Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 191
________________ ૨/૧/-I૬૪૭ ૧૧૧ ૧૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગૃહસ્થોને આવા પ્રકારનો સંધવાનો આરંભ છે. જેમના માટે બનાવે છે, તેમના નામ કહે છે - પોતાના માટે આહારાદિ બનાવે, પુત્ર આદિ માટે કરે. - જે પરિજન આવે ત્યારે આસનાદિ આપવાનું કહ્યું હોય અથતુિ મહેમાન, તેને માટે ઇત્યાદિ અર્થે વિશિષ્ટ આહાર બનાવેલ હોય. સમિમાં કે પ્રભાતમાં ખાવા માટે આહાર તૈયાર કર્યો હોય કે વિશિષ્ટ આહારનો સંચય કરાયો હોય. તો આવો આહાર બાળ, વૃદ્ધ, ગ્લાનાદિ નિમિતે જો સવારે ભિક્ષાર્થે નીકળવું પડે તો ગૃહસ્થે પોતાના માટે બનાવેલ હોવાથી તો લઈ શકે. - x - તેમાં ઉધતવિહારી સાધુ હોય તે બીજાએ બનાવેલ, બીજા માટે તૈયાર કરેલ ઉચ્ચમ-ઉત્પાદના-એષણા દોષરહિત તે શુદ્ધ તથા શસ્ત્ર-અગ્નિ આદિ, તેના વડે પ્રાસક કરાયેલ. શર વડે સ્વકાય-પરકાયાદિથી નિર્જીવ કરાયેલ વર્ણ, ગંધ, રસાદિ વડે પરિણમિત. અવિહિંસિત - સમ્યક રીતે નિર્જીવીકૃત - અચિત કરેલ. તે પણ ભિક્ષારયવિધિથી શોધીને લાવેલ. તે પણ ફક્ત સાધુવેશથી પ્રાપ્ત, પણ પોતાની જાતિ વગેરેના સંબંધથી મેળવેલ ન હોય. તે પણ સામુદાનિક-જુદા જુદા ઘેર ફરીને લાવેલ, મધુકર વૃત્તિથી બધેથી થોડું-થોડું લાવે. તથા પ્રાજ્ઞગીતાર્થે નિર્દોષ જાણેલા હોય, વેદના-વૈયાવચ્ચાદિ કારણે લે, તે પણ પ્રમાણમાં લે - અતિમામાએ ન લે. તે પ્રમાણ બતાવે છે– હોજરીના છ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગ વ્યંજનાદિ અશન, બે ભાગ પ્રવાહી માટે અને એક ભાગ વાયુ માટે ખુલ્લો રાખે. આટલો આહાર પણ વર્ણ કે બળ માટે નહીં પણ માત્ર દેહ ટકાવવા અને સંયમ ક્રિચાર્યે વાપરે. તે ભોજન-ગાડાંની ધરીમાં જેમ તેલ પુરે કે ઘાવ પર મલમ લગાડે તેમ લેવું. * * * સંયમ યાત્રા થઈ શકે તે માટે જરૂરી આહાર વાપરે - x • તે પણ સાપ જેમ બીલમાં પ્રવેશ કરે તેમ કોળીયા ગળામાં સ્વાદ લીધા વિના ઉતારે - સ્વાદ લેવા મુખમાં આમ-તેમ ન ફેરવે, અસ્વાદિષ્ટ આહાર હોય તો રાગ-દ્વેષ ન કરે. હવે તે આહારની વિધિ દશવિ છે - અકાળે અન્ન લેવા જાય-સૂત્રાર્થ પૌરુષીના પછીના કાળે ભિક્ષાનો સમય થાય ત્યારે, પૂર્વ-પશ્ચાતકર્મ છોડીને વિધિ મુજબ ભિક્ષા માટે કરતો ભિક્ષા લાવે. ભિક્ષા પરિભોગ કાળે વાપરે તથા પાનકાળે પાણી લાવે. અતિ તરસ્યો હોય તો ખાય નહીં, અતિ ભુખ્યો હોય તો પાણી ન પીએ. તથા વઅકાળે વા ગ્રહણ કરે કે વાપરે. વર્ષાકાળે ગૃહાદિનો આશ્રય અવશ્ય શોધે - x • શયનકાળે શય્યા-સંસ્કારક રાખે, તે પણ અગીતાર્યો માટે બે પ્રહર નિદ્રા અને ગીતાર્થોને એક પ્રહરની નિદ્રા જાણવી. તે સાધુ આહાર, ઉપધિ, શયન, સ્વાધ્યાય, ધ્યાનાદિનું પ્રમાણ જાણે છે, તે વિધિજ્ઞ બની દિશા-વિદિશામાં વિચરતો ધર્મોપદેશ કરે અને ધર્મકરણીથી સારાં ફળ મળે તે કહે. આ ધર્મકથન પરહિતમાં પ્રવૃત્ત સાધુ સારી રીતે ધર્મ સાંભળવા બેઠેલા કે કૌતુકથી આવેલાને સ્વ-પર હિતને માટે ધમોપદેશ કહે. સાંભળવા ઇચ્છતાને શું કહે તે બતાવે છે ‘શાંતિ' એટલે ઉપશમ-ક્રોધનો જય અને તેથી યુક્ત પ્રાણાતિપાતાદિથી વિરતિ તે શાંતિવિરતિ અથવા સર્વ કલેશોના ઉપશમ માટે વિરતિ ગ્રહણ કરવી તે શાંતિવિરતિ છે, તેનો ઉપદેશ આપે. તથા ‘૩૫TE' - ઇન્દ્રિય અને મનને રાગ-દ્વેષભાવથી રોકવુંશાંત કરવું. નિવૃતિ - સર્વ હૃદ્ધોને છોડવા રૂપ નિવણ. વે - ભાવશૌચ - સર્વ ઉપાધિ અને વ્રત માલિન્યનો ત્યાગ. માર્ક્સવ - અમાયાવ, માવ - મૃદુભાવ - વિનય અને નમતા રાખવી. રસ્તાપર્વ - કર્મોને ઓછા કરવા કે આત્માને કર્મોના ભારથી હળવો બનાવવો. હવે ઉપસંહારાર્થે સર્વે અશુભક્રિયાનું મૂળ કારણ કહે છે - નિપાત - નાશ, પાણિનું ઉપમદન. તેનો નિષેધ કQો તે અનતિપાત. બધાં પાણિ, ભૂત, સત્યાદિને વિચારીને જીવરક્ષાનો ઉપદેશરૂપ ધર્મ કહે. હવે જેમ ઉપધિરહિત ધર્મકિતન થાય તે જણાવે છે તે ભિક્ષુ ગૃહસ્થ ગૃહસ્થ માટે બનાવેલ આહારમોજી, ક્રિયા કાળે ક્રિયા કરનાર, સાંભળનાર આવતાં ધર્મનો બોધ આપે, પણ બીજો કોઈ હેતુ ઉપદેશ આપતાં ન રાખે. જેમકે - તેનાથી મને ઉત્તમ ભોજન મળશે, માટે ધર્મ કર્યું. તેમજ પાણી, વસ્ત્ર, નિવાસ, શયન નિમિતે ધર્મ ન કહે. બીજા મોટા-નાના કાર્યો માટે કે કામભોગ નિમિતે ધર્મ ન કહે. કંટાળો લાવીને ધર્મ ન કહે. કર્મ નિર્જરા સિવાય કોઈ જ હેતુ માટે ધર્મ ન કહે. બીજા પ્રયોજન સિવાય ધર્મ કહે. ધર્મકથા શ્રવણનું ફળ બતાવીને ઉપસંહાર કરે છે - આ જગતમાં ગુણવાનું ભિક્ષ પાસે ઉત્તમ ધર્મ સાંભળીને, સમજીને સખ્યણ ઉત્થાનથી ઉઠીને, કર્મવિદારવાને સમર્થ એવા જે દીક્ષા લઈને નિર્મળ ચાઢિ પાળવા બધાં મોઢાનાં કારણો એવા સમ્યગદર્શનાદિમાં ક્ત બનેલાં, સર્વે પાપસ્થાનોથી ઉપરd, તથા તે જ સર્વોપશાંત થઈને, કષાયોને જીતીને, શીતળ બનીને તે સર્વસામર્થ્ય વડે સદનુષ્ઠાનમાં ઉધમ કરનારા છે, તે સર્વે કર્મોનો ક્ષય કરીને સર્વથા નિવૃત્ત થઈ મોક્ષમાં જાય છે - તેમ હું કહું છું. હવે અધ્યયનનો ઉપસંહાર કરે છે - ઉત્તમ ગુણવાળા સાધુના વિશેષ ગુણ કહે છે - શ્રુત-ચારૂિપ ધર્મનો અર્થી, પરમાર્થણી સર્વ ઉપાધિથી મુક્ત ધર્મને જાણે છે માટે ધર્મવિ. નિયા • સંયમ કે મોક્ષનું કારણ અને તેનો સ્વીકાર કરતાં મોક્ષ મળે માટે નિયાગપતિપન્ન. એવો તે પાંચમો પુરુષ જાણવો. તેને આશ્રીને જે પૂર્વે બતાવેલું છે, તે બધું જ કહેવું. તે પાવર પોંડરીકને પ્રાપ્ત કરે- ચકવર્યાદિને ઉપદેશ આપે. તેની પ્રાપ્તિ પરમાર્થથી કેવળજ્ઞાન થતાં થાય છે. તેથી બધી વસ્તુની સાચી સ્થિતિનું તેને જ્ઞાન થાય છે. જો કેવળજ્ઞાન ન થાય તો મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયિ જ્ઞાનના સંપૂર્ણ કે પૂર્ણ અંશને પામે છે. આવા ગુણોથી યુક્ત ભિક્ષુ-સાધુ કમને સ્વરૂપ અને વિપાકવી જાણે છે, તેથી પરિજ્ઞાત કર્યા છે, તથા બાહ્ય અને અત્યંતર સંબંધ-સંગને જાણે છે તેથી પરિજ્ઞાત સંગ છે અર્થાત્ તેણે ગૃહવાસને નકામો જાણેલ છે. ઇન્દ્રિય અને મનને શાંત કરવાથી ઉપશાંત છે, પાંચ સમિતિથી સમિત છે, જ્ઞાનાદિ સાથે વર્તે છે માટે સહિત છે. સર્વકાળ યતનાથી વર્તે છે માટે સંયત છે, • x • તે સંયમાદિ પાળવાથી શ્રમણ છે અથવા સમમન છે. કોઈ જીવને ન હણો તેવો ઉપદેશ આપવાથી માહન છે. અથવા બ્રહ્મચારી-બ્રાહ્મણ છે. ક્ષમાયુકત

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264