Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 193
________________ ૧૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨/૨ી-ભૂમિકા મિથ્યાદૈષ્ટિથી આરંભીને સૂમસં૫રાય સુધી છે. ઈયપિય ક્રિયા - ઉપરાંત મોહથી સયોગીકેવલી સુધી હોય છે. સમ્યકત્વ ક્રિયા - સમ્યગદર્શન યોગ્ય ૩૩ કર્મ પ્રકૃતિ જેનાથી બંધાય. સમ્યક્રમિથ્યાવ કિયા - તેને યોગ્ય ૩૪ પ્રકૃતિ જેનાથી બંધાય છે. મિથ્યાત્વક્રિયા • બધી - ૧૨ - પ્રકૃતિ જેનાથી બંધાય છે. - હવે સ્થાનના નિક્ષેપા કહે છે - આચારાંગના બીજા લોકવિજય નામે અધ્યયનમાં “સ્થાન” શબ્દ વિશે વિસ્તાર છે, તે ત્યાં જોવો. અહીં જે ક્રિયા વડે તથા જે સ્થાન વડે અધિકાર છે, તે કહે છે - ક્રિયામાં જે સામુદાનિકા કિયા બતાવી, તે કપાયવાળી હોવાથી તેના ઘણાં ભેદો છે. તેનો આ અધ્યયનમાં અધિકાર છે. સમ્યક્ પ્રયુક્ત ભાવસ્થાન તે અહીં વિરતિરૂપ સંયમસ્થાના •x• લીધેલ છે. સમ્યફ પ્રયુક્ત ભાવસ્થાનથી આંપથિકી ક્રિયા પણ લેવી. સામુદાનિકા કિયા લેવાથી અપશસ્ત ભાવસ્થાનો પણ લેવા. -x - વાદીઓને પણ અહીં ગણી લેવા. જે બધું - x • સૂત્રકાર કહેશે. - x • નિર્યુક્તિ અનુગમ કહ્યો, હવે સૂત્ર કહે છે • સૂત્ર-૬૪૮ - મેં સાંભળેલ છે કે, તે આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે . અહીં ‘કિયાસ્થાન’ નામક અધ્યયન કહ્યું છે. તેનો અર્થ છે કે આ લોકમાં સંક્ષેપથી બે સ્થાન કહ્યા છે . ધર્મ અને ધર્મ, ઉપશાંત અને અનુપશાંત. તેમાં પ્રથમ સ્થાન ધર્મપક્ષનો આ અર્થ કહ્યો છે - આ લોકમાં પૂર્વાદિ છ દિશામાં અનેકવિધ મનુષ્યો હોય છે. જેમકે - કોઈ આર્ય કે અનાર્ય, ઉચ્ચગોની કે નીચગોની, મહાકાય કે લઘુકાય, સુવર્ણ કે દુવણી, સુરૂષ કે દુરૂા. તેઓમાં આ આનો દંડક્સમાદાન જોવા મળે છે. જેમકે - નાકો-તિચોમનુષ્યો અને દેવોમાં, જે આ વિજ્ઞપાણી સુખ-દુઃખ વેદે છે. તેમાં અવશ્ય આ તેર ક્રિયાસ્થાનો હોય છે, તેમ કહ્યું છે. તે આ પ્રમાણે - અદિંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માતÉડ, દૈટિવિપાદંડ, મૃષાપત્યયિક, અદત્તાદાનપત્યયિક, આદધ્યાત્મપત્યચિક, માનપત્યયિક, મિત્રદ્ધપત્યયિક, માયાપલ્યયિક, લોભપાયિક અને ઈયfપત્યયિક. • વિવેચન-૬૪૮ - સુધમસ્વિામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે - આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યાનું મેં સાંભળેલ છે - અહીં ક્રિયા સ્થાન નામે અધ્યયન છે. તેનો આ અર્થ છે - અહીં સંક્ષેપથી બે સ્થાનો છે. જે ક્રિયાવંત જીવો છે, તે બધાને આ બે સ્થાન વડે કહેશે. જેમકે ધર્મ અને અધર્મમાં. એટલે કે ધર્મસ્થાન છે અને અધર્મસ્થાન છે. અથવા ધર્મ સાથે રહે તે ધર્મી, ઉલટું તે અધર્મી. કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય છે, તે કહે છે - ઉપશાંતને ધર્મસ્થાન છે અને અનુપશાંતને ધર્મસ્થાન છે. તેમાં ઉપશમ પ્રધાન ધર્મ કે ધર્મસ્થાનમાં કેટલાંક મહાસત્વવાળા ઉતરોતર શુભ ઉદયમાં વર્તે છે. તેથી વિપરીત