Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 215
________________ ૨૩/ભૂમિકા ૧૫૯ કાળે બાહ્ય ત્વચાની રોમરાજી વડે લેવાતો આહાર છે. મોઢા વડે ખવાય તે કવલાહાર છે. તે વેદનીયના ઉદય વડે ચાર સ્થાનો વડે આહાર સંજ્ઞા ઉદ્ભવે છે - કહ્યું છે - ચાર રસ્થાને આહાર સંજ્ઞા ઉપજે. ડાબા કોઠાથી, ધાવેદનીય કર્મોદયથી, મતિ [ઇચ્છા થી અને તે વિષયના ઉપયોગથી. આ ત્રણેનું એક જ ગાયા વડે વ્યાખ્યાન કરે છે - તૈજસ અને કામણ શરીર વડે ઔદાકિાદિ શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે ઓજાહાર છે. કોઈ આચાર્ય કહે છે - દારિકાદિ શરીર પતિ વડે થયેલ પણ ઇન્દ્રિય, આનપાન, ભાષા, મન:૫યતિથી અપર્યાપ્તક હોય અને શરીર વડે આહાર લે તે ઓજાહાર છે. ત્યારપછી ત્વચા-સ્પર્શનેન્દ્રિય વડે જે આહાર લેવાય તે લોમાહાર છે. પ્રક્ષેપાહાર તો મુખમાં કોળીયો લેવો તે પ્રસિદ્ધ છે. - હવે આ આહાર તેના સ્વામી વિશેષથી કહે છે - પૂર્વોક્ત શરીર વડે જે ઓજાહાર લે છે, તે સર્વે અપર્યાપ્તક જીવો જાણવા અર્થાત તેની બધી પતિ પૂર્ણ થઈ નથી તેમ જાણવું. બીજી ગતિમાં જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિ વિગ્રહ ગતિમાં હોય કે ન હોય તો પણ ઉત્પતિ દેશે તૈજસ કામણ શરીર વડે જેમ ગરમ ઘી-તેલમાં પડેલો લોટ ઘી પીએ તેમ જીવ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે સમયથી પતિ પુરી થાય ત્યાં સુધી ઓજાહાર કરે છે. પતિક જીવોમાં કોઈ ઇન્દ્રિય પતિથી પતિ કહે છે. કોઈ શરીર પયતિથી પર્યાપ્તક કહે છે, તેનાથી લોમાહાર લે છે. તેમાં સ્પર્શનેન્દ્રિય વડે તડકા વડે કે ઠંડા વાયુ અથવા પાણી વડે ગર્ભમાં જીવ પોષાય છે, તે લોકાહાર, પ્રક્ષેપ આહાર તો મુખેથી ખવાય ત્યારે પ્રોપાહાર, બાકીના સમયે તે ન હોય. પણ લોમાહાર તો વાયુ આદિના સ્પર્શથી સર્વદા હોય. તે લોમાહાર ચક્ષુ વડે દેખાતો નથી. તે પ્રાયઃ પ્રતિસમય વર્તી છે. પ્રોપાહાર તો પ્રાયઃ દેખાય છે. તે નિયતકાલિક છે. જેમકે દેવકુર-ઉતરકુરમાં અષ્ટમભકાદિ આહાર છે. પણ સંખ્યય વર્ષ આયુવાળાને પ્રોપાહાર અનિયતકાલિક છે. હવે પ્રોપ આહાર કોણ કરે તે કહે છે - ફક્ત સ્પર્શનેન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ અને દેવ, નાકોને પ્રક્ષેપાહાર નથી. તેઓ પતિ પુરી થતાં સ્પર્શનેન્દ્રિય વડે આહાર કરે છે, માટે લોમાહાસ છે. તેમાં દેવો મનચી કથિત શુભ પુદ્ગલો બધી કાયા વડે લેવાય છે. નારકોને અશુભ જ આવે છે. બાકીના દારિક શરીરવાળા બેઇન્દ્રિયાદિ તિર્યંચ અને મનુષ્યોને પ્રક્ષેપાહાર છે. તેઓ સંસામાં રહેલાને પ્રક્ષેપાહાર વિના નિભાવ ન થાય. કવલ આહાર જીભથી થાય છે. બીજા આચાર્ય કહે છે. જીભ વડે જે સ્થૂળ શરીરમાં ખવાય તે પ્રક્ષેપાહાર છે. પણ જે નાક, આંખ, કાન વડે પ્રાપ્ત થાય તે ઘાતરૂપે પરિણમે તે જહાર છે. ફકત સ્પર્શેન્દ્રિય વડે લઈ ધાતરૂપે થાય તે લોમાહાર છે. હવે કાળ વિશેષને આશ્રીને ‘અનાહારકતા” જણાવે છે | વિગ્રહગતિમાં રહેલા, કેવલી સમુદ્ધાત કતાં, અયોગી, સિદ્ધો એ અણાહારક છે, બાકીના આહારક છે. તેનો કિંચિત્ અર્થ આ પ્રમાણે - ઉત્પત્તિકાળે વિગ્રહગતિમાં, કેવળીને લોકપૂરણકાળે સમુઠ્ઠાત