પણ ડાબે પડખે સ્ત્રી અને જમણે પડખે પુરપ તથા ઉભયાશ્રિત હોય તો નપુંસક થાય છે. અહીં અવિવસ્વ યોનિ, અવિધ્વસ્તબીજ એ ચાર ભાંગા છે. તેમાં પહેલાં ભાંગે જ બાળકની ઉત્પત્તિનો અવકાશ છે, બીજા ત્રણમાં નથી. અહીં સ્ત્રી-પુરુષને વેદોદય થતાં, પૂર્વ કન િલીધે સમાગમનો અભિલાષ-મૈથુનનો ઉદય થતાં • x • પરસ્પર સંયોગથી તે શક અને લોહી એકઠાં થતાં ત્યાં અનેક જંતુઓ જસ-કાર્પણ શરીર સાથે - X• આવીને ત્યાં ઉત્પન્ન થાય છે. - x •x - શ્રીની ઉંમર-૫૫-વર્ષની અને પુરુષની-૩૩-ચતાં તેમની શક્તિ નાશ પામે છે. તથા ૧૨-મુહર્ત સુધી લોહી અને વીર્ય સચિત રહે છે, પછી નાશ પામે છે. - x - ત્યારપછી જીવો માતા-પિતાના રસનો આહાર કરી, સ્વકર્મ વિપાકથી સ્ત્રી, પુરણ કે નપુંસક ભાવે ઉત્પન્ન થાય છે. સ્ત્રીની કુક્ષિમાં પ્રવેશીને ઉત્તકાલે સ્ત્રીએ કરેલ આહારનો રસ ખાય છે. • x - એ રીતે તે જીવની અનુક્રમે નિષ્પત્તિ થાય છે. • x • આ ક્રમથી માતાનો આહાર અને ઓજથી મિશ્ર એવો લોમાહાર કરે છે. એ રીતે અનુક્રમે વૃદ્ધિ પામીને ગર્ભ પરિપકવ થતાં માતાની કાયાથી છુટો પડીને યોનિ વાટે બહાર નીકળે છે. તે તથાવિધ કર્મોદયથી કોઈ સ્ત્રીપણે, કોઈ પુરુષપણે, કોઈ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. કહે છે કે - સ્ત્રી, પુરુષ કે નપુંસક ભાવ પ્રાણીના વકૃત કર્મ નિવર્તિત છે. જે જેવા આ ભવે છે, તે તેવો જ થાય તેવો નિયમ નથી. તે તાજો જન્મેલો બાળ પૂર્વભવના અભ્યાસથી આહારેચ્છાથી માતાના સ્તનનું દૂધ પીએ છે. તે આહારચી વૃદ્ધિ પામીને - X - માખણ, દહીં, ભાત ચાવત્ અડદ ખાય છે. તથા મોટા થતાં [કોઈ] બસ-સ્થાવર પ્રાણીનો પણ આહાર કરે છે. તથા

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264