બુદ્ધિવાળા સંસારના વાંકો નીચી-નીચી ગતિએ જનારા છે. અહીં જો કે અનાદિકાળના ભવના અભ્યાસથી ઇન્દ્રિયોની અનુકૂળતાથી પ્રાયે પ્રથમથી અધર્મપ્રવૃત લોક છે. પણ પછી સદુપદેશ યોગ્ય આચાર્યના સંગથી ધર્મસ્થાનમાં પ્રવર્તે છે. છતાં પણ આદેયપણાથી પ્રથમ ધર્મસ્થાન-ઉપશમસ્થાન બતાવ્યું. પછી તેનાથી વિપરીત બતાવ્યું. હવે પ્રાણીઓના પોતાના સ પ્રવૃત્તિ વડે જે પહેલું સ્થાન છે, તે કહે છે • x • • જે આ પહેલા અનુષ્ઠયપણે પ્રથમ અધર્મપક્ષનું સ્થાન છે, તેના વિભાગ બતાવે છે. આ જગતમાં પૂર્વાદિ દિશામાંની કોઈપણ દિશામાં કેટલાંક મનુષ્યો વસે છે, તે આવા હોય છે - સર્વે હેયધર્મોથી દૂર તે આર્યો છે, તેનાથી વિપરીત તે અનાર્યો છે. ચાવતુ કેટલાંક સુરૂપવાળા અથવા કદરૂપા હોય છે. ઉકત આદિને આ પ્રમાણે દંડ-પાપના ગ્રહણના સંકલ્પથી તેનાં ફળ ભોગવવા માટે ચાર ગતિ-નાસ્ટી, તિર્યય, મનુષ્ય કે દેવોમાં જઈને જુદી જુદી જાતિ કે રંગ વગેરેવાળા પ્રાણીઓ કે વિદ્વાનો વેદનાને અનુભવે છે. સાતા-અસાતાને અનુભવે છે, તેના ચાર ભાંગા થાય છે, તે કહે છે [૧] સંજ્ઞી જીવો વેદના અનુભવે છે અને જાણે છે. [૨] સિદ્ધો જાણે છે, પણ અનુભવતા નથી. [3] અસંજ્ઞી અનુભવે પણ જાણે નહીં. [૪] અજીવો ન જાણે - ન અનુભવે. અહીં પહેલા અને ત્રીજા ભાંગાનો અધિકાર છે. તે નાકી આદિ ચારે ગતિના જીવો જે જ્ઞાનવાળા છે, તેમને તીર્થકર-ગણધર આદિએ આ તેર દિયાસ્થાનો બતાવ્યા છે. તે ક્યાં છે ? તે દશવિ છે - ૪ - [૧] સ્વ પ્રયોજન માટે બીજા જીવોને પીડા કરવી તે અદિંડ-પાપનું ઉપાદાન. [] નિપ્રયોજન જ સાવઘક્રિયા અનુષ્ઠાન તે અનર્થદંડ છે. [3] બીજાનો જીવ લેવારૂપ હિંસા કરવી તે હિંસાદંડ છે. [૪] ઉપયોગરહિત, અજાણપણે કોઈને બદલે કોઈને મારી નાંખીએ તે અકસ્માત દંડ છે. [૫] દૈષ્ટિ વડે જોવામાં ભૂલ થાય તે દૈષ્ટિ વિપર્યાસ - જેમકે દોરડાને સર્પ માની દંડ દેવો તે અથવા માટીના ઢેફાને તીર વડે તાકતા ચકલા આદિ મરી જાય તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે. | [૬] મૃષાવાદ પ્રત્યયિક - જે હોય તેને ગોપવે અને ન હોય તેને દેખાડે. [] પારકાની વસ્તુ વગર આપે લેવી તે અદત્તાદાત-ચોરી, તે નિમિતનો દંડ. ૮િજે આત્માની અંદર છે, તે અધ્યાત્મ, તેમાં થાય તે આધ્યાત્મિક દંડ. જેમકે - નિર્નિમિત જ મન મેલું કરીને મનોસંકલાથી ઉપહત થઈને હદયથી ચિંતા સાગરમાં ડૂબીને રહે. [6] માનદંડ - જાતિ આદિ આઠ મદસ્થાનોથી ઉપહત મનવાળો અને બીજાનું અપમાન કરે તે માન પ્રત્યયિક દંડ છે. | [૧૦] મિત્રોના ઉપતાપથી દોષ લગાડે તે મિત્રદોષ તે નિમિતનો દંડ, [૧૧] બીજાને ઠગવાની બુદ્ધિથી દંડ કરે તે માયા પ્રત્યયિક દંડ, [૧૨] લોભને નિમિતે દંડ તે લોભપ્રત્યયિક, [૧૩] પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત, સર્વત્ર ઉપયુક્તનો ઈહિત્યયિક સામાન્યથી કર્મબંધ થાય છે. આ તેર કિયાસ્થાન છે. હવે પહેલા ફિયાસ્થાનથી પ્રારંભ કરે છે–

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264