અવસ્થામાં, અયોગીને શૈલેશી અવસ્થામાં અને સિદ્ધોને આણાહારકત્વ હોય છે. શેષ જીવો આહાક છે. તેમાં સમશ્રેણિમાં ભવાંતરમાં ૧૬૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જાય તો અનાહારક નથી. જો એક સમય વકશ્રેણિમાં રહે તો પ્રથમ સમયે પૂર્વશરીરમાં રહીને આહાર લે, બીજા સમયે બીજા સ્થળે આહાર લે, દ્વિરસમય વક્રગતિમાં ત્રણ સમયે ઉત્પત્તિ છે, તેમાં મધ્યમ સમયે અનાહારક, બીજા સમયે આહારક. ત્રણ સમય વક્રગતિમાં ચોથા સમયે ઉત્પત્તિમાં વચ્ચેના બે સમય અનાહાક, ચતુસમય ઉત્પત્તિ કઈ રીતે? - x " પ્રથમ સમયે બસનાડીમાં પ્રવેશે, બીજા સમયે ઉપર કે નીચે ગમત, બીજા સમયે બહાર નીકળે, ચોથા સમયે વિદિશામાં ઉત્પન્ન થાય. પાંચ સમય ઉત્પત્તિમાં વચ્ચેના ત્રણ સમય અનાયાસ્ક છે, આધા સમયે આહારક છે-x - કેવલી સમāાતમાં પણ કામણશરીરથી બીજા, ચોથા, પાંચમાં સમયે અનાહીક છે, બાકીના સમયે ઔદાકિ શરીર સાથે મિશ્ર છે માટે આહાક. • x • કેવલી પોતાના આયુક્ષયે સર્વ યોગ નિરોધ કરે ત્યારે પાંચ હૂવાક્ષર બોલાય તેટલો માત્ર કાળ છે, તે અનાહાક છે. સિદ્ધ જીવો તો શૈલેશી અવસ્થાના આદિ કાળથી અનંતકાળ પર્યન્ત અનાહારક છે. હવે રવાની વિશેષ આશ્રયી વધુ ખુલાસો કરે છે - કેવલી સિવાયના સંસારી જીવો વિગ્રહગતિમાં એક કે બે સમય અનાહારક હોય છે. ઇત્યાદિ • x • dવાર્થ સૂકારે અધ્યાય-૨ સૂત્ર-૩૧માં વિલો ત્રણ સમય અનાહાક કહ્યા છે. આનુપૂર્વીનો ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહગતિમાં ચાર સમય કહ્યો છે. તે પાંચ સમયની ઉત્પત્તિમાં જ થાય. ભવસ્થ કેવળીને સમુઠ્ઠાત વખતે -x • મિસમય અનાહાક કહ્યા. સિદ્ધને આશ્રીને અનાહાકવ-તેઓ શૈલેશી અવસ્થાથી આરંભીને સંપૂર્ણ સિદ્ધકાળ પર્યત અનાહાક હોવાથી સાદિ અનંતકાળ અનાહારક કહ્યા. [અહીં કેack-waહાર સંબંધી શંકા-સમાધન વૃત્તિકારે નોંધd છે, અને તેનો સંપ કરેલ છે, વિશેષ જાણવા ftવાર્ય ટીકા જોઈ શકાય.) 0 શંકા-કેવળીને ઘાતકર્મ ક્ષય થવાથી અનંતવીર્યવથી કવળ આહાર ના હોય કેમકે આહાર લેવા માટેના વેદનાદિ એકે કારણ તેમને ન હોય, જેમકે તેમને વેદનીયકર્મની પીડા નથી, વૈયાવચ્ચ કરવાની નથી, કેવળી હોવાથી ઈયપથ દોષ નથી, સંયમ યયાખ્યાત ચાસ્ત્રિવાળું છે, આયુક્ષયનો ભય નથી, ધર્મચિંતા કરવાની નથી પછી કવલાહારની જરૂર શી? o સમાધાન-તમે આગમ જાણતા નથી, તત્વ વિચાર્યું નથી. આહારનું નિમિત્ત વેદનીય કર્મ તેમને છે જ, શું તેમનું શરીર બદલાઈ જાય છે ? કેવલી આહાર કરે કેમકે - પર્યાપ્તપણું છે, વેદનીય ઉદય છે, આહાર પચાવવા માટે તૈજસ શરીર છે, આયુષ્ય છે • x • ઘાતિકર્મ ક્ષયથી જ્ઞાન થાય છે તે સાચું પણ તે જ્ઞાન વેદનીયથી ઉત્પન્ન ભૂખને કઈ રીતે રોકે ? કે જેથી ભૂખ ન લાગે. વળી અનંતવીર્ય હોવા છતાં ાધા વેદનીયથી ઉત્પન્ન પીડા તો રહે છે. આહાર લેવાથી કંઈ બગડતું નથી ! આ આહાર આસક્તિથી નહીં, પણ આત્મશક્તિના આવિકરણ માટે છે. કેવલીને સાતા ઉદય માફક અસાતા ઉદયનું નિવારણ પણ નથી, તે તો અંતર્મુહ બદલાતી રહે છે. વળી તીર્થકરને નામકર્મ બાંધેલ દેવને છ માસ સુધી અત્યંત સાતા વેદનીયનો ઉદય

